________________
કેવળજ્ઞાન
૯૧
(૨) કાળદ્વાર :– અવસર્પિણી કાળના ત્રીજા આરાના ઉતરતા સમયે એક હજાર વર્ષ ન્યૂન, એક લાખ પૂર્વ અને ત્રણ વર્ષ અને સાડા આઠ માસ અને સંપૂર્ણ ચોથા આરામાં અને પાંચમા આરામાં ૬૪ વર્ષ સુધી સિદ્ધ થાય છે. ઉત્સર્પિણી કાળના ત્રીજા અને ચોથા આરામાં અમુક સમય સુધી સિદ્ધ થાય છે.
(૩) ગતિદ્વાર :– કેવળ મનુષ્યગતિથી જ સિદ્ધ થઈ શકે છે, અન્ય ગતિથી નહીં. પહેલી ચાર નરકથી, પૃથ્વી, પાણી, બાદર વનસ્પતિ, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક, આ ચાર પ્રકારના દેવતાઓ, આ સ્થાનેથી નીકળેલા જીવો મનુષ્ય ગતિમાં આવીને જ સિદ્ધ થાય છે.
(૪) વેદદ્વાર :– વર્તમાન કાળની અપેક્ષાએ અપગતવેદી(વેદરહિત) જ સિદ્ધ થાય છે. કેવળ જ્ઞાન થયા પહેલાની અવસ્થામાં તેણે સ્ત્રીવેદ, પુરુષવેદ અથવા નપુંસક વેદમાંથી કોઈ પણ વેદનો અનુભવ કરેલ હોય છે.
(૫) તીર્થદ્વાર :– તીર્થંકરના શાસનકાળમાં જ અધિક સિદ્ધ થાય છે. કોઈ કોઈ જીવ અતીર્થમાં પણ સિદ્ધ થાય છે.
(૬) લિંગદ્વાર :- દ્રવ્યથી સ્વલિંગી, અન્યલિંગી અને ગૃહલિંગી સિદ્ધ થાય છે પરંતુ ભાવથી સ્વલિંગી જ સિદ્ધ થાય છે.
(૭) ચારિત્રદ્વાર :– ચારિત્ર પાંચ છે. કોઈ જીવ સામાયિક, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત ચારિત્રથી એટલે આ ત્રણ ચારિત્રને સ્પર્શીને, કોઈ સામાયિક, છંદોપસ્થાનીય, સૂક્ષ્મસંપરાય અને યયાખ્યાત, ચારિત્ર, આ ચારિત્રને સ્પર્શીને, તો કોઈ પાંચે ય ચારિત્રને સ્પર્શીને સિદ્ધ થાય છે. યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કર્યા વિના કોઈ આત્મા સિદ્ઘ થઈ શકે નહીં. તે ચારિત્ર જ સિદ્ધિનું સાક્ષાત્ કારણ છે.
(૮) બુદ્ધદ્વાર – પ્રત્યેકબુદ્ધ, સ્વયંબુદ્ધ અને બુદ્ધોધિત આ ત્રણે ય બુદ્ધ સિદ્ધ થઈ શકે છે.
:
(૯) શાનદાર :– વર્તમાનની અપેક્ષાએ ફક્ત કેવળજ્ઞાનથી જ સિદ્ધ થાય છે પરંતુ પૂર્વાવસ્થાની અપેક્ષા (૧) કોઈ મતિ, શ્રુત, કેવળજ્ઞાન, એમ ત્રણ જ્ઞાન સ્પર્શીને, (૨) કોઈ મતિ શ્રુત અવધિ અને કેવળજ્ઞાન, એટલે આ ચાર જ્ઞાન સ્પર્શીને, (૩) કોઈ મતિ, શ્રુત, મનઃપર્યવ અને કેવળજ્ઞાન, આ ચાર જ્ઞાન સ્પર્શીને (૪) કોઈ મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યવ અને કેવળજ્ઞાન, આ પાંચ જ્ઞાનને સ્પર્શીને સિદ્ધ થાય છે.
(૧૦) અવગાહનાદ્વાર :- જઘન્ય બે હાથ, મધ્યમ સાત હાથ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા જીવો સિદ્ધ થાય છે.
(૧૧) ઉત્કૃષ્ટદ્વાર :- કોઈ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી પ્રતિપાતિ થઈને ઉત્કૃષ્ટ દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ વ્યતીત થવા પર સિદ્ધ થાય છે. કોઈ અનંતકાળ પછી સિદ્ધ થાય છે અને કોઈ અસંખ્યાતકાળ તેમજ કોઈ સંખ્યાનકાળ પછી સિદ્ધ થાય છે.