________________
મન:પર્યવજ્ઞાન
[ ૮૭ ]
(૧) ઋજુમતિ - પોતાના વિષયને સામાન્યરૂપે જાણે અને દેખે તેને ઋજુમતિ કહે છે. (૨) વિપુલમતિ - પોતાના વિષયને વિશેષરૂપે જાણે અને દેખે તેને વિપુલમતિ કહે છે. નાગ પાસ૬ - જાણે છે – દેખે છે. જ્ઞાન દ્વારા જાણે છે દર્શન દ્વારા દેખે છે. પાંચ જ્ઞાનમાંથી બે જ્ઞાન સાથે જ દર્શન શબ્દનો પ્રયોગ થાય છે, જેમ કે અવધિજ્ઞાન–અવધિદર્શન, કેવળજ્ઞાન-કેવળદર્શન તેમ છતાં પાંચે ય જ્ઞાનનાં વર્ણનમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવની અપેક્ષાએ જાણવાનું અને દેખવાનું કથન શાસ્ત્રમાં આવે છે. તેનું તાત્પર્ય એ છે કે શેષ ત્રણ જ્ઞાનમાં જ્ઞાનથી જાણે અને ચક્ષુ–અચક્ષુ દર્શનથી દેખે છે અથવા પાસ થી સામાન્યરૂપે જાણે અને નપફ થી વિશેષરૂપે જાણે, એમ સમજી લેવું જોઈએ.
વિશેષ આવશ્યક ભાષ્યમાં આ વિષયની વિસ્તારપૂર્વક વિચારણા કરેલ છે. પ્રસ્તુત સૂત્રમાં ટીકાકાર આચાર્ય મલયગિરિએ લખ્યું છે કે મન:પર્યવજ્ઞાન મનરૂપ પરિણત પુદ્ગલ સ્કંધોને પ્રત્યક્ષ જાણે છે અને મન દ્વારા ચિંતિત બાહ્ય પદાર્થોને અથવા મનન કરનારને અનુમાનથી "પટ્ટ" દેખે છે. ભાષ્યકાર અને ચૂર્ણિકારનો પણ મત છે કે આ "પાસ" શબ્દનો પ્રયોગ આ અપેક્ષાથી કરેલ છે. ટીકાકારે બીજી રીતે પણ સમાધાન કર્યું છે– વિશિષ્ટતર મનોદ્રવ્યોની પર્યાયોને જાણવાની અપેક્ષાએ "ગામ" શબ્દનો પ્રયોગ છે અને સામાન્ય મનોદ્રવ્યોને જાણવાની અપેક્ષાએ "પાલ" શબ્દનો પ્રયોગ છે.
મન:પર્યવજ્ઞાનનો વિષય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સમજાવવામાં આવ્યો છે. (૧) દ્રવ્યથી - મન:પર્યવજ્ઞાની મનોવણાના અનંતપ્રદેશી ઢંધોથી નિર્મિત સંજ્ઞી જીવોના મનની પર્યાયોને અને તેના દ્વારા ચિંતનીય દ્રવ્ય અર્થાત્ વસ્તુને સ્પષ્ટરૂપે જાણે છે અને દેખે છે. તે મનુષ્ય, તિર્યંચ કે દેવ હોય. તેઓના મનની શું શું પર્યાય છે? કોણ કઈ કઈ વસ્તુઓનું ચિંતન કરે છે? ઈત્યાદિ ઉપયોગપૂર્વક તે સર્વને જાણે છે અને દેખે છે.
(ર) ક્ષેત્રથી :- મનઃ પર્યવજ્ઞાની અઢીદ્વીપ ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી જીવોની મનની પર્યાયને જાણે છે. મધ્યલોકના અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાંથી જંબુદ્વીપ, લવણ સમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિ સમુદ્ર અને અર્ધ પુષ્કરદ્વીપ, આ અઢીદ્વીપ અને બે સમુદ્ર છે, તે મનુષ્યક્ષેત્ર અથવા સમયક્ષેત્ર પણ કહેવાય છે. તેની લંબાઈ પહોળાઈ૪૫ લાખ જોજનની છે. મન:પર્યવજ્ઞાની સમયક્ષેત્રમાં રહેનાર સમનસ્ક જીવોના મનની પર્યાયોને જાણે છે અને દેખે છે. તેમજ ઊંચી દિશામાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રાદિમાં રહેનારા દેવોનાં અને ભદ્રશાલવનમાં રહેનારા સંજ્ઞી જીવોનાં મનની પર્યાયોને પણ પ્રત્યક્ષ જાણે અને દેખે છે, નીચે પુષ્કલાવતી વિજયના અંતર્ગત ગામ નગરોમાં રહેનારા સંજ્ઞી મનુષ્યો અને તિર્યંચોના મનોગત ભાવોને પણ સારી રીતે જાણે છે. મનની પર્યાય જ મન:પર્યવજ્ઞાનનો વિષય છે.
(૩) કાળથી:- મન:પર્યવજ્ઞાની કેવળ વર્તમાનને જાણે એમ નહીં પરંતુ અતીતકાળમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ જાણે, એટલું જ નહીં ભવિષ્યકાળને પણ જાણે અર્થાત્ મનની જે જે પર્યાયોને થયા પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ થઈ ગયો છે અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળ સુધી જે મનની ભવિષ્યકાળની પર્યાયો થશે તેને પણ મન:પર્યવ જ્ઞાની સારી રીતે જાણે છે અને દેખે છે.