________________
મન:પર્યવજ્ઞાન
[ ૭ ૭ ]
સન્માનિચ્છલિ = મિશ્રદષ્ટિ. ભાવાર્થ :- પ્રશ્ન- જો મન:પર્યવજ્ઞાન પર્યાપ્ત સંખ્યાત વર્ષના કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે, તો શું સમ્યગુદૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે કે મિથ્યાદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે કે મિશ્ર દૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હિ ગૌતમ! સમ્યગુષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે પણ મિથ્યાષ્ટિ અને મિશ્રદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થતું નથી થાય. વિવેચન :
આ સૂત્રમાં દૃષ્ટિની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાનના અધિકારીનું કથન કરેલ છે. દષ્ટિ ત્રણ પ્રકારની છે– સમ્યગદૃષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ. (૧) સમ્યગદષ્ટિ – જેની દષ્ટિ આત્માભિમુખ, સત્યાભિમુખ અને જિનેશ્વર પ્રરૂપિત તત્ત્વની અભિમુખ(સન્મુખ) હોય અર્થાત્ જેને જિનેશ્વર કથિત સમસ્ત તત્ત્વો પર સમ્યગૂ શ્રદ્ધા હોય, તે સમ્યગદષ્ટિ કહેવાય છે. (ર) મિથ્યાદષ્ટિ :- જેની દષ્ટિ સમ્યગુદષ્ટિના લક્ષણોથી વિપરીત હોય અર્થાતુ જિનેશ્વર કથિત તો પર જેને શ્રદ્ધા ન હોય તે મિથ્યાદષ્ટિ કહેવાય છે. (૩) મિશ્રદષ્ટિ :- મિશ્ર મોહનીય કર્મના ઉદયથી જેની દષ્ટિ કોઈ પદાર્થનો યથાર્થ નિર્ણય કરવામાં સમર્થ ન હોય, જે સત્યને પણ પૂર્ણ ગ્રહણ ન કરી શકે અને અસત્યનો ત્યાગ પણ ન કરી શકે, જેની દષ્ટિમાં સત્ય અને અસત્ય બન્ને સમાન હોય તે મિશ્રદષ્ટિ કહેવાય છે. જેમ મૂઢ માનવ સોનું અને પીતળને પારખી શકતો નથી તેથી બન્નેને સમાન સમજે છે, એમ અજ્ઞાની મોક્ષના અમોઘ ઉપાય અને બંધના હેતુઓને સમજતો નથી તેથી બન્નેને સમાન સમજે છે. એવા મિશ્રિત ભાવને ધારણ કરનાર જીવનેમિશ્રદષ્ટિ કહે છે. સમ્યગુદષ્ટિ જીવ જ ચારિત્રનો સ્વીકાર કરી શકતા હોવાથી મન:પર્યવજ્ઞાન સમ્યગુદષ્ટિ ગર્ભજ મનુષ્યને થાય છે પણ મિથ્યાદષ્ટિ અથવા મિશ્રદષ્ટિને પ્રાપ્ત થાય નહીં. | ७ जइ सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, किं संजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, असंजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, संजयासंजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं ?