________________
મતિજ્ઞાન
[ ૧૦૯ ]
જાય, જનતા પર બહુ સુંદર પ્રભાવ પડે, રાજ્યમાં સન્માન મળે અને બુદ્ધિમાનોના પૂજ્ય બની જાય, એવી બુદ્ધિને ઔત્પાતિકી બુદ્ધિ કહે છે. (૨) વૈનાયિકી બતિ - માતાપિતા, ગુરુ, આચાર્ય આદિની વિનય ભક્તિ કરવાથી, ઉત્પન્ન થનાર બુદ્ધિને વૈનયિકી બુદ્ધિ કહે છે. (૩) કર્મજા બુદ્ધિ - શિલ્પ, હુન્નર, કલા, નિરંતર અભ્યાસ અને વિવિધ પ્રકારનાં કાર્યો કરવાથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય તે કર્મજા બુદ્ધિ કહે છે. (૪) પારિણામિકી બુદ્ધિ :- ચિરકાળ સુધી પૂર્વાપર પર્યાલોચનથી, પરિપક્વ ઉંમરના અનુભવથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય તેને પરિણામિકી બુદ્ધિ કહે છે.
શાસ્ત્રકારોએ અમૃતનિશ્રિત મતિજ્ઞાનનું ઉક્ત ચાર પ્રકારની બુદ્ધિ દ્વારા વર્ણન કરેલ છે, બુદ્ધિ આ ચાર પ્રકારની જ હોય છે. પાંચમો ભેદ હોતો નથી અર્થાતુ કોઈને પાંચમા પ્રકારની બુદ્ધિ હોતી નથી. ચાર પ્રકારમાં જ બધાની બુદ્ધિનો સમાવેશ થઈ જાય છે.
ઔત્પાતિકીબુદ્ધિ :| पुव्वमदिट्ठ-मस्सुय-मवेइय, तक्खणविसुद्धगहियत्था ।
अव्वाहय-फलजोगा, बुद्धी उप्पत्तिया णाम ॥ શબ્દાર્થ :- પુષ્ય ૬ = પહેલાં દેખ્યા વગર, સુયં = પહેલાં સાંભળ્યા વગર, વેફર્ચ = જાણ્યા વગર, ત = તત્કાળ, વિલુપ્તાહિયત્થા = પદાર્થના વિશુદ્ધ અર્થને અર્થાત્ અભિપ્રાયને ગ્રહણ કરનારી, અબ્રાદય-નનો = અવ્યાહત ફળ યોગ્ય, બાધારહિત પરિણામવાળી, વુક્કી = એવી બુદ્ધિ, ૩ખત્તિયાગામ = ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય છે. ભાવાર્થ :- જે બુદ્ધિ વડે પૂર્વે નહિ સાંભળેલ, નહિ દેખેલ અને નહિ જાણેલ પદાર્થના કે તત્ત્વના વિષયમાં તત્કાળ વિશુદ્ધ ભાવને ગ્રહણ કરનારી અને બાધારહિત સુંદર પરિણામવાળી બુદ્ધિ ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય છે. ઔત્પાતિકીબુદ્ધિના દષ્ટાંતો :
भरहसिल मिंढ कुक्कुड, तिल वालुय हत्थि अगड वणसंडे । पायस अइया पत्ते, खाडहिला पंचपियरो य ॥१॥ भरहसिल पणिय रुक्खे, खुड्डग पड सरड काय उच्चारे । गय घयण गोल खंभे, खुड्डग मग्गित्थि पइ पुत्ते ॥२॥