________________
| ૮૨ |
શ્રી નંદી સૂત્ર
પ્રદેશિક, વંધે = સ્કંધને, સં વેવ = તે જ સ્કંધોને, અલ્પવિતરણ = અધિકતર, વિતરણ = વિપુલતર, વિસુતરા = વિશુદ્ધતર, વિનિરતર = ભ્રમરહિત, નિર્મળતર, અ = નીચે, રૂલે = આ, યjમાપ = રત્નપ્રભા, પુઠવીપ = પુથ્વીના, ૩વરિભકિસ્તે = ઉપરિતન–અધસ્તન, પુપિયર = ક્ષુલ્લકપ્રતર, ૩૬ = ઉપર (ઊંચે), નાવ = સુધી, ઠેઠ, નોસ = જ્યોતિષચક્રના, કરિના= ઉપરના તલ સુધી, સિરિય = તિછ લોકમાં, નાવ સંતો-પુસહેજો = મનુષ્યક્ષેત્ર પર્યત, ફિક્કસુ વીવમુક્ષુ = અઢી દ્વીપ અને સમુદ્ર પર્વત, પણ જન્મભૂમિનું = પંદર કર્મભૂમિમાં, તીક્ષા અન્નપૂમિનુ = ત્રીસ અકર્મભૂમિમાં, છપ્પUTE અંતરવીવાસુ = છપ્પન અંતરદ્વીપમાં વર્તતા, સણવિવિયા = સંક્ષીપંચેન્દ્રિય, પન્નાયા = પર્યાપ્તોના, મોગણ = મનોગત, ભાવે = ભાવોને, અ હિં અમુહિં = અઢી અંગુલ, રવેત્ત = ક્ષેત્રને, મમળાવે = અતીત અને અનાગત, સબ્સમાવાઈ = સર્વભાવોના, આતમા = અનંતમા ભાગોને. ભાવાર્થ :- મન:પર્યવજ્ઞાનના બે પ્રકાર છે, જેમ કે– ઋજુમતિ અને વિપુલમતિ.
આ મન:પર્યવજ્ઞાનના સ્વરૂપને સંક્ષેપમાં ચાર પ્રકારે કહી શકાય છે. જેમ કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી.
(૧) દ્રવ્યથી– ૨જુમતિ અનંત, અનંત પ્રાદેશિક સ્કંધોને વિશેષ તથા સામાન્યરૂપથી જાણે અને દેખે છે. વિપલમતિ એ જ સ્કંધોને કંઈક અધિક વિપુલ, વિશુદ્ધ અને તિમિર રહિત, નિર્મળરૂપે જાણે છે અને દેખે છે.
(૨) ક્ષેત્રથી– ઋજુમતિ જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રને તથા ઉત્કૃષ્ટ રત્નપ્રભા પૃથ્વીના નીચે ક્ષુલ્લક પ્રતરને અને ઊંચે જ્યોતિષચક્રના ઉપરિયલ પર્યત અને તિછલોકમાં મનુષ્ય ક્ષેત્રની અંદર અઢીદ્વિીપ સમુદ્ર પર્યત પંદર કર્મભૂમિ, ત્રીસ અકર્મભૂમિ અને છપ્પન અંતરદ્વીપમાં રહેલા પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણે છે અને દેખે છે અને એ જ ભાવોનેવિપુલમતિ અઢી અંગુલ અધિક, વિપુલ ક્ષેત્રને વિશુદ્ધ અને નિર્મળતર તિમિર રહિત જાણે છે અને દેખે છે.
(૩) કાળથી– ઋજુમતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાલને જાણે છે અને દેખે છે. કાળની અપેક્ષાએ વિપુલમતિ તેનાથી કંઈક અધિક, વિપુલ, વિશુદ્ધ અને સુસ્પષ્ટ જાણે છે અને દેખે છે.
(૪) ભાવથી- ભાવની અપેક્ષાએ ઋજુમતિ અનંતભાવોને જાણે છે અને દેખે છે પરંતુ સર્વ ભાવોના અનંતમા ભાગને જાણે છે અને દેખે છે. એ જ ભાવોને વિપુલમતિ કંઈક અધિક વિપુલ, વિશુદ્ધ અને સુસ્પષ્ટ જાણે છે અને દેખે છે. વિવેચન :
મન:પર્યવજ્ઞાન વિશિષ્ટ સાધના દ્વારા સ્વતઃ પ્રગટ થાય છે. આ જ્ઞાન ગુણ પ્રત્યયિક છે. અવધિજ્ઞાનની જેમ ભવપ્રત્યયિક નથી. તેના બે પ્રકાર છે