________________
[ ૭૪ ]
શ્રી નંદી સૂત્ર
[गोयमा!] संजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भ- वक्कंतिय मणुस्साणं, णो असंजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कतिय मणुस्साणं, णो संजयासंजय सम्मदिट्टि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं । શબ્દાર્થ :- સંજય = સંયત, સંયમી, સાધુ, સંજય = અસંયત, અવ્રતી, સંનવીન = શ્રાવક, સંયતાસંયત. ભાવાર્થ :- પ્રશ્ન જો મન:પર્યવજ્ઞાન સમ્યગુદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે તો શું સંયત સમ્યગુદૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે કે અસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય કે સંયતાસંયત (શ્રાવક) સમ્યગુદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે?
ઉત્તર- હિ ગૌતમ!] સંયત સમ્યગૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે પણ અસંયત કે સંયતાસંયત સમ્યગુદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થતું નથી.
વિવેચન :
આ સુત્રમાં સમ્યગુદષ્ટિ સંયત, અસંયતની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાનના અધિકારી કહ્યા છે.
સમ્યગુદષ્ટિ મનુષ્ય ત્રણ પ્રકારના છે– સંયત, અસંયત અને સંયતાસંયત. (૧) સંવત :- જે સર્વ પ્રકારથી વિરત છે તથા ચારિત્ર મોહનીય કર્મના ક્ષય અથવા ક્ષયોપશમથી જેને સર્વ વિરતિ ચારિત્રની પ્રાપ્તિ થઈ છે જે સાધુભાવમાં, મુનિભાવમાં છે, તે સંયત કહેવાય છે. (૨) અસંયત :- જેને કોઈ નિયમ પ્રત્યાખ્યાન નથી, જે અવ્રતી છે, ચતુર્થ ગુણસ્થાનમાં અવસ્થિત છે, જેને અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી દેશવિરતિ ચારિત્ર પણ નથી, જે મહાવ્રત કે અણુવ્રત ધારણ કરતા નથી તે અસંયત કહેવાય છે. (૩) સંયતાસયત :- સંયતાસંયત સમ્યગુદષ્ટિ મનુષ્ય શ્રાવક હોય છે. તેને પ્રાણાતિપાત આદિ પાંચ આશ્રવનો અંશરૂપથી ત્યાગ હોય છે. તે અણુવ્રત ધારણ કરનાર શ્રમણોપાસક હોય છે.
આ ત્રણેયને ક્રમશઃ વિરત, અવિરત અને વિરતાવિરત કહેવાય છે અથવા પચ્ચખાણી, અપચ્ચખાણી અને પચ્ચખાણાપચ્ચખાણી પણ કહેવાય છે.
આ ત્રણેયમાંથી સંયત, સર્વવિરતિ મનુષ્યને અર્થાત શ્રમણને જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થઈ શકે