________________
[ ૧૦૮ ]
શ્રી નદી સૂત્ર
ચાર પ્રકારની બુદ્ધિ અશ્રુતનિશ્રિત આભિનિબોધિક(મતિ) જ્ઞાન :| ३ से किं तं आभिणिबोहियणाणं ? आभिणिबोहियणाणं दुविहं पण्णत्तं, तं जहा- सुयणिस्सियं च असुयणिस्सियं च ।
से किं तं असुयणिस्सियं ? असुयणिस्सियं चउव्विहं पण्णत्तं, तं जहाउप्पत्तिया वेणइया, कम्मया पारिणामिया ।
बुद्धी चउव्विहा वुत्ता, पंचमा णोवलब्भइ । શબ્દાર્થ – સુસિયં = કૃતનિશ્રિત, શ્રુતને આધારિત, અણુ == શ્રુતાધાર રહિત, અશ્રુતનિશ્રિત, ૩રયા = ઔત્પાતિકી, વેગવા = વનયકી, વમવા = કર્મજા અને, પરિણામ = પારિણામિકી, વુક્કી = બુદ્ધિ, વલ્વર = ચાર પ્રકારની, પુત્તા = કહેલ છે, પવમાં = પાંચમી, ગોવનભટ્ટ = ઉપલબ્ધ નથી, હોતી નથી. ભાવાર્થ :- પ્રશ્ન:- આભિનિબોધિક જ્ઞાનના કેટલા પ્રકાર છે?
ઉત્તર- આભિનિબોધિક જ્ઞાનના બે પ્રકાર છે, જેમ કે– (૧) શ્રુતનિશ્રિત (૨) અશ્રુતનિશ્રિત. પ્રશ્ન :- અશ્રુત નિશ્રિતના કેટલા પ્રકાર છે?
ઉત્તર- અશ્રુત નિશ્રિતના ચાર પ્રકાર છે, જેમ કે– (૧) ઔત્પાતિકી (૨) વૈયિકી (૩) કર્મજા (૪) પરિણામિકી.
આ ચાર પ્રકારની બુદ્ધિ શાસ્ત્રકારોએ બતાવી છે. પાંચમો ભેદ ઉપલબ્ધ નથી એટલે હોતો જ નથી. વિવેચન :
આ સૂત્રમાં આભિનિબોધિક જ્ઞાનના બે પ્રકારના કહ્યા છે. ૧. શ્રુતનિશ્રિત અને ૨. અશ્રુતનિશ્રિત. જે શ્રતજ્ઞાનથી સંબંધિત મતિજ્ઞાન છે તેને શ્રતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે અને જે તથાવિધ ક્ષયોપશમ ભાવથી ઉત્પન્ન થાય છે તેને અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહે છે. આ વિષયમાં ભાષ્યકાર લખે છે કે પહેલા શ્રુતનિશ્રિત મતિજ્ઞાનનું વર્ણન કરવું જોઈએ તો પણ સૂચીકટક ન્યાયથી અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનનું વર્ણન પહેલા કરેલ છે અર્થાત્ તે અલ્પતર છે માટે તેને પ્રથમ કહેલ છે. તેના ચાર ભેદ છે(૧) ઔત્પાતિકી બુદ્ધિ – (હાજર જવાબી બુદ્ધિ) ક્ષયોપશમ ભાવના કારણે શાસ્ત્ર અભ્યાસ વિના સહસા જેની ઉત્પત્તિ થાય, જેનાથી એટલી સુંદર યુક્તિ સુઝે કે તેના સમાધાનથી પ્રશ્રકારને સંતોષ થઈ