________________
મન:પર્યવજ્ઞાન
અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય નહીં. અહીં સંખ્યાત વર્ષના આયુષ્યવાનની જે વાત કરી છે તેનું તાત્પર્ય એ છે કે જેનું આયુષ્ય જઘન્ય(ઓછામાં ઓછું) ૯ વર્ષનું અને ઉત્કૃષ્ટ(વધારેમાં વધારે) કરોડ પૂર્વનું હોય તે મનુષ્યને જ મન:પર્યવજ્ઞાન થાય છે. તેનાથી અધિક અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય યુગલિક હોવાથી તે મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં. | ५ जइ संखेज्जवासाउय-कम्मभूमिय-गब्भवक्कंतिय मणुस्साणं, किं पज्जत्तग सखेज्जवासाउय-कम्मभूमिय-गब्भवक्कतिय मणुस्साण, अपज्जत्तग संखेज्ज वासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं ?
[गोयमा ! पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, णो अपज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं । શબ્દાર્થ :- પmત્ત = પર્યાપ્ત, અપmત્ત = અપર્યાપ્ત. ભાવાર્થ - પ્રશ્ન- જો મન:પર્યવજ્ઞાન સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે તો શું પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે?
ઉત્તર– હિ ગૌતમ!] પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય છે પણ અપર્યાપ્તને ઉત્પન્ન ન થતું નથી.
વિવેચન :
સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના બે પ્રકાર છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. એ બે માંથી પર્યાપ્ત મનુષ્ય જ ચારિત્રનો સ્વીકાર કરી શકે છે, તેથી પર્યાપ્ત મનુષ્યને મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત – (૧) જે મનુષ્ય સ્વયોગ્ય પર્યાપ્તિને પૂર્ણ કરે તેને પર્યાપ્ત કહેવાય છે. (૨) જે મનુષ્ય સ્વયોગ્ય પર્યાપ્તિને પૂર્ણ ન કરે તેને અપર્યાપ્ત કહેવાય છે.
જીવની શક્તિ વિશેષની પૂર્ણતાને પર્યાપ્તિ કહેવાય છે. પર્યાપ્તિ છ પ્રકારની છે– (૧) આહાર પર્યાપ્તિ (૨) શરીરપર્યાપ્તિ (૩) ઈન્દ્રિયપર્યાપ્તિ (૪) શ્વાસોચ્છવાસપર્યાપ્તિ (૫) ભાષાપર્યાપ્તિ (6) મન:પર્યાપ્તિ.
(૧) આહારપર્યાપ્તિ - જે શક્તિથી જીવ આહાર યોગ્ય બાહ્ય પુગલોને ગ્રહણ કરીને રસ રૂપે પરિણમન કરી શકે તેની પૂર્ણતાને આહારપર્યાપ્તિ કહેવાય છે.