________________
મતિજ્ઞાન
૧૪૫
મેં જાણીબૂઝીને કોઈ અપરાધ કર્યો નથી, મારું દુર્ભાગ્ય જ પ્રબળ છે. દરેક કાર્ય હું સારું કરવા જાઉં છું તો પણ તે ઉલટું જ થાય છે. આ લોકો જે બતાવે છે તે સત્ય છે. હું દંડ ભોગવવા માટે તૈયાર છું.
રાજા બહુ જ વિચારશીલ હતા.દરેકની વાત સાંભળીને તેણે વિચાર્યું– આબિચારાએ કોઈ અપરાધ જાણી જોઈને કર્યો નથી. તેને દયા આવી એટલે ચતુરાઈથી ફેંસલો કરવાનો નિર્ણય કર્યો. સર્વપ્રથમ બળદના માલિકને બોલાવ્યો. તેને રાજાએ કહ્યું – ભાઈ! તમારે જો બળદો જોઈતા હોય તો પહેલા તમારી આંખો કાઢીને પુણ્યહીનને આપી દો કેમ કે તેણે તમારા વાડામાં બળદો મૂક્યાં એ તમે તમારી આંખોથી જોયા હતા.
ત્યારબાદ રાજાએ ઘોડેસવારને બોલાવીને કહ્યું– જો તમારે ઘોડો જોઈતો હોય તો પહેલા તમારી જીભ કાપીને ગુન્હેગારને આપી દો કેમ કે તમારી જીભ દોષિત છે. તમારી જીભે જ ઘોડાને લાકડીના પ્રહાર કરવાનું ગુન્હેગારને કહ્યું હતું. આને દંડ મળે અને તમારી જીભ બચી જાય એ ન્યાયસંગત નથી. માટે તમે પણ પહેલા તમારી જીભ એને આપી દો પછી તેની પાસેથી હું ઘોડો અપાવીશ.
ત્યાર બાદ નટ લોકોને બોલાવ્યાં. રાજાએ કહ્યું- આ દીન વ્યક્તિ પાસે છે શું કે હું તમને અપાવું? જો તમારે બદલો લેવો જ હોય તો આ ગુન્હેગારને એ વૃક્ષની નીચે સુવડાવી દો અને તમારા નવા બનેલા સરદારને કહો કે તે પણ આ માણસની જેમ ગળામાં ફાસો નાખીને તે ડાળી પર લટકી જાય અને આ માણસની ઉપર પડી જાય.
રાજાનો ફેંસલો સાંભળીને ત્રણે ય અભિયોગી (ફરિયાદી) મૌન રહીને ત્યાંથી ચાલતા થઈ ગયા. રાજાની વનયિકી બુદ્ધિએ તે અભાગી વ્યક્તિના પ્રાણ બચાવી લીધા. આ પ્રકારે આ પંદર દષ્ટાંતો વૈયિકી બુદ્ધિ માટે વર્ણવેલ છે. કર્મના બુદ્ધિ :
उवओगदिवसारा कम्मपसंगपरिघोलणविसाला । साहुक्कारफलवई कम्मसमुत्था हवइ बुद्धी ॥ हेरण्णिए करिसय, कोलिय डोवे य मुत्ति घय पवए ।
तुण्णाग वड्डई य, पूयई घड चित्तकारे य ॥ શબ્દાર્થ :- ૩વન = ઉપયોગથી, વિસા = પરિણામને દેખનાર, પર્સન = કાર્યના અભ્યાસથી, પરિયોન = ચિંતનથી, વિસા = વિશાળ, સાદુવFol૨ = સાધુવાદ, સુંદર, સફળ, પરવર્ડ = ફળ દેનારી, મલમુત્થા = કાર્ય કરવાથી ઉત્પન્ન. ભાવાર્થ :- ઉપયોગથી જેનો સાર–પરમાર્થ જાણી શકાય છે, અભ્યાસ અને વિચારથી જે વિસ્તૃત બને છે અને જેનાથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે અથવા પ્રશંસા પ્રાપ્ત થાય છે તે કર્મજા બુદ્ધિ કહેવાય છે. કાર્ય