________________
[ ૯૪_|
શ્રી નદી સૂત્ર
(૧૪) સંખ્યાહાર - એક સમયમાં જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય છે. (૧૫) અલ્પબદુત્વવાર – પૂર્વોક્ત પ્રમાણે જાણવો. (૩) ક્ષેત્રવાર –
માનુષોત્તર પર્વત જે કંડલાકારે છે તેની અંતર્ગત અઢીદ્વીપ, લવણ સમુદ્ર અને કાલોદધિ સમુદ્ર છે. કોઈ પણ જીવ સિદ્ધ થાય છે તે ઉપર્યુક્ત દ્વીપ અને સમુદ્રથી જ થાય છે. અઢીદ્વીપની બહાર જંઘાચરણ અને વિદ્યાચારણ લબ્ધિથી જઈ શકાય છે પરંતુ ત્યાં રહેનાર જીવ ક્ષપકશ્રેણીમાં આરૂઢ થઈ શકતા નથી. ક્ષપકશ્રેણી વિના કેવળજ્ઞાન થઈ શકે નહીં અને કેવળજ્ઞાન વિના સિદ્ધગતિ પ્રાપ્ત થાય નહીં. અહીં પણ પંદર ઉપદ્વાર પૂર્વવત્ જાણવા.
(૪) સ્પર્શનાદ્વાર –
જે કોઈ સિદ્ધ થયા છે, થઈ રહ્યા છે અને ભવિષ્યમાં થશે તે દરેક આત્મપ્રદેશોથી પરસ્પર મળેલા છે. જ્યાં એક છે ત્યાં અનંત છે. પ્રદેશોથી તે એકબીજા સાથે રહે છે.
જેમ હજારો અને લાખો દીવાનો પ્રકાશ એકીભૂત હોવા છતાં એક બીજાને બાધારૂપ થતો નથી એ જ રીતે સિદ્ધોના વિષયમાં પણ સમજવું. અહીં પણ પંદર ઉપદ્વાર પૂર્વવત્ જાણવા.
(૫) કાલદ્વાર :
જે ક્ષેત્રોથી એક સમયમાં ૧૦૮ સિદ્ધ થાય છે ત્યાં અંતર રહિત આઠ સમય સુધી સિદ્ધ થાય છે. જે ક્ષેત્રમાં ૧૦ અથવા ૨૦ સિદ્ધ થાય છે ત્યાં ચાર સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે. જે ક્ષેત્રમાં ૨, ૩, ૪ સિદ્ધ થાય છે ત્યાં બે સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે. ક્ષેત્રાદિ ઉપદ્વારથી વર્ણન આ પ્રમાણે છે. (૧) ક્ષેત્રદ્વાર - એક સમયમાં ૧૫ કર્મભૂમિમાં ૧૦૮ ઉત્કૃષ્ટ સિદ્ધ થઈ શકે છે. ત્યાં અંતર રહિત આઠ સમય સુધી સિદ્ધ થાય છે. અકર્મભૂમિ તથા અધોલોકમાં ચાર સમય સુધી, નંદનવન, પંડકવન અને લવણ સમુદ્રમાં નિરંતર બે સમય સુધી અને ઊર્ધ્વલોકમાં નિરંતર ચાર સમય સુધી સિદ્ધ થઈ શકે છે.
(ર) કાળધાર :- પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સર્પિણીના ત્રીજા અને ચોથા આરામાં નિરંતર આઠ સમય સુધી અને શેષ આરામાં ચાર-ચાર સમય સુધી નિરંતર સિદ્ધ થઈ શકે છે.
(૩) ગતિકાર :- દેવગતિથી આવેલા જીવો ઉત્કૃષ્ટ આઠ સમય સુધી અને શેષ ત્રણ ગતિમાંથી આવેલા ચાર–ચાર સમય સુધી નિરંતર સિદ્ધ થઈ શકે છે.
(૪) વેદદ્વારઃ-જે પૂર્વ જન્મમાં પુરુષ હતા અને આ જન્મમાં પણ પુરુષ હોય તે ઉત્કૃષ્ટ આઠ સમય સુધી અને શેષ ભાંગાવાળા ચાર સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે.