________________
૭૬ |
શ્રી નંદી સૂત્ર
(૨) શરીરપર્યાપ્તિ - જે શક્તિ દ્વારા રસ રૂપમાં પરિણત આહારને અસ્થિ, માંસ, મજ્જા, શુક્ર, શોણિત આદિ ધાતુઓમાં પરિણત કરે છે તેની પૂર્ણતાને શરીરપર્યાપ્તિ કહેવાય છે. (૩) ઈન્દ્રિય પર્યાપ્તિ - પાંચે ઈન્દ્રિયોના યોગ્ય પગલોને ગ્રહણ કરીને તેને ઈન્દ્રિય રૂપમાં પરિણત કરવાની શક્તિની પૂર્ણતાને ઈન્દ્રિયપર્યાપ્તિ કહેવાય છે. (૪) શ્વાસોચ્છવાસપર્યાતિ :- ઉચ્છવાસને યોગ્ય પુદ્ગલો જે શક્તિ દ્વારા ગ્રહણ કરીને છોડવામાં આવે છે તેની પૂર્ણતાને શ્વાસોચ્છવાસપર્યાપ્તિ કહેવાય છે. (૫) ભાષાપતિ - જે શક્તિ દ્વારા આત્મા ભાષાવર્ગણાના પુગલોને ગ્રહણ કરીને ભાષાના રૂપમાં પરિણત કરે છે અને છોડે છે તેની પૂર્ણતાને ભાષાપર્યાપ્તિ કહેવાય છે. () મન:પર્યાપ્તિ - જે શક્તિ દ્વારા મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને તેને મન રૂપે પરિણત કરે છે અને છોડે છે તેની પૂર્ણતાને મન:પર્યાપ્તિ કહે છે. મનોવર્ગણાના પુદ્ગલોનું અવલંબન લઈને જ જીવ મનન, સંકલ્પ, વિકલ્પ કરી શકે છે.
આહારપર્યાપ્તિ એક સમયમાં જ પૂર્ણ થઈ જાય છે. એકેન્દ્રિયમાં પ્રથમની ચાર પર્યાપ્તિઓ હોય છે. વિક્લેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પાંચ પર્યાપ્તિઓ હોય છે પણ મન પર્યાપ્તિ હોતી નથી. સંજ્ઞી, તિર્યંચ અને મનુષ્ય વગેરે પંચેન્દ્રિયમાં છ પર્યાપ્તિ હોય છે.
જે જીવને જેટલી પર્યાપ્તિ પ્રાપ્ત થવાની હોય છે તેટલી પર્યાપ્તિની પૂર્ણતા થઈ જાય તેને પર્યાપ્ત કહેવાય છે. જ્યાં સુધી જેટલી પર્યાપ્તિ મળવી જોઈએ તેનાથી ન્યૂન હોય ત્યાં સુધી એ અપર્યાપ્ત કહેવાય છે. પહેલી આહારપર્યાપ્તિને છોડીને શેષ પર્યાપ્તિઓની પ્રાપ્તિ અંતર્મુહૂર્તમાં થાય છે. જે પર્યાપ્ત હોય છે તે જ મનુષ્ય મન:પર્યવજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. | ६ जइ पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, किं सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, मिच्छदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, सम्मामिच्छदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं?
[गोयमा ! सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, णो मिच्छदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभमिय गब्भवक्कतिय मणस्साणं, णो सम्मामिच्छदिट्टि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं । શબ્દાર્થ :- સવિલ પmત્તા = સમ્યગુદષ્ટિ પર્યાપ્ત, મિલિ = મિથ્યાદષ્ટિ,