________________
૧૩૪ |
શ્રી નદી સૂત્ર
નિશ્ચિત કરેલી રાત્રિએ કલાચાર્યો અને સર્વે વિધાર્થીઓએ મંત્રોચ્ચારણ કરતાં કરતાં સૂકા છાણના પિંડોને નદીમાં રવાના કરી દીધા. એ પિંડાઓ નિશ્ચિત સ્થાન પર પહોંચ્યા એટલે કલાચાર્યના બંધુજનોએ તેને સુરક્ષિત રીતે કાઢીને પોતાના ઘરમાં રાખી દીધા.
થોડો સમય વ્યતીત થયા બાદ એક દિવસ કલાચાર્યે વિદ્યાર્થીઓને તથા તેના સંબંધીઓને કહ્યુંઆજે હું મારા ઘરે જવા માટે રવાના થાઉં છું. કલાચાર્યના શરીર પર ફક્ત એક જ વસ્ત્ર જોઈને વિદ્યાર્થીઓના અભિભાવકોએ વિચાર્યું કે તેમની પાસે કાંઈ છે નહીં માટે તેને લૂંટવા કે મારવા જેવું કાંઈ છે નહીં. કલાચાર્ય પોતાની ઔત્પાતિકી બુદ્ધિના પ્રભાવે સકુશળ પોતાના ઘરે પહોંચી ગયા. તેમણે ઘેર જઈને પેલા છાણના પિંડીનો ભૂકો કરીને જોયું તો પોતાનું ધન બરાબર નીકળ્યું. (૨૫) અર્થશાસ્ત્ર નીતિશાસ્ત્ર - એક વણિકને બે પત્ની હતી. એકને એક પુત્ર હતો અને બીજી સ્ત્રી વંધ્યા હતી. બન્ને માતાઓ પુત્રનું પાલન પોષણ બરાબર કરતી હતી. તેથી બાળકને ખબર ન હતી કે મારી સગી માતા કોણ છે? એકવાર વણિક પોતાની બન્ને પત્ની તથા બાળકને લઈને ભગવાન સુમતિનાથના નગરમાં ગયા પરંતુ ત્યાં ગયા પછી વણિકનું મૃત્યુ થઈ ગયું તેથી બન્ને પત્નીઓમાં સંપૂર્ણ ધન વૈભવ તથા પુત્ર માટે વિવાદ થવા લાગ્યો. કેમ કે જેનો પુત્ર હતો એ જ માતાનો સંપૂર્ણ વૈભવ તથા બાળક પર અધિકાર હતો પણ વંધ્યા તેને દેવા ઈચ્છતી નહતી. તેઓ બન્ને સ્ત્રીઓનો વિવાદ આગળ વધતાં વધતાં રાજ દરબારમાં પહોંચ્યો પણ કાંઈ ફેંસલો ન થયો પરંતુ એ વિવાદ મહારાણી સુમંગલાએ સાંભળ્યો. એ સમયે તે ગર્ભવતી હતી. તેણીએ બન્ને વણિક પત્નીઓને પોતાની પાસે બોલાવીને કહ્યું– થોડા સમય બાદ મારા ઉદરમાંથી પુત્રનો જન્મ થશે તે અમુક અશોક વૃક્ષની નીચે બેસીને તમારો વિવાદ દૂર કરશે. ત્યાં સુધી તમે બન્ને આનંદપૂર્વક અહીં રહો.
ભગવાન સુમતિનાથની માતા સુમંગલાની વાત સાંભળીને વણિકની વંધ્યા સ્ત્રીએ વિચાર્યું કે "હજુ તો મહારાણીએ પુત્રનો જન્મ પણ નથી આપ્યો, પુત્રનો જન્મ થશે પછી એ મોટો થશે. ત્યાં સુધી તો અહીં આનંદથી રહી શકાશે. પછી જે થશે તે જોઈશું." આમ વિચારીને તેણીએ તરત જ સુમંગલાની વાતનો સ્વીકાર કરી લીધો. તેની મુખાકૃતિ જોઈને મહારાણી સુમંગલાએ જાણી લીધું કે બાળકની માતા આ નથી. પછી તે વંધ્યા સ્ત્રીને તિરસ્કૃત કરીને ત્યાંથી કાઢી મૂકી અને બાળક અસલી માતાને સોંપી, તેણીને ગૃહસ્વામિની બનાવી દીધી. આ ઉદાહરણ માતા સુમંગલાદેવીની અર્થશાસ્ત્ર વિષયક ઔત્પાતિક બુદ્ધિનું છે.
(૨૬) ઈચ્છાયમહ - કોઈ એક નગરમાં એક શેઠ રહેતા હતા. અચાનક તેનું મૃત્યુ થયું, તેથી શેઠાણી બહુ પરેશાન થઈ ગઈ. કેમ કે શેઠ દ્વારા વ્યાજે આપેલી રકમ તે વસુલ કરી શકતી ન હતી. એકવાર તેણીએ શેઠના મિત્રને બોલાવીને કહ્યું- મહાનુભાવ ! કૃપા કરીને આપ શેઠે આપેલી વ્યાજ આદિની રકમ મને વસુલ કરી આપો. શેઠનો મિત્ર બહુ સ્વાર્થી હતો. તેણે કહ્યું હું શેઠનું ધન વસુલ કરી દઉં તો તમે મને કેટલું ધન આપશો? શેઠાણીએ કહ્યું- તમે જે ઈચ્છો તે મને આપજો. ત્યારબાદ શેઠના મિત્રે શેઠના