________________
મન:પર્યવજ્ઞાન
જાણવાની અને જોવાની બન્ને ક્રિયા હોય છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં અંતર :(૧) અવધિજ્ઞાનની અપેક્ષા મન:પર્યવજ્ઞાન અધિક વિશુદ્ધ હોય છે. (૨) અવધિજ્ઞાનનું વિષય ક્ષેત્ર ત્રણે ય લોક છે જ્યારે મન:પર્યવજ્ઞાનનું વિષય ક્ષેત્ર કેવળ અઢીદ્વીપ જ છે. (૩) અવધિજ્ઞાનના સ્વામી ચારે ગતિના જીવો હોય છે જ્યારે મન:પર્યવજ્ઞાનના સ્વામી લબ્ધિસંપન્ન સંયમી જ હોઈ શકે છે. (૪) અવધિજ્ઞાનનો વિષય અમુક પર્યાય સહિત સમસ્ત રૂપી દ્રવ્ય છે જ્યારે મન:પર્યવજ્ઞાનનો વિષય પર્યાપ્ત સંજ્ઞી જીવોના માનસિક સંકલ્પ વિકલ્પ જ છે. જે અવધિજ્ઞાનની અપેક્ષાએ અનંતમો ભાગ છે. (૫) અવધિજ્ઞાન મિથ્યાત્વના ઉદયથી વિર્ભાગજ્ઞાન રૂપે પણ પરિણત થઈ શકે છે જ્યારે મન:પર્યવજ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હોતો જ નથી અર્થાત્ મન:પર્યવજ્ઞાનનું વિપક્ષી કોઈ અજ્ઞાન નથી. (૬) અવધિજ્ઞાન આગામી ભવમાં પણ સાથે જઈ શકે છે જ્યારે મન:પર્યવજ્ઞાન આ ભવ સુધી જ રહે છે જેમ કે સંયમ અને તપ. મન:પર્યવજ્ઞાનનો ઉપસંહાર :
मणपज्जवणाणं पुण, जणमण-परिचिंतियत्थ पागडणं । | माणुसखेत्तणिबद्धं, गुणपच्चइयं चरित्तवओ ॥ से तं मणपज्जवणाणं । શબ્દાર્થ – = ફરી માત્ર, મજુત્તળવદ્ધ = મનુષ્ય ક્ષેત્રમાં રહેલ, કમળપરિતિવેલ્થ પહi = પ્રાણીઓના મનમાં ચિંતિત અર્થને પ્રગટ કરનાર, પ = શાંતિ, સંયમ આદિ ગુણ આ જ્ઞાનની ઉત્પત્તિનું કારણ છે તેમજ આ જ્ઞાન, ચરિત્તવો = ચારિત્રસંપન્ન અપ્રમત્ત સંયમીને જ હોય છે. ભાવાર્થ :- આ મન:પર્યવજ્ઞાન માત્ર મનુષ્ય ક્ષેત્રમાં રહેલા પ્રાણીઓના મનમાં પરચિંતિત અર્થને પ્રગટ કરનાર છે શાંતિ, સંયમ આદિ ગુણ આ જ્ઞાનની પ્રાપ્તિનું કારણ છે. આ જ્ઞાન ચારિત્ર યુક્ત અપ્રમત્ત સંયતને જ થાય છે. આ રીતે આ દેશ પ્રત્યક્ષ મન:પર્યવજ્ઞાનનો વિષય થયો. મન:પર્યવજ્ઞાનનું વિવરણ સમાપ્ત થયું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જન" શબ્દનો પ્રયોગ કરેલ છે જેમાં મનુષ્ય, તિર્યંચ અને દેવો પણ ગ્રહણ થઈ જાય છે. તેથી મર્યાદિત ક્ષેત્રમાં જે જે સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય, તિર્યંચ અને દેવ રહે છે, તે દરેકના મનમાં જે