________________
| ૧૪૨ |
શ્રી નંદી સૂત્ર
ત્યારબાદ રાજા મુરુડે પાદલિપ્ત આચાર્યને પ્રાર્થના કરી– આપ પણ આવી કૌતુકપૂર્ણ વસ્તુ તૈયાર કરો, તેને હું જ્યાંથી આ ત્રણ ચીજ આવી છે તેનાં રાજ્યમાં મોકલી શકું. આચાર્યે એક તુંબડાને બહુ સાવધાનીપૂર્વક કાપ્યું અને તેની અંદર રત્ન ભરીને તેને એવી કળાથી સાંધી લીધું કે કોઈને ખબર જ ન પડે. આચાર્યે આ તુંબડું તૈયાર કરીને રાજાને આપ્યું. રાજાએ બીજા દેશથી આવેલા માણસોને કહ્યું– આ તુંબડાને તોડ્યા વગર તેની અંદરથી રત્ન કાઢવાના છે. આવેલા માણસો પેલા તુંબડાને તેના રાજ્યમાં લઈ ગયા પરંતુ ત્યાંના લોકો તુંબડાને તોડ્યા વગર રત્નને કાઢી ન શક્યા. ફરી તુંબડું તેઓને પાછું મોકલ્યું. રાજાએ ફરી સભા ભરીને સભા સમક્ષ આચાર્યની વૈનયિકી બુદ્ધિના વખાણ કર્યા. (૧૦) અગદ – એક નગરના રાજાની પાસે સૈન્યદળ બહુ ઓછું હતું. એક વખત શત્રુરાજાએ તેના રાજ્યને ચારે બાજુથી ઘેરી લીધું. રાજાએ નગરજનોને કહ્યું – જેની પાસે વિષ હોય તે લઈ આવો. ઘણા માણસો રાજાની આજ્ઞા અનુસાર વિષ લઈ આવ્યા. રાજાએ નગરની બહાર રહેલા કૂવાના પાણીમાં એ વિષ નંખાવી દીધું જેથી એ કૂવાનું બધું પાણી વિષયુક્ત થઈ ગયું. એ કૂવાનું પાણી શત્રુના સૈન્યદળને મળતું હતું. એ ગામમાં એક વૈદરાજ રહેતા હતા તે બહુ અલ્પ માત્રામાં વિષ લઈને રાજાની પાસે આવ્યા. રાજા અતિ અલ્પ માત્રામાં વિષ લાવનાર વૈદરાજ પર બહુ જ ગુસ્સે થયા પરંતુ વૈદરાજે કહ્યું– મહારાજ! આપ ક્રોધ ન કરો, આ સહસવેધી વિષ છે. અત્યાર સુધી જેટલા માણસો વિષ લાવ્યાં તેનાથી જેટલા લોકો મરશે તેના કરતા અધિક માણસો આ અલ્પ વિષથી મરશે. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું- એમ કેમ બની શકે? શું આપ એનું પ્રમાણ બતાવી શકો છો?
વૈદરાજે એ જ વખતે એક વૃદ્ધ હાથીને મંગાવ્યો અને તેની પૂંછડીનો એક વાળ કાઢીને એ જ જગ્યાએ સોયની અણીથી વિષ લગાવ્યું. જેમ જેમ વિષ શરીરમાં આગળ વધતું ગયું તેમ તેમ હાથી વિષયુક્ત બનતો ગયો અર્થાત્ હાથીનું શરીર જડ જેવું બની ગયું એટલે વૈદરાજે કહ્યું- મહારાજ ! જુઓ આ હાથી વિષમય બની ગયો. એને જે કોઈ ખાશે તે વિષમય બની જશે. માટે આ વિષને સહસવેધી વિષ કહેવાય છે.
રાજાને વૈદની વાત પર વિશ્વાસ બેસી ગયો પરંત હાથીની હાલત મરણ જેવી જોઈને રાજાએ કહ્યું– વૈદરાજ ! શું આ હાથી ફરી સ્વસ્થ નહીં થઈ શકે? વૈદરાજે કહ્યું– જરૂર સ્વસ્થ થઈ શકશે. વૈદરાજે પંછના જે ભાગમાંથી એક વાળ કાઢયો હતો એ જ જગ્યા પર અન્ય કોઈ ઔષધિ લગાડી કે હાથી તરત જ સચેતન બની ગયો. વૈદરાજની વૈનાયિકી બુદ્ધિનો ચમત્કાર જોઈને રાજા ખૂબ ખુશ થયા અને વૈદરાજને સારો એવો પુરસ્કાર આપ્યો. (૧૧) રથિક અને (૧૨) ગણિકા – રથિક અર્થાત્ રથ ચલાવનારનું ઉદાહરણ તથા ગણિકા– વેશ્યાનું ઉદાહરણ સ્થૂલભદ્રની કથામાં આવે છે. આ બન્ને દષ્ટાંત વૈનયિકી બુદ્ધિના છે. (૧૩) શાટિકા તૂ તથા ડૉચઃ- તૃણ તથા ક્રૌંચ- કોઈ એક નગરમાં અત્યંત લોભી રાજા રાજ્ય કરતા હતા. તેના રાજકુમારો એક વિદ્વાન આચાર્ય પાસે શિક્ષા પ્રાપ્ત કરતા હતા. દરેક રાજકુમાર પોતાના પિતા કરતા ઉદાર અને વિનયવાન હતા તેથી આચાર્યે એ બધા શિષ્યોને ખૂબ જ ખંતથી અભ્યાસ કરાવ્યો.