________________
[ ૯૮]
શ્રી નદી સૂત્ર पण्णरसविहं पण्णत्तं, तं जहा- तित्थसिद्धा, अतित्थसिद्धा, तित्थयरसिद्धा, अतित्थरयरसिद्धा, सयंबुद्धसिद्धा, पत्तेयबुद्धसिद्धा, बुद्धबोहियसिद्धा, इथिलिंगसिद्धा, पुरिसलिंगसिद्धा, णपुंसगलिंगसिद्धा, सलिंगसिद्धा, अण्णलिंगसिद्धा, गिहिलिंगसिद्धा, एगसिद्धा, अणेगसिद्धा । से त्तं अणंतर સિવિતાd I. ભાવાર્થ :- પ્રશ્ન- અનંતર સિદ્ધ કેવળજ્ઞાનના કેટલા ભેદ છે?
ઉત્તર- અનંતર સિદ્ધ કેવળજ્ઞાનના પંદર ભેદ છે, જેમ કે- (૧) તીર્થસિદ્ધ (૨) અતીર્થસિદ્ધ (૩) તીર્થંકરસિદ્ધ (૪) અતીર્થકરસિદ્ધ (૫) સ્વયંબુદ્ધસિદ્ધ () પ્રત્યેકબુદ્ધસિદ્ધ (૭) બુદ્ધબોધિતસિદ્ધ (૮)
સ્ત્રીલિંગસિદ્ધ (૯) પુરુષલિંગસિદ્ધ (૧૦) નપુંસકલિંગસિદ્ધ (૧૧) સ્વલિંગસિદ્ધ (૧૨) અન્યલિંગસિદ્ધ (૧૩) ગૃહસ્થલિંગસિદ્ધ (૧૪) એકસિદ્ધ (૧૫) અનેકસિદ્ધ. આ રીતે અનંતરસિદ્ધ કેવળજ્ઞાનના પંદર પ્રકાર છે.
વિવેચન :
જે આત્માઓને સિદ્ધ થયાને એક જ સમય થયો હોય તેને અનંતર સિદ્ધ કહેવાય છે– અનંતરસિદ્ધ કેવળજ્ઞાનીના પૂર્વ ભાવની અપેક્ષાએ પંદર પ્રકાર છે.
(૧) તીર્થસિદ્ધઃ- જેના દ્વારા સંસાર તરી શકાય તેને તીર્થ કહેવાય છે. ચતુર્વિધ શ્રી સંઘનું નામ તીર્થ છે. તીર્થની સ્થાપના થયા પછી જે સિદ્ધ થાય છે, તેને તીર્થસિદ્ધ કહે છે. તીર્થની સ્થાપના તીર્થકર કરે છે.
(૨) અતીર્થસિદ્ધ :- તીર્થની સ્થાપના થયા પહેલાં અથવા તીર્થ વ્યવચ્છેદ થયા પછી, જે સિદ્ધ ગતિ પ્રાપ્ત કરે છે તેને અતીર્થ સિદ્ધ કહેવાય છે. જેમ કે- માતા મરુદેવીએ તીર્થની સ્થાપના થયા પહેલાં સિદ્ધગતિ પ્રાપ્ત કરી હતી. ભગવાન સુવિધિનાથથી લઈને શાંતિનાથ ભગવાનના શાસન સુધી વચ્ચેના આઠ તીર્થકરોના સાત અંતરોમાં તીર્થનો વ્યવચ્છેદ થયો હતો. તે સમયે જાતિ સ્મરણ આદિ જ્ઞાનથી જે સિદ્ધ થાય તેને પણ અતીર્થ સિદ્ધ કહે છે.
(૩) તીર્થંકરસિહ - જે તીર્થંકર પદ પ્રાપ્ત કરીને સિદ્ધ થાય છે તેને તીર્થકર સિદ્ધ કહેવાય છે.
(૪) અતીર્થંકરસિદ્ધ – તીર્થકર સિવાય અન્ય કેટલા લૌકિક પદવીધર, ચક્રવર્તી, બળદેવ, માંડલિક, સમ્રાટ અને લોકોત્તર આચાર્ય, ઉપાધ્યાય, ગણધર, અંતકૃત કેવળી અને સામાન્ય કેવળી થઈને જે જે સિદ્ધ થયા છે તેને અતીર્થકર સિદ્ધ કહે છે.
(૫) સ્વયંબદ્ધસિદ્ધ:- જે બાહ્ય નિમિત્ત વિના, કોઈનો ઉપદેશ અથવા પ્રવચન સાંભળ્યા વિના જ જાતિસ્મરણજ્ઞાન, અવધિજ્ઞાન દ્વારા સ્વયં વિષય કષાયથી વિરક્ત થઈ જાય, તેને સ્વયંબુદ્ધ કહે છે અર્થાત્ જે સ્વયં બોધ પ્રાપ્ત કરે છે તેને સ્વયંબુદ્ધ કહેવાય છે. જે સ્વયંબુદ્ધ થઈને સિદ્ધ થાય તે સ્વયંબુદ્ધ સિદ્ધ