________________
૧૧૦
શ્રી નંદી સૂત્ર
महुसित्थ मुद्दि अंके, णाणए भिक्खु चेडगणिहाणे | सिक्खा य अत्थसत्थे, इच्छा य महं सयसहस्से ॥३॥
ભાવાર્થ :- (૧) ભરત (૨) શિલા (૩) ઘેટું (૪) કૂકડો (૫) તલ (૬) રેતી(૭) હાથી (૮) કૂવો (૯) વનખંડ (૧૦) ખીર (૧૧) અતિગ (૧૨) પાંદડા (૧૩) ખીલખોડી(ખિસકોલી) (૧૪) પાંચ પિતા.
(૧) ભરતશિલ (૨) કાકડી(પ્રતિજ્ઞા, શરત) (૩) વૃક્ષ (૪) વીંટી (૫) વસ્ત્ર (૬) કાકીડો (૭) કાગડા (૮) શૌચ(મલપરીક્ષા) (૯) હાથી (૧૦) ભાંડ (૧૧) ગોળી (૧૨) થાંભલો (૧૩) પરિવ્રાજક (૧૪) માર્ગ (૧૫) સ્ત્રી (૧૬) પતિ (૧૭) પુત્ર (૧૮) મધુછત્ર (૧૯) મુદ્રાઓ (૨૦) વાંસળી (૨૧) પૈસાની થેલી (૨૨) ભિક્ષુ (૨૩) ચેટકનિધાન (૨૪) શિક્ષા–ધનુર્વેદ (૨૫) અર્થશાસ્ત્ર—નીતિશાસ્ત્ર (૨૬) ઈચ્છામુજબ (૨૭) શતસહસ્ર (લાખ). આ ઔત્પાતિકી બુદ્ધિના દષ્ટાંતો છે.
વિવેચન :
અહીં ત્રણ ગાથાનો સંબંધ સાથે છે. પહેલી ગાથામાં ભરતપુત્ર રોહકની બુદ્ધિની ચૌદ કથાઓ છે. પછીની બે ગાથાઓમાં તે ચૌદને એક 'ભરહ–સિલ' શબ્દથી કહીને બીજી છવ્વીસ કથાઓના સંકેતનામ કહેલ છે. આમ કુલ ૪૦ દષ્ટાંતો થાય છે.
જે વ્યક્તિ કોઈ પણ મૂંઝવણનો ઉકેલ અને ગંભીર પ્રશ્નનું સમાધાન તત્કાળ કરી દે છે, તે વ્યક્તિ ઔત્પાતિકી બુદ્ધિવાળો કહેવાય છે. આ બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારે ય નહિ જાણેલ, ક્યારે ય નહિ જોયેલ, નહિ સાંભળેલ અને ક્યારે ય ન વિચારેલ વિષયમાં પણ તત્કાળ ઉકેલ કાઢી, સમાધાન આપી શકે છે. આ બુદ્ધિથી અશક્ય કે દુઃશક્ય લાગતાં કાર્યો પણ બહુ ઝડપથી સફળ થઈ જાય છે. કે
પૂર્વકાળમાં જેઓએ ઔત્પાતિકી બુદ્ધિ વડે મહત્વપૂર્ણ વાતોથી, અદ્ભુત કૃત્યોથી જનતાને પ્રભાવિત કરેલ છે, તે રાજા, બાદશાહ, મંત્રી, ન્યાયાધીશ, મહાપુરુષ, ગુરુ, શિષ્ય, કિસાન, પરિવ્રાજક, કલાકાર, બાલક, નર તેમજ નારીઓનું વર્ણન વિશેષ ઉલ્લેખનીય અને મનનીય હોય છે. તેઓનું વર્ણન ઈતિહાસ, કથાનક, દૃષ્ટાંત, ઉદાહરણ અને રૂપક આદિ રૂપે મળે છે.
એકાર્થક સરીખા લાગતા આ શબ્દોના ભાવમાં કંઈક અંતર હોય છે અને વ્યવહારમાં આ શબ્દો પર્યાયવાચી શબ્દના રૂપમાં વપરાતા જોવાય છે. વર્તમાનમાં આવા અનેક દષ્ટાંતો જોવા મળે છે, જે ઔત્પાતિકી, વૈનયિકી, કર્મજા અને પારિણામિકી બુદ્ધિથી સંબંધિત હોય છે પરંતુ અહીં સૂત્રગત દષ્ટાંતોનો જ ઉલ્લેખ કરવામાં આવે છે. ગાથાઓમાં તે દષ્ટાંતોના સંકેતરૂપે માત્ર નામ જ કહેલ છે. તેને જ વ્યાખ્યામાં સ્પષ્ટ કરેલ છે. તે આ પ્રમાણે છે–
(૧) ભરત :– ઉજ્જયિની નગરીની નિકટ એક નટલોકોનું ગામ હતું. તેમાં ભરત નામનો એક નટ રહેતો હતો. તેની ધર્મપત્નીનું કોઈ અસાધ્ય રોગથી મૃત્યુ થયું. તેને એક રોહક નામનો દીકરો હતો. તે બહુ જ