________________
[ ૯૬]
શ્રી નદી સૂત્ર
સાગરોપમનો હોય છે. આ રીતે સર્વ મળીને ૧૮ ક્રોડાક્રોડી સાગરોપમ થાય છે. એમાં ઉત્સર્પિણી કાળના ચોથા આરાની આદિમાં ૨૪મા તીર્થંકરનું શાસન સંખ્યાત કાળ સુધી ચાલે છે ત્યાર પછી વિચ્છેદ જાય છે. અવસર્પિણીકાળના ત્રીજા આરાના અંતિમ ભાગમાં પહેલા તીર્થકરનો જન્મ થાય છે. તેનું શાસન ત્રીજા આરામાં એક લાખ પૂર્વ સુધી ચાલે છે. આ રીતે અઢાર ક્રોડાકોડીથી કંઈક ન્યૂન કહેલ છે. તે શાસનમાંથી સિદ્ધ થઈ શકે છે. તેનો વ્યવચ્છેદ થવા પર તે ક્ષેત્રમાં જેનો જન્મ થયો હોય તે પણ સિદ્ધ થઈ ન શકે. સંહરણની અપેક્ષાએ બધા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ અંતર સંખ્યાત હજાર વર્ષનું છે.
(૩) ગતિવાર - નરકગતિમાંથી નીકળેલા સિદ્ધ થાય, તો તેનું ઉત્કૃષ્ટ અંતર અનેક હજાર વર્ષ, તિર્યંચગતિમાંથી નીકળેલા સિદ્ધ થાય તો તેનું ઉત્કૃષ્ટ અંતર અનેક 100 વર્ષનું, તિર્યંચાણી અને સૌધર્મ તથા ઈશાન દેવલોકના દેવો છોડીને શેષ સર્વ દેવોથી અને દેવી, મનુષ્ય, મનુષ્યાણી, તિર્યંચાણીથી આવેલા સિદ્ધોનું અંતર ઉત્કૃષ્ટ ૧ વર્ષથી કંઈક અધિક હોય છે. પૃથ્વી, પાણી, વનસ્પતિ, સૌધર્મ–ઈશાન દેવલોકના દેવ અને બીજી નરકભૂમિમાંથી નીકળેલા સિદ્ધોનું ઉત્કૃષ્ટ અંતર સંખ્યાત હજાર વર્ષનું હોય છે. સર્વ સ્થાનોમાં જઘન્ય એક સમયનું અંતર જાણવું જોઈએ.
(૪) વેદવાર :- પુરુષવેદીથી અવેદી થઈને સિદ્ધ થયેલનો ઉત્કૃષ્ટ વિરહ એક વર્ષથી કંઈક અધિક, સ્ત્રીવેદી અને નપુંસકવેદીથી અવેદી થઈને સિદ્ધ થનારનો ઉત્કૃષ્ટ વિરહ સંખ્યાત હજાર વર્ષનો છે. પુરુષ મરીને ફરી પુરુષ બને તેની સિદ્ધિ પ્રાપ્તિનું ઉત્કૃષ્ટ અંતર એક વર્ષથી કંઈક અધિક છે. શેષ આઠ ભંગોના પ્રત્યેક ભંગમાં સંખ્યાત હજાર વર્ષનું અંતર છે. પ્રત્યેક બુદ્ધનું પણ એટલું જ અંતર હોય છે. જઘન્ય અંતર સર્વ સ્થાનોમાં એક સમયનું છે.
(૫) તીર્થંકરદ્વાર - તીર્થંકરપણે સિદ્ધ થનારા જીવોનું ઉત્કૃષ્ટ અંતર અનેક હજાર પૂર્વ અને સ્ત્રી તીર્થકરનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાળ, અતીર્થકરોનો ઉત્કૃષ્ટ વિરહ એક વર્ષથી કંઈક અધિક, નોતીર્થસિદ્ધો(પ્રત્યેક બુદ્ધ)નું અંતર સંખ્યાત હજાર વર્ષનું અને જઘન્ય દરેકનો એક સમય વિરહ પડે છે.
() લિંગદ્વાર - સ્વલિંગી સિદ્ધ થનારનું જઘન્ય અંતર એક સમય, ઉત્કૃષ્ટ એક વર્ષથી કંઈક અધિક, અન્યલિંગી અને ગૃહલિંગીનું ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષનું અંતર પડે છે.
(૭) ચારિત્રદ્વાર - પૂર્વભાવની અપેક્ષાથી સામાયિક, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચારિત્રનું પાલન કરીને સિદ્ધ થનારનું પડે તો એક વર્ષથી કંઈક અધિક કાળનું. છેદોપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ ચારિત્રનું ૧૮ ક્રોડાકોડી સાગરોપમથી કંઈક અધિક અંતર પડે છે. આ બન્ને ચારિત્ર ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને અંતિમ તીર્થકરના સમયમાં હોય છે.
(૮) બુદ્ધહાર - બુદ્ધબોધિત થયેલ સિદ્ધોનું અંતર ઉત્કૃષ્ટ એક વર્ષથી કંઈક અધિક અંતર પડે છે. પ્રત્યેક બુદ્ધ તથા સાધ્વીથી પ્રતિબોધિત થયેલ સિદ્ધોનું અંતર સંખ્યાત હજાર વર્ષનું અને સ્વયંબુદ્ધનું અનેક હજાર પૂર્વનું અંતર હોય છે.