________________
કેવળજ્ઞાન
(૪) વેદાર - એક સમયમાં સ્ત્રીવેદી ૨૦, પુરુષવેદી ૧૦૮ અને નપુંસકવેદી ૧૦ સિદ્ધ થાય છે. પુરુષ મરીને પુરુષ બને તો ૧૦૮ સિદ્ધ થાય છે. એટલે કે દેવ પુરુષથી આવેલા પુરુષ સિદ્ધ થાય તો ૧૦૮સિદ્ધ થાય છે. (૫) તીર્થંકરદ્વાર – પુરુષ તીર્થકર એક સમયમાં ચાર, સ્ત્રી તીર્થકર એક સમયમાં બે સિદ્ધ થાય છે. () બુદ્ધદ્વાર - એક સમયમાં પ્રત્યેક બુદ્ધ ૧૦, સ્વયંબુદ્ધ ૪, બુદ્ધબોધિત ૧૦૮ સિદ્ધ થાય છે. (૭) લિંગદ્વાર - એક સમયમાં ગૃહલિંગી ૪, અન્યલિંગી ૧૦, સ્વલિંગી ૧૦૮ સિદ્ધ થાય છે. (૮) ચારિત્રકાર :- સામાયિક ચારિત્રની સાથે સૂક્ષ્મ સંપરાય તથા યથાખ્યાત ચારિત્રનું પાલન કરનાર એક સમયમાં ૧૦૮, છેદોષસ્થાનીય સાથે ચાર ચારિત્રનું પાલન કરનાર પણ ૧૦૮ અને પાંચે ચારિત્રનું પાલન કરનારા એક સમયમાં ૧૦ સિદ્ધ થાય છે. (૯) શાનદ્વાર - પૂર્વભાવની અપેક્ષાએ મતિ અને શ્રુતજ્ઞાની ઉત્કૃષ્ટ ચાર; મતિ, શ્રુત અને મન:પર્યવજ્ઞાની દસ; મતિ, શ્રત અને અવધિજ્ઞાની તથા ચાર જ્ઞાનના સ્વામી ૧૦૮ સિદ્ધ થાય છે.
(૧૦) અવગાહનાવાર - એક સમયમાં જઘન્ય અવગાહના ધારણ કરનાર ઉત્કૃષ્ટ ૪, મધ્યમ અવગાહનાધારી ઉત્કૃષ્ટ ૧૦૮ અને ઉત્કૃષ્ટ અવગાહનાધારી બે સિદ્ધ થાય છે.
(૧૧) ઉત્કૃષ્ટદ્વાર – અનંતકાળના પ્રતિપાતિ જો ફરી સમ્યકત્વ પ્રાપ્ત કરે તો એક સમયમાં એકસો આઠ; અસંખ્યાતકાળ અને સંખ્યાતકાળના પ્રતિપાતી એક સમયમાં દસ-દસ સિદ્ધ થાય. અપ્રતિપાતિ સમ્યકત્વી ચાર સિદ્ધ થાય છે.
(૧૨) અંતરદ્વાર :- એક સમયનું અંતર પામીને અથવા બે સમય, ત્રણ સમય અને ચાર સમયનું અંતર પામીને સિદ્ધ થાય છે.
(૧૩) અનુસમયદ્વાર – જો આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થતાં જ રહે તો પહેલા સમયમાં જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ બત્રીસ; આ જ ક્રમથી બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા સમયમાં સમજવું. ત્યારપછી નવમાં સમયમાં અવશ્ય અંતર પડે. જો ૩૩ થી લઈને ૪૮ પર્યત નિરંતર સિદ્ધ થાય તો સાત સમય પર્યત જ સિદ્ધ થાય, આઠમા સમયમાં અવશ્ય અંતર પડે છે. જો ૪૯ થી લઈને 60 પર્યત નિરંતર સિદ્ધ થાય તો છ સમય સુધી સિદ્ધ થાય છે. સાતમા સમયમાં અંતર પડે છે. જો ૧ થી લઈને ૭ર પર્યત નિરંતર સિદ્ધ થાય તો ઉત્કૃષ્ટ પાંચ સમય સુધી જ સિદ્ધ થાય છે, પછી અવશ્ય વિરહ પડે છે. જો ૭૨ થી લઈને ૮૪ પર્યત સિદ્ધ થાય તો ચાર સમય સુધી સિદ્ધ થઈ શકે છે, પાંચમા સમયમાં અવશ્ય અંતર પડે છે. જો ૮૫ થી લઈને ૯૬ સુધી સિદ્ધ થાય તો ત્રણ સમય સુધી સિદ્ધ થઈ શકે છે પછી અવશ્ય અંતર પડે. જો ૯૭ થી લઈને ૧૦૨ સિદ્ધ થાય તો બે સમય સુધી સિદ્ધ થઈ શકે છે પછી અવશ્ય અંતર પડે છે. જો પહેલા સમયમાં જ ૧૦૩ થી ૧૦૦ સિદ્ધ થાય તો બીજા સમયમાં અવશ્ય અંતર પડે છે.