________________
૯૦
શ્રી નંદી સૂત્ર
તપ:સિદ્ઘ, કર્મક્ષયસિદ્ધ આદિ. પરંતુ અહીં કર્મક્ષયસિદ્ઘનો જ અધિકાર છે.
સિદ્ધસ્થ કેવળજ્ઞાન
२ से किं तं सिद्धकेवलणाणं ? सिद्धकेवलणाणं दुविहं पण्णत्तं तं जहाअणंतरसिद्ध केवलणाणं च, परंपरसिद्ध केवलणाणं च ।
-
શબ્દાર્થ:- અનંતરસિદ્ધ જેવતળાનં ૬ = અનંતરસિદ્ધ કેવળજ્ઞાન, પ્રથમ સમયવર્તી સિદ્ધનું જ્ઞાન, પરપરલિન્દવાળાળ = = પરંપરસિદ્ધ કેવળજ્ઞાન, અનેક સમયવર્તી સિદ્ઘનું જ્ઞાન. ભાવાર્થ :- પ્રશ્ન– સિદ્ધ કેવળજ્ઞાનના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– સિદ્ધ કેવળજ્ઞાનના બે પ્રકાર છે, જેમ કે– (૧) અનંતરસિદ્ધ કેવળજ્ઞાન (૨) પરંપરસિદ્ધ કેવળજ્ઞાન.
વિવેચન :
જૈનદર્શન પ્રમાણે આત્મા શરીરથી અને કર્મથી સર્વથા મુક્ત થઈ જાય તેને સિદ્ધ કહે છે. સિદ્ધ ભગવાન એક જીવની અપેક્ષાએ સાદિ અનંત છે, અનેક જીવોની અપેક્ષાએ અનાદિ અનંત છે. પ્રસ્તુત સૂત્રમાં સિદ્ધ કેવળજ્ઞાનના બે ભેદ કહ્યા છે– (૧) અનંતરસિદ્ધ કેવળજ્ઞાન જેને સિદ્ધ થયા એક જ સમય થયો હોય તેના જ્ઞાનને અનંતરસિદ્ધ કેવળજ્ઞાન કહે છે. (૨) પરંપરસિદ્ધ કેવળજ્ઞાન– જેને સિદ્ધ થયા એક સમયથી અધિક સમય થયો હોય તેના જ્ઞાનને પરંપરસિદ્ધ કેવળજ્ઞાન કહે છે.
વૃત્તિકારે જિજ્ઞાસુઓની જાણકારી માટે સિદ્ધ પ્રાકૃત ગ્રંથના આધારે આઠ દ્વારોથી સિદ્ધ સ્વરૂપનું વર્ણન કરેલ છે. (૧) આસ્તિકદ્વાર– સિદ્ધનો અસ્તિત્વ વિચાર. (૨) દ્રવ્યદ્વાર– જીવ દ્રવ્યનું પ્રમાણ તે એક સમયમાં કેટલા સિદ્ધ થઈ શકે છે ? (૩) ક્ષેત્રદ્વાર– સિદ્ધ કયા ક્ષેત્રમાં બિરાજમાન છે ? તેનું વિશેષ વર્ણન. (૪) સ્પર્શદ્વાર– સિદ્ધ કેટલા ક્ષેત્રની સ્પર્શના કરે ? (૫) કાળદ્વાર– જીવ કેટલા કાળ સુધી નિરંતર સિદ્ધ થાય ? (૬) અંતરદ્વાર– સિદ્ધોનો વિરહકાળ કેટલો છે ? (૭) ભાવદ્વાર– સિદ્ધોમાં કેટલા ભાવ હોય છે ? (૮) અલ્પ બહુત્વદ્વાર– સિદ્ધના જીવો કોનાથી ન્યૂનાધિક છે ? આ આઠ દ્વાર છે. પ્રત્યેક દ્વાર પર પંદર ઉપદ્વાર ઘટાવેલ છે, જેમ કે– (૧) ક્ષેત્ર (૨) કાળ (૩) ગતિ (૪) વેદ (૫) તીર્થ (૬) લિંગ (૭) ચારિત્ર (૮) બુદ્ઘ (૯) જ્ઞાન (૧૦) અવગાહના (૧૧) ઉત્કૃષ્ટ (૧૨) અંતર (૧૩) અનુસમય (૧૪) સંખ્યા (૧૫) અલ્પબહુત્વ.
(૧) સત્પદ પ્રરૂપણા (આસ્તિક દ્વાર) :–
(૧) ક્ષેત્રદ્વાર :- અઢી દ્વીપની અંતર્ગત ૧૫ કર્મભૂમિથી સિદ્ધ થાય છે. સંહરણની અપેક્ષાએ બે સમુદ્ર, અકર્મભૂમિ, અંતરદ્વીપ, ઊર્ધ્વદિશામાં પંડકવન, અધોદિશામાં અધોગામિની સલિલાવતી વિજયથી પણ જીવ સિદ્ધ થાય છે.