________________
કેવળજ્ઞાન
(૯) શાનદાર:- મતિ-શ્રુત જ્ઞાનપૂર્વક કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થનારનું અંતર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણનું છે. મતિ, શ્રુત અને અવધિજ્ઞાનથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થનારાનું અંતર વર્ષથી કંઈક અધિક હોય છે. મતિ, શ્રત મન:પર્યવ જ્ઞાનથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થયેલાનું ઉત્કૃષ્ટ અંતર સંખ્યાતા (હજારો) વર્ષનું જાણવું. (૧૦) અવગાહનાકાર :- અસત્ કલ્પનાથી ૧૪ રન્નુ પ્રમાણ લોકને ઘન બનાવવામાં આવે તો ૭ રજ્જુ પ્રમાણ બને છે તેમાંથી એક પ્રદેશની શ્રેણી સાત રાજુ લાંબી છે. તેના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશ પ્રદેશ છે તેમાંથી એક એક સમયમાં એક એક આકાશ પ્રદેશનું અપહરણ કરે તો તેને જેટલો કાળ લાગે એટલું ઉત્કૃષ્ટ અવગાહના- વાળાનું ઉત્કૃષ્ટ અંતર હોય છે. મધ્યમ અવગાહનાવાળાનું ઉત્કૃષ્ટ અંતર એક વર્ષથી કંઈક અધિક છે. જઘન્ય અંતર સર્વસ્થાનોમાં એક સમયનું છે. (૧૧) ઉ દ્ધાર:- સમ્યગુદર્શનથી કે ચારિત્રથી પતિત થયા વિના જ સિદ્ધ થાય છે તેવા અપ્રતિપાતી સિદ્ધોનું અંતર સાગરોપમનો અસંખ્યાતમો ભાગ, સંખ્યાત કાળ અને અસંખ્યાતકાળના પ્રતિપાતી થયેલા સિદ્ધોનું અંતર ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષનું તથા અનંતકાળના પ્રતિપાતી થયેલા સિદ્ધોનું અંતર ૧ વર્ષથી કિંઈક અધિક છે. જઘન્ય અંતર સર્વ સ્થાનોમાં એક સમયનું છે. (૧ર) અનુસમયદ્વાર - બે સમયથી લઈને આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે. (૧૩) ગણનાહાર - એક અથવા અનેક સિદ્ધોનું અંતર ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષનું છે. (૧૪) અલ્પબહુવૈદ્ધાર – પૂર્વવત્ જાણવો. (૭) ભાવઢાર –
ભાવ છ છે. ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક, પારિણામિક અને સન્નિપાતિક. ક્ષાયિકભાવથી જ સર્વે જીવો સિદ્ધ થાય છે.
આ દ્વારમાં ૧૫ ઉપધારોનું વિવરણ પૂર્વવત્ જાણવું. (૮) અલ્પબહત્વતાર:
ઉર્ધ્વલોકથી સર્વથી થોડા ૪ સિદ્ધ થાય છે. અકર્મભૂમિના ક્ષેત્રોમાં ૧૦ સિદ્ધ થાય છે, માટે તે તેનાથી સંખ્યાત ગુણા છે. સ્ત્રી આદિથી (પૃથક્ પૃથક વિજયોમાં અને અધોલોકમાં) ૨૦ સિદ્ધ થાય છે માટે તે તેનાથી સંખ્યાતણા છે. તિર્યશ્લોકમાંથી ૧૦૦ સિદ્ધ થાય છે તે માટે તે તેનાથી સંખ્યાતગુણા અધિક છે. અનંતર સિદ્ધ કેવળજ્ઞાન :| ३ से किं तं अणंतरसिद्धकेवलणाणं ? अणंतरसिद्धकेवलणाणं