________________
મતિજ્ઞાન
૧૩૫ |
રૂપિયા વગેરે બધી રકમ વસૂલ કરી લીધી પરંતુ તે શેઠાણીને ઓછું દેવા ઈચ્છતો હતો અને પોતાને વધારે રકમ જોઈતી હતી.
આ વાતની શેઠાણીને ખબર પડી એટલે બન્ને વચ્ચે વિવાદ શરૂ થયો. છેવટે ન્યાયાલયમાં એ વિવાદ પહોંચ્યો. ન્યાયાધીશે બન્નેની વાત સાંભળીને શેઠના મિત્રને હુકમ કર્યો કે તમે બધુ ધન અહીં લઈ આવો. પછી ન્યાયાધીશે તેના બે ઢગલા તૈયાર કરાવ્યા. એક ઢગલો મોટો બનાવ્યો અને બીજો ઢગલો નાનો બનાવ્યો. ત્યારબાદ ન્યાયાધીશે શેઠના મિત્રને પૂછયું- આ બે ઢગલામાંથી તમે કયો ઢગલો લેવા ઈચ્છો છો ? મિત્ર શેઠે તુરત જવાબ આપ્યો- હું મોટો ભાગ(ઢગલો) લેવા ઈચ્છું છું. ન્યાયાધીશે શેઠના મિત્રની વાતને પકડી લીધી અને કહ્યું – શેઠાણીએ તમને શું કહ્યું હતું? તમે જે ચાહો તે મને આપજો. શેઠાણીના શબ્દો પ્રમાણે તમે મોટા ઢગલાને ચાહો છો એ રકમ શેઠાણીને આપવામાં આવે છે અને નાનો ઢગલો તમારે લેવાનો છે. શેઠનો મિત્ર માથું કૂટતો નાનો ઢગલો લઈને ચુપચાપ ચાલ્યો ગયો. ન્યાયાધીશની
ત્પાતિકી બુદ્ધિનું આ ઉદાહરણ છે. (૨૭) શતસહસ – એક ગામમાં એક પરિવ્રાજક રહેતો હતો. તેની પાસે એક મોટું ચાંદીનું વાસણ હતું. એ વાસણનું નામ તેણે "ખોરક" રાખ્યું હતું. એ પરિવ્રાજક બહુ બુદ્ધિમાન હતો. તે જે કોઈ વાત એકવાર સાંભળે તે પોતાની કુશાગ્ર બુદ્ધિથી અક્ષરશઃ યાદ રાખતો હતો. પોતાની પ્રજ્ઞાના અભિમાનથી તેણે સર્વજનોની સમક્ષ પ્રતિજ્ઞા કરી કે જે વ્યક્તિ મને અશ્રુતપૂર્વ અર્થાતુ પહેલાં નહિ સાંભળેલી વાત સંભળાવશે તો, તેને હું મારું આ ચાંદીનું વાસણ આપી દઈશ.
પરિવ્રાજકની આ પ્રતિજ્ઞા સાંભળીને ચાંદીના વાસણના લોભે ઘણા માણસો તેની પાસે આવ્યા. તે દરેકે નવી નવી વાતો સંભળાવી પરંતુ આગંતુક જે વાત સંભળાવે તે પરિવ્રાજક અક્ષરશઃ અનુવાદ કરીને તે જ સમયે સંભળાવી દેતો અને કહેતો કે આ વાત મેં સાંભળી છે. જો મેં સાંભળી ન હોય તો હું તમને અક્ષરશઃ કેવી રીતે બતાવી શકું? લોકોમાં પ્રસિદ્ધિ થઈ કે આવી કુશાગ્ર બુદ્ધિ અમે કોઈનામાં જોઈ નથી. પરિવ્રાજકની બુદ્ધિની ચારે બાજુ પ્રશંસા થવા લાગી.
આ વાત એક સિદ્ધપુત્રે સાંભળી. તેણે કહ્યું– હું પરિવ્રાજકને એક વાત એવી કહીશ જે વાત તેણે ક્યારે ય પણ સાંભળી નહીં હોય. સિદ્ધપુત્રની વાત સાંભળીને રાજાએ પોતાના દરબારમાં સભાજનોને બોલાવ્યા. પરિવ્રાજકને પણ ત્યાં બોલાવ્યો. પરિવ્રાજકની સામે સિદ્ધપુત્રે વાત કરવાની શરૂઆત કરી.
तुज्झ पिया मह पिउणो, धारेइ अणूणगं सयसहस्सं ।
जइ सुयपुव्वं दिज्जउ, अह ण सुयं खोरयं देसु ॥ અર્થ :
તમારા પિતાને મારા પિતાએ પૂરા એક લાખ રૂપિયા આપ્યા હતા. જો આ વાત તમે પહેલા સાંભળી હોય તો તમારા પિતાનું એક લાખ રૂપિયાનું કરજ ચૂકવી દો અને જો વાત ન સાંભળી હોય તો