________________
કેવળદાન
૯૫
(૫) તીર્થતાર – કોઈ પણ તીર્થંકરના શાસનમાં ઉત્કૃષ્ટ આઠ સમય સુધી અને પુરુષ તીર્થંકર તથા સ્ત્રી તીર્થંકર નિરંતર બે સમય સુધી સિદ્ધ થઈ શકે છે, અધિક નહિ.
(૬) લિંગદ્વાર :- સ્વલિંગમાં આઠ સમય સુધી, અન્ય લિંગમાં ચાર સમય સુધી, ગૃહલિંગમાં નિરંતર બે સમય સુધી સિદ્ધ થાય છે.
(૭) ચારિત્રદ્વાર :– જેઓએ ક્રમશઃ પાંચે ચારિત્રનું પાલન કર્યું હોય તેઓ ચાર સમય સુધી, શેષ ત્રણ અથવા ચાર ચારિત્રધારી ઉત્કૃષ્ટ આઠ સમય સુધી લગાતાર સિદ્ધ થઈ શકે છે.
(૮) બુદ્ધદ્વાર :– બુદ્ધોધિત આઠ સમય સુધી, સ્વયંબુદ્ધ બે સમય સુધી, સામાન્ય સાધુ અથવા સાધ્વી દ્વારા પ્રતિબુદ્ઘ થયેલ ચાર સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે.
(૯) શાનદ્વાર :– પ્રથમ બે જ્ઞાનથી(મતિ શ્રુત) કેવળી થયેલ બે સમય સુધી; મતિ, શ્રુત અને મનઃ પર્યવજ્ઞાનથી કેવળી થયેલ ચાર સમય સુધી તથા મતિ, શ્રુત, અવધિજ્ઞાનથી અને ચારે જ્ઞાનપૂર્વક કેવળી થયેલ આઠ સમય સુધી સિદ્ધ થાય છે.
(૧૦) અવગાહનાદ્વાર ઃ– ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બે સમય સુધી, મધ્યમ અવગાહનાવાળા નિરંતર આઠ સમય સુધી, જઘન્ય અવગાહનાવાળા બે સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે.
(૧૧) ઉત્કૃષ્ટદ્વાર ઃ– :– અપ્રતિપાતિ સમ્યક્ત્વી બે સમય સુધી, સંખ્યાત અને અસંખ્યાત કાળ સુધીના પ્રતિપાતિ ઉત્કૃષ્ટ ચાર સમય સુધી, અનંતકાળ પ્રતિપાતિ સમ્યક્ત્વી ઉત્કૃષ્ટ આઠ સમય સુધી સિદ્ધ થઈ શકે છે.
નોંધઃ- શેષ ચાર ઉપકાર ઘટિત થતા નથી.
(૬) અંતરદ્વાર :
જેટલા સમય સુધી એક પણ જીવ સિદ્ધ ન થાય એટલા સમયના અંતરાલ કાળને વિરહકાળ કહેવાય છે. એ વિરહકાળ અહીં વિભિન્ન તારોથી બતાવેલ છે.
(૧) શેત્રદ્વાર :– સમુચ્ચય અઢીદ્વીપમાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ સુધી વિરહ પડે છે. જંબૂઢીપના મહાવિદેહ ક્ષેત્ર અને ધાતકીખંડના મહાવિદેહમાં ઉત્કૃષ્ટ પૃથ – અનેક વર્ષનો, પુષ્કરાá દ્વીપમાં એક વર્ષથી કંઈક અધિક કાળ સુધીનો વિરહ પડે છે.
(૨) કાળદ્વાર – જન્મની અપેક્ષાએ પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્ર ૧૮ ક્રોડાકોડી સાગરોપમથી કંઈક ન્યૂન સમયનું અંતર પડે છે કારણ કે ઉત્સર્પિણી કાળનો ચોથો આરો બે ક્રોડાકોડી સાગરોપમ, પાંચમો આરો ત્રણ ક્રોડાકોડી સાગરોપમ, છઠ્ઠો આરો ચાર ક્રોડાકોડી સાગરોપમનો હોય છે. અવસર્પિણી કાળનો પહેલો આરો ચાર ક્રોડાકોડી સાગરોપમ, બીજો આરો ત્રણ અને ત્રીજો આરો બે કોડાકોડી