________________
મન:પર્યવજ્ઞાન
[ ૭૯]
છે. શ્રાવક કે અવ્રતીને મન:પર્યવજ્ઞાન થતું નથી. તાત્પર્ય એ છે કે કોઈ પણ ગૃહસ્થને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય નહિ, આ એની વિશેષતા છે. કેવળજ્ઞાન સહિત બીજા ચાર જ્ઞાન ગૃહસ્થને થઈ શકે છે પરંતુ મન:પર્યવ જ્ઞાન દીક્ષિત શ્રમણોને જ ચારિત્ર, તપ અને ભાવવિશુદ્ધિ આદિથી ઉત્પન્ન થાય છે. | ८ जइ संजय सम्मदिट्टि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, किं पमत्तसंजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं किं अपमत्तसंजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं ?
[गोयमा ! अपमत्तसंजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कतिय मणुस्साणं, णो पमत्तसंजय सम्मदिट्टि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं । શબ્દાર્થ -પત્તિસંજય = પ્રમત્ત સંયત, છઠ્ઠા ગુણસ્થાનવર્સી સાધુ, સમરસંગ = અપ્રમત્ત સંયત, સાતમા ગુણસ્થાનવર્તી સાધુ.
ભાવાર્થ :-પ્રશ્ન-જો મન:પર્યવજ્ઞાન સંતસમ્યગુદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે તો શું પ્રમત્તસંયત સમ્યગુદૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે કે અપ્રમત્ત સંયત સમ્યગુદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હિ ગૌતમ!] અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે, પ્રમત્ત સંયતને ઉત્પન્ન થતું નથી.
વિવેચન :
પ્રમત્ત સંયત :- છઠ્ઠા ગુણસ્થાનવર્તી શ્રમણ પ્રમત્ત સંયત કહેવાય છે. શ્રમણ શરીરના લક્ષ્યમાં કે ઉપકરણોનાં લક્ષ્યમાં પ્રવૃત્ત હોય તે પ્રમાદ છે, ત્યારે તેને છઠ્ઠ ગુણસ્થાન હોય છે. તે શ્રમણ-શ્રમણી પ્રમત્ત સંયત કહેવાય છે.
અપ્રમત્ત સંયત :- સાતમા ગુણસ્થાનવર્તી શ્રમણ-શ્રમણી અપ્રમત્ત સંયત કહેવાય છે. જ્યારે શ્રમણ વૈરાગ્યભાવમાં ડૂબી જાય છે, પરિણામોની ધારા દેહાતીત વર્તે છે, ધર્મધ્યાનના કોઈપણ વિષયમાં તલ્લીન થઈ જાય છે, બીજું કોઈ લક્ષ્ય કે ચિંતન તેને સ્પર્શે નહીં ત્યારે તે શ્રમણ-શ્રમણી અપ્રમત્ત સંયત કહેવાય છે. આવી અપ્રમત્ત અવસ્થા જ્યારે હોય ત્યારે જ તે સાતમા ગુણસ્થાનવાળા શ્રમણ શ્રમણીને મન:પર્યવજ્ઞાન થઈ શકે છે.