________________
૧૦ |
શ્રી નદી સૂત્ર
વિવેચન :
આ સૂત્રમાં પરોક્ષજ્ઞાન વિષે પૃચ્છા કરેલ છે. પરોક્ષ જ્ઞાનના બે ભેદ છે. (૧) આભિનિબોધિક જ્ઞાન અને (૨) શ્રુતજ્ઞાન, જ્યાં આભિનિબોધિક જ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન પણ હોય છે. આ બન્ને જ્ઞાન એક બીજાની સાથે રહે છે.
આ બન્ને જ્ઞાન અન્યોન્ય અનુગત(સાથે જ રહેનારા) છે છતાં આ બન્નેમાં સ્વરૂપની અપેક્ષાએ ભિન્નતા છે. પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠું મન, એના માધ્યમથી થનાર જ્ઞાનને પરોક્ષજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાનના બે ભેદ છે– અભિસન્મુખ રહેલા, નિનિશ્ચયપણે બોધ-જાણવું. ઈન્દ્રિય અને મનની સહાયતાથી સન્મુખ રહેલા પદાર્થોને નિશ્ચિતપણે જાણવા, તેને આભભિનિબોવિક જ્ઞાન કહે છે. મતિ શબ્દનો પ્રયોગ આગમમાં જ્ઞાન અને અજ્ઞાન બન્ને માટે કરેલ છે પરંતુ આભિનિબોધિક શબ્દનો પ્રયોગ ફક્ત જ્ઞાન માટે જ કરેલ છે. શબ્દ સાંભળીને વાચ્ય પદાર્થનું જે જ્ઞાન થાય છે તેને શ્રુતજ્ઞાન કહે છે. આ બન્નેનો પરસ્પર અવિનાભાવ સંબંધ છે અર્થાતુ એ બન્ને એકબીજા વગર રહી શકતા નથી. જેમ કે તૈજસ અને કાર્મણ શરીર સદા સાથે જ રહે છે.
પુષ્ય ને સુય, પ મ સુપુમ્બિયા :- શ્રુતજ્ઞાન મતિપૂર્વક હોય છે પરંતુ શ્રુતપૂર્વક મતિ હોતી નથી. જેમ વસ્ત્રમાં તાણા અને વાણા સાથે જ હોય છે તોપણ તાણાને પહેલા ગોઠવાય છે. તાણા વ્યવસ્થિત થાય પછી જ વાણા કામ લાગે છે. વસ્ત્રમાં જ્યાં તાણા હોય છે ત્યાં વાણા પણ હોય છે અને જ્યાં વાણા હોય છે ત્યાં તાણા પણ હોય જ છે. તાત્પર્ય એ છે કે લબ્ધિરૂપે મતિ અને શ્રુત બન્ને સહચર છે. ઉપયોગરૂપે પ્રથમ મતિજ્ઞાન છે. મતિપૂર્વક જ શ્રુતનો વ્યાપાર થાય છે. તાત્પર્ય એ છે કે શ્રુતજ્ઞાનની પ્રાપ્તિમાં કે ઉપયોગમાં મતિની આવશ્યકતા હોય છે અર્થાતુ મતિજ્ઞાનની સહાયતા જરૂરી છે, જ્યારે મતિજ્ઞાનના ઉપયોગમાં શ્રુતજ્ઞાનની સહાયકતા હોવી જરૂરી નથી.
મતિ અને શ્રુતના બે રૂપ :| २ अविसेसिया मई मइणाणं च मइअण्णाणं च । विसेसिया सम्मदिट्ठिस्स मई मइणाणं, मिच्छदिट्ठिस्स मई मइअण्णाणं । अविसेसियं सुयं सुयणाणं च सुयअण्णाणं च । विसेसियं सुयं सम्मदिट्ठिस्स सुयं सुयणाणं, मिच्छदिट्ठिस्स सुयं सुयअण्णाणं। શબ્દાર્થ – અવસિ મ = સામાન્ય રૂપે મતિ, વિજેસિકા = વિશેષરૂપે, સમ્માફિક્સ = સમ્યગુર્દષ્ટિની, મચ્છવાસ = મિથ્યાષ્ટિની મતિ. ભાવાર્થ :- વિશેષતા રહિત સામાન્ય રૂપે મતિ–મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન બન્ને પ્રકારે છે પરંતુ વિશેષરૂપે સમ્યગુદષ્ટિની મતિ તે મતિજ્ઞાન અને મિથ્યાદષ્ટિની મતિ તે મતિ અજ્ઞાન છે. એ જ રીતે વિશેષતા રહિત શ્રુત-શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન બન્ને પ્રકારે છે. વિશેષતા પ્રાપ્ત સમ્યગૃષ્ટિનું શ્રુત એ