________________
| ૧૪૪ |
શ્રી નદી સૂત્ર
(૧૫) બળદોની ચોરી(ઘોડાનું મૃત્યુ અને વૃક્ષથી પડવું) - ઘોડાનું મૃત્યુ અને વૃક્ષથી પડવું. એક ગામમાં એક વ્યક્તિ અત્યંત પુણ્યહીન હતી. એ જે કાંઈ કરે એમાં એને સંકટ આવ્યા વગર રહેતું જ નહીં. એકવાર તેણે પોતાના મિત્ર પાસે હળ ચલાવવા માટે બળદો માંગ્યા. મિત્રે આપ્યાં. તેનું કાર્ય સમાપ્ત થતાં એ બળદોને પાછા મિત્રના વાડામાં મૂકી આવ્યો. એ સમયે તેનો મિત્ર ભોજન કરતો હતો. તેથી તે તેની પાસે ન ગયો પણ તેના મિત્રની સામે જ એ બળદોને વાડામાં મૂકીને ચાલ્યો ગયો.
દુર્ભાગ્યવશ બળદો કોઈ પણ પ્રકારે વાડાની બહાર નીકળી ગયાં અને ચોર લોકો બળદોની ચોરી કરી ગયા. બળદનો માલિક વાડામાં પોતાના બળદોને ન જોવાથી તે પુણ્યહીનની પાસે આવીને બોલ્યોમારા બળદો મને આપી દે. પેલો બિચારો ક્યાંથી દે? તેના પર તેનો મિત્ર ક્રોધિત થઈને, તેને પકડીને રાજા પાસે લઈ જવા લાગ્યો.
માર્ગમાં એક ઘોડેસ્વાર સામેથી આવી રહ્યો હતો. તેનો ઘોડો ભડકીને સવારને નીચે પછાડીને ભાગી ગયો. તેનો સવાર તાડુકીને બોલ્યો- અરે! ભાઈઓ! ઘોડાને દંડો મારીને રોકો. પુણ્યહીન વ્યક્તિના હાથમાં એક લાકડી હતી. ઘોડેસવારને સહાયતા કરવા માટે તેણે સામેથી દોડી આવતા ઘોડાને એક લાકડી મારી. પરંતુ તેના દુર્ભાગ્યને કારણે લાકડી ઘોડાને તેના મર્મસ્થાન પર લાગી અને ઘોડો ત્યાં જ મરી ગયો ઘોડાનો સ્વામી ઘોડાને મરી ગયેલો જોઈને બહુ ક્રોધિત થયો અને તેને રાજા પાસે દંડ આપવા માટે લઈ જવા લાગ્યો. આ રીતે અપરાધી એક અને સજા અપાવનાર બે, એમ ત્રણે ય જણા રાજદરબાર તરફ ચાલ્યા જવા લાગ્યા.
ચાલતાં ચાલતાં રાત થઈ ગઈ અને નગરના દરવાજા બંધ થઈ ગયા તેથી તેઓ નગરની બહાર જ એક સઘન વૃક્ષની નીચે સૂઈ ગયા. તેમણે વિચાર્યું કે સવારે દરવાજો ખૂલશે ત્યારે પ્રવેશ કરશું પરંતુ પુણ્યહીન અપરાધીને નિદ્રા ન આવી. તેમણે વિચાર્યું કે હું ગમે તેટલું સારું કામ કરવા જાઉં છું તોપણ સારાને બદલે ખરાબ જ થાય છે, ખરેખર મારું ભાગ્ય મને સાથ આપતું નથી. આવા જીવનથી મને શું લાભ છે? માટે મરી જવું જોઈએ. જો હું મરી જઈશ તો દરેક વિપત્તિઓથી છૂટી જઈશ, અન્યથા ન જાણે કયા ક્યા કષ્ટ મારે ભોગવવા પડશે?
એવો વિચાર કરીને તેણે મરવાનો નિશ્ચય કર્યો. તેણે પોતાના દુપટ્ટાનો એક છેડો ડાળી પર બાંધી દીધો અને બીજા છેડાનો ગાળીયો બનાવીને પોતાના ગળામાં નાંખીને લટકી ગયો પરંતુ દુર્ભાગ્યવશ મૃત્યુએ પણ તેને સાથ ન આપ્યો. દુપટ્ટો જીર્ણ હોવાના કારણે તેનો ભાર ઝીલી ન શક્યો. દુપટ્ટો ફાટી ગયો અને તે ધડ કરતો નીચે પડ્યો. એ વૃક્ષની નીચે નટ લોકોનો અગ્રણી સરદાર સૂતો હતો. તેના પર પડવાથી નટ લોકોનો સરદાર મરી ગયો. નટ લોકોમાં હાહાકાર મચી ગયો. સરદારના મોતનું કારણ પેલો પુણ્યહીન છે એવું જાણીને, તેના પર ગુસ્સે થઈને સવાર થતાં એ લોકો પણ તેને રાજદરબારમાં લઈ જવા લાગ્યા.
રાજદરબારમાં જ્યારે આ કાફલો પહોંચ્યો ત્યારે બધા માણસો ચકિત થઈને તેને જોવા લાગ્યા. રાજાએ તેઓને આવવાનું કારણ પૂછ્યું. દરેકે પુણ્યહીન માણસની ભૂલ બતાવી. એ ત્રણેયની વાત સાંભળીને રાજાએ પુણ્યહીનને તે અંગે પૂછ્યું. તેણે નિરાશાપૂર્વક દરેક ઘટના બતાવતાં કહ્યું– મહારાજ !