________________
| ૯૨ |
શ્રી નંદી સૂત્ર
(૧૨) અંતરદ્વાર - લોકમાં સિદ્ધ થવાનો વિરહકાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ છે. ઉત્કૃષ્ટ છ માસ પછી અવશ્ય કોઈને કોઈ સિદ્ધ જીવ થાય જ છે. (૧૩) અનુસમયકાર :- નિરંતર સિદ્ધ થવાનો સમય જઘન્ય બે સમય સુધી અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધીનો છે. બે સમય કે આઠ સમય સુધી લગાતાર સિદ્ધ થતા જ રહે છે, આઠ સમય પછી અવશ્ય અંતર પડે છે.
(૧૪) સંખ્યાકાર:- જઘન્ય એક સમયમાં એક અને ઉત્કૃષ્ટ એકસોને આઠ સિદ્ધ થાય છે તેનાથી અધિક સિદ્ધ એક સમયમાં થાય નહીં.
(૧૫) અલ્પબહત્વદ્વાર - એક સમયમાં બે, ત્રણ સાદિ સિદ્ધ થનારા સ્વલ્પ જીવ હોય છે. એક એક સિદ્ધ થનારા તેનાથી સંખ્યાતગણા અધિક છે.
(૨) દ્રવ્યદ્વાર :(૧) ક્ષેત્રદ્વાર – ઊર્ધ્વલોકમાં ઉત્કૃષ્ટ એક સમયમાં ચાર સિદ્ધ થાય છે– નિષધપર્વત, મેરુ પર્વત આદિના શિખર અને નંદનવનમાંથી ચાર, નદીનાળામાંથી ત્રણ, સમુદ્રમાં બે, પંડકવનમાં બે, ત્રીસ અકર્મભૂમિના ક્ષેત્રોમાંથી પ્રત્યેકમાં દસ-દસ(સંહરણની અપેક્ષાએ) સિદ્ધ થાય. પ્રત્યેક વિજયમાં ઉત્કૃષ્ટ ૨૦, પંદર કર્મભૂમિના ક્ષેત્રોમાં એક સમયમાં ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થઈ શકે છે. ઉપર્યુક્ત દરેક ક્ષેત્રોમાં જઘન્ય એક સિદ્ધ થાય છે. (૨) કાળધાર – અવસર્પિણી કાળના ત્રીજા અને ચોથા આરામાં એક સમયમાં અલગ અલગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ ૧૦૮, પાંચમા આરામાં ૨૦ સિદ્ધ થાય છે, તેનાથી અધિક નહીં. ઉત્સર્પિણીકાળના ત્રીજા અને ચોથા આરામાં પણ ૧૦૮ સિદ્ધ થાય છે. શેષ આરામાં સંહરણની અપેક્ષાએ એક સમયમાં દસ-દસ સિદ્ધ થાય છે.
(૩) ગતિકાર :- પહેલી ત્રણ નરકમાંથી નીકળેલા દશ જીવો. ચોથી નકરમાંથી નીકળેલા ચાર જીવો એક સમયમાં સિદ્ધ થાય છે.
તિર્યચ–ગતિમાં પૃથ્વીકાય અને અપ્લાયથી નીકળેલા ચાર જીવો, વનસ્પતિકાયથી નીકળેલા છ જીવો, સંજ્ઞી તિર્યંચ તથા તિર્યંચાણીથી નીકળેલા દશ જીવો, એક સમયમાં સિદ્ધ થાય છે.
ગર્ભજ મનુષ્યમાંથી નીકળેલા દશ જીવો અને મનુષ્યાણીથી નીકળેલા વીસ જીવો એક સમયમાં સિદ્ધ થાય છે.
દેવ ગતિમાં ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષી દેવથી નીકળેલા દશ જીવો, તેની દેવીથી નીકળેલા પાંચ જીવો, વૈમાનિક દેવથી નીકળેલા ૧૦૮ જીવો અને તેની દેવીથી નીકળેલા વીસ જીવો એક સમયમાં સિદ્ધ થાય છે. તે સિવાયના સ્થાનથી નીકળેલા જીવો સિદ્ધ થતા નથી.