________________
મનિશાન
૧૦૭.
શ્રુતજ્ઞાન છે અને મિથ્યાદષ્ટિનું શ્રુત એ શ્રુતઅજ્ઞાન છે.
વિવેચન :
આ સૂત્રમાં સૂત્રકારે સામાન્ય, વિશેષ, જ્ઞાન, અજ્ઞાન અને સમ્યગુદષ્ટિ તેમજ મિથ્યાદષ્ટિ વિષે ઉલ્લેખ કરેલ છે, જેમ કે– સામાન્ય રૂપે મતિ શબ્દનો જ્ઞાન અને અજ્ઞાન બન્નેમાં પ્રયોગ કરેલ છે. સામાન્યનું આ લક્ષણ છે જેમ કે કોઈએ ફળ શબ્દ કહ્યો, ફળમાં દરેક ફળોનો સમાવેશ થાય છે. કોઈએ દ્રવ્ય શબ્દ કહ્યો તો દ્રવ્યમાં દરેક દ્રવ્યનો સમાવેશ થાય છે. કોઈએ મનુષ્ય શબ્દ કહ્યો તો મનુષ્યમાં દરેક મનુષ્યનો સમાવેશ થાય છે પરંતુ આમ્રફળ, જીવદ્રવ્ય, મુનિવર એમ કહેવાથી વિશેષનું ગ્રહણ થાય છે. એ જ રીતે સ્વામી વિના મતિ શબ્દ જ્ઞાન અને અજ્ઞાન બન્ને માટે પ્રયુક્ત થાય છે પરંતુ જ્યારે વિશેષરૂપે ગ્રહણ કરાય છે ત્યારે સમ્યગુદષ્ટિની મતિને મતિજ્ઞાન કહેવાય છે. મિથ્યાદષ્ટિની મતિને મતિ અજ્ઞાન કહેવાય છે. કેમ કે સમ્યગુદૃષ્ટિ સ્યાદ્વાદ, અનેકાંતવાદ, પ્રમાણ અને નયની અપેક્ષાએ પ્રત્યેક પદાર્થના સ્વરૂપનું નિરીક્ષણ કરીને સત્યાંશને ગ્રહણ કરે છે અને અસત્યાંશનો પરિત્યાગ કરે છે.
સમ્યગુદૃષ્ટિની મતિ આત્મોત્થાન અને પરોપકાર તરફ પ્રવૃત્ત હોય છે જ્યારે મિથ્યાદષ્ટિની મતિ અનંતધર્માત્મક વસ્તુમાં એક ધર્મના અસ્તિત્વનો સ્વીકાર કરે છે, શેષનો નિષેધ કરે છે અથવા કોઈનો સ્વીકાર કરે, કોઈનો નિષેધ કરે.
સામાન્યતયા શ્રત પણ જ્ઞાન અને અજ્ઞાન બન્ને પ્રકારનું હોય છે. વિશેષરૂપે જો શ્રતના સ્વામી સમ્યગ્દષ્ટિ હોય તો તેનું શ્રત, શ્રુતજ્ઞાન કહેવાય છે અને જો શ્રતના સ્વામી મિથ્યાદષ્ટિ હોય તો તેનું શ્રુત, શ્રુત અજ્ઞાન કહેવાય છે. સમ્યગૃષ્ટિનું શ્રુત આત્મકલ્યાણ અને પરોન્નતિમાં પ્રવૃત્ત હોય છે. મિથ્યાષ્ટિનું શ્રુત આત્મપતન અને પરાવનતિમાં પ્રવૃત્ત હોય છે. સમ્યગુદષ્ટિ પોતાના શ્રુતજ્ઞાન દ્વારા મિથ્યાશ્રુતને પણ સમ્યગુશ્રુત રૂપે પરિણત કરે છે અને મિથ્યાદષ્ટિ સમ્યગુશ્રુતને પણ મિથ્યાશ્રુત રૂપે પરિણત કરે છે. તે મિથ્યાશ્રુત દ્વારા સંસાર ચક્રમાં પરિભ્રમણ કરાવનારી સામગ્રીને એકઠી કરે છે.
સારાંશ એ છે કે જ્ઞાનનું ફળ અજ્ઞાનની નિવૃત્તિ છે. સમ્યગુદષ્ટિ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ તેમજ નિર્વાણ પદની પ્રાપ્તિ કરી શકે છે. સમ્યગુદષ્ટિ જીવની બુદ્ધિ અને તેનું શબ્દજ્ઞાન બન્ને માર્ગદર્શક હોય છે જ્યારે મિથ્યાદષ્ટિની મતિ અને તેનું શબ્દજ્ઞાન બન્ને વિવાદ, વિકથા, જીવનભ્રષ્ટ, પથભ્રષ્ટ તેમજ પતનનું કારણ બને છે તેમજ સ્વ અને પર બન્નેનું અહિત કરે છે.
પ્રશ્ન- જો મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન બન્ને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે તો બન્નેમાં સમ્યક અને મિથ્યાનો ભેદ કયા કારણથી કહેલ છે?
ઉત્તર- જ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ જ્ઞાન મિથ્યાત્વમોહનીયના ઉદયથી મિથ્યા બની જાય છે.