________________
મતિજ્ઞાન
૧૫૧ |
છે– "અરે! દોડો! દોડો! પકડો! અભયકુમાર મને જૂતા મારતો મારતો લઈ જાય છે." લોકોએ જોયું પણ પ્રતિદિનની જેમ અભયકુમારનું મનોરંજન સમજીને હસતા હતા. કોઈ પણ રાજાને છોડાવવા ન ગયા. એ રીતે નગરની બહાર નીકળીને અભયકુમારે પવનવેગે રથને દોડાવ્યો. રાજગૃહ આવીને જ થંભાવ્યો. યથાસમયે તે પોતાના પિતાની સમક્ષ ચંદ્રપ્રદ્યોતનને ઉપસ્થિત કર્યો. ચંદ્રપ્રદ્યોતન અભયકુમારના ચાતુર્યથી માર ખાઈને અત્યંત લજ્જિત થયો. લજ્જિત વદને તે શ્રેણિકરાજાના પગમાં પડ્યો અને પોતે કરેલા અપરાધની તેણે ક્ષમા માગી. રાજા શ્રેણિકે તે જ ક્ષણે ચંદ્રપ્રદ્યોતનને ક્ષમા આપી, પછી રાજસી સન્માન પ્રદાન કરીને ફરી ઉજ્જયિનીમાં પહોંચાડી દીધો. ત્યાં તે પોતાનું રાજ્ય ન્યાયપૂર્વક કરવા લાગ્યો. રાજગૃહનગરના લોકોએ અભયકુમારની મુક્ત કંઠે પ્રશંસા કરી. આ અભયકુમારની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૨) શેઠ :- એક શેઠની પત્ની દુરાચારીણી હતી. પત્નીના અનાચારથી દુઃખિત થઈને તેણે પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની ભાવના પ્રગટ કરી. પોતાના પુત્રને કુટુંબનો ભાર સોંપીને શેઠ દીક્ષિત બની ગયા. સંયમ ગ્રહણ કરીને મુનિ ત્યાંથી વિહાર કરી ગયા. ત્યારબાદ જનતાએ શેઠના પુત્રને તે નગરનો રાજા બનાવી દીધો. તે બરાબર રાજ્યનું પાલન કરતો હતો. કેટલાક સમય પછી મુનિ વિહાર કરતાં કરતાં એ જ નગરમાં આવ્યા. રાજાની પ્રાર્થના તથા વિનંતીને માન આપીને મુનિએ ત્યાં ચાતુર્માસ કર્યું. મુનિના ઉપદેશથી જનતા બહુ જ પ્રભાવિત થઈ. શાસનની રૂડી પ્રભાવના શાસન વિરોધીઓ સહન કરી શક્યા નહીં. તેઓએ એક પયંત્રની રચના કરી. જ્યારે ચાતુર્માસ કાળ સમાપ્ત થયો ત્યારે મુનિએ વિહાર કરવાની તૈયારી કરી. ત્યારે વિરોધીઓ દ્વારા શિખડાવવામાં આવેલી એક ગર્ભવતી દાસી, મુનિની પાસે આવીને કહેવા લાગી- મુનિરાજ! આપ વિહાર કરીને ક્યાં જશો? હું નિકટના ભવિષ્યમાં તમારા બાળકની મા બનવાની છું અને તમે મને છોડીને અન્યત્ર જઈ રહ્યાં છો તો પાછળથી મારું શું થશે ?
મુનિ વિચારવા લાગ્યાહું સર્વથા નિષ્કલંક છું પણ આ સમયમાં જો હું વિહાર કરીને જઈશ તો શાસનની અપકીર્તિ થશે અને ધર્મની હાનિ થશે. મુનિ એક શક્તિ સંપન્ન સાધક હતા. દાસીની ખોટી વાત સાંભળીને તેનું નિવારણ કરવા માટે મુનિએ તરત જ કહ્યું– જો આ ગર્ભ મારો હશે તો પ્રસવ સ્વાભાવિક થશે, અન્યથા તે તારું પેટ ફાડીને નીકળશે.
દાસી આસન્ન પ્રસવા હતી પરંતુ મુનિ પર જૂઠું કલંક લગાડવાથી પ્રસવ થતો ન હતો. અસહ્ય વેદના થવા લાગી. પછી તેને મુનિની સમક્ષ લઈ ગયા. ત્યાં જઈને દાસીએ કહ્યું- મહારાજ! મને બચાવો. આપના વિરોધીઓના કહેવાથી મેં તમારા પર જૂઠું કલંક ચડાવ્યું હતું. સભા સમક્ષ દાસીએ કહ્યું- મહારાજ! કૃપા કરીને મને આ સંકટથી મુક્ત કરો.
મુનિના હૃદયમાં લેશ માત્ર કષાય ન હતો. તે ક્ષમાના સાગર હતા. તરત જ તેમણે દાસીને ક્ષમા આપી. દાસીનો પ્રસવ કુશળતાપૂર્વક થઈ ગયો. વિરોધીઓ મુનિનો પ્રભાવ જોઈને બોલતા બંધ થઈ ગયાં. મુનિરાજનો યશ ચારે ય બાજુ ફેલાઈ ગયો. આ મુનિરાજની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૩) મીર:- એક રાજકુમાર હતો. તેને બાલ્યકાળથી જ લાડુ બહુ પ્રિય હતા. ઉંમરલાયક થતાં તેના