________________
[ ૮૪ |
શ્રી નદી સૂત્ર
(૪) ભાવથી - મન:પર્યવજ્ઞાનનું જેટલું ક્ષેત્ર બતાવ્યું છે તેની અંતર્ગત જે સમનસ્ક જીવ છે, તે સંખ્યાત જ છે. તે જીવોના મનની પર્યાયોને મન:પર્યવજ્ઞાની જ પ્રત્યક્ષ રૂપે જાણે છે અને દેખે છે. મનમાં જે વસ્તુનું ચિંતન થઈ રહ્યું હોય તેમાં રહેલ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તેમજ તે વસ્તુની લંબાઈ, પહોળાઈ, ગોળાકાર, ત્રિકોણ આદિ કોઈ પણ પ્રકારના સંસ્થાનને જાણે તેને ભાવ કહેવાય છે. જે વ્યક્તિનું મન ઔદયિકભાવ, વૈભાવિકભાવ અને વૈકારિકભાવથી વિવિધ પ્રકારના આકાર, પ્રકાર, વિવિધ રંગ–વિરંગ ધારણ કરે છે તે દરેકને મનની પર્યાય કહેવાય છે તે અનંત હોય છે. તેને મન:પર્યવજ્ઞાની સ્પષ્ટ રૂપે જાણે અને દેખે છે.
અહીં એક શંકા ઉત્પન્ન થાય છે કે અવધિજ્ઞાનનો વિષય રૂપી છે. તે જ રીતે મન:પર્યવજ્ઞાનનો વિષય પણ રૂપી છે તો અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાનની જેમ મનને તથા મનની પર્યાયોને કેમ જાણી શકતા નથી ?
સમાધાન અવધિજ્ઞાની મનને અને મનની પર્યાયોને જાણી શકે છે પરંતુ તેમાં રહેલ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણી શકતા નથી. જેમ કે ટેલીગ્રાફનો ટક ટક અવાજ કોઈ પણ કાનવાળી વ્યક્તિ સાંભળી શકે છે પરંતુ તેનો આશય શું છે એ વાતનું રહસ્ય તો ટેલીગ્રાફ પર કામ કરનાર વ્યક્તિ જ જાણી શકે છે, એમ મનની પર્યાયોને મન:પર્યવજ્ઞાની જ સારી રીતે સમજી શકે છે.
જે મનોવૈજ્ઞાનિક અનુમાનથી બીજાના મનોગત ભાવોને જાણે છે એ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય છે, મન:પર્યવજ્ઞાનનો નહીં. મનોવૈજ્ઞાનિક સામે રહેલ વ્યક્તિના હાવ ભાવ ઉપરથી તેના મનની વાત જાણે છે પણ મન:પર્યવજ્ઞાની દૂર દેશમાં રહેલ, પર્વત પર કે નિકટ દિવાલની અંદર ગમે તે સ્થળે સંજ્ઞી જીવો હોય તેના મનની પર્યાયોને જાણી શકે છે.
જુમતિ અને વિપુલમતિમાં અંતર :
જુમતિ અને વિપુલમતિનું અંતર એક દષ્ટાંતથી સમજી શકાય છે જેમ કે એમ.એ. ની પરીક્ષા આપનાર વ્યક્તિઓમાં કોઈએ પ્રથમ નંબર મેળવ્યો અને કોઈ સામાન્ય નંબરથી પાસ થયો. આ બંનેના જ્ઞાનમાં અંતર હોય છે. પ્રથમ નંબરે પાસ થનારનું જ્ઞાન સામાન્ય નંબરથી પાસ થનાર કરતા વિપુલ અને નિર્મળ હોય છે. તે જ રીતે ૨જુમતિ કરતા વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીનું જ્ઞાન વિપુલ અને વિશુદ્ધતર હોય છે. બીજું વિપુલમતિ મન:પર્યવજ્ઞાન અપ્રતિપાતી છે અર્થાત્ આવ્યા પછી પૂરા ભવ સુધી રહે છે.
જ્યારે ઋજુમતિ ક્યારેક નષ્ટ પણ થઈ શકે છે અને તે જીવ કોઈ પણ ગતિમાં ચાલ્યો જાય છે, અનંત ભવભ્રમણ કરી શકે છે. વિપુલમતિ નિયમા આરાધક હોય છે. તે વૈમાનિક દેવગતિમાં જ જાય છે. પરંપરામાં તેને માટે તે જ ભવે મોક્ષે જવાનું કથન કરવામાં આવે છે. વાસ્તવમાં અપ્રતિપાતી એટલે ભવ પર્યત સ્થિર રહેનાર જ્ઞાન. જેમ કે દેવતા, નારકીમાં અપ્રતિપાતી અવધિજ્ઞાન હોય છે.
મન:પર્યવજ્ઞાની જ્યારે જ્ઞાનનો ઉપયોગ કરે છે ત્યારે સાકાર ઉપયોગ જ હોય છે અનાકાર નહીં. તે સાકાર ઉપયોગના બે પ્રકાર બતાવ્યા છે. સામાન્ય અને વિશેષ. આ બન્ને ભેદ જુમતિ અને વિપુલમતિમાં પણ હોય છે. અહીં સામાન્યનો અર્થ વિશિષ્ટ છે અને વિશેષનો અર્થ વિશિષ્ટતર છે. મન:પર્યવજ્ઞાનમાં