________________
[ ૭૪ ]
શ્રી નદી સૂત્ર
વિવેચન :
કર્મભૂમિ ક્ષેત્રમાં ઉત્પન્ન થનારા ગર્ભજ મનુષ્યને જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે સિવાય બીજા કોઈપણ ક્ષેત્રમાં ઉત્પન્ન થનારા મનુષ્યને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થતું નથી.
કર્મભૂમિ - જ્યાં અસિ, મસિ, કૃષિ, વાણિજ્ય, શિલ્પ આદિ હોય, પુરુષોની ૭ર અને સ્ત્રીઓની ૬૪ કળા હોય અને રાજનીતિ વિદ્યમાન હોય તેમજ સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ચારે તીર્થ પોતપોતાનું કર્તવ્ય પાલન કરવામાં પ્રવૃત્ત હોય, તેને કર્મભૂમિ કહેવાય છે. તે કર્મભૂમિના ૧૫ ક્ષેત્રો છે. અકર્મભૂમિ - જ્યાં રાજનીતિ, ધર્મનીતિ, કૃષિ, વાણિજ્ય વગેરે ન હોય તેવી ભૂમિને અકર્મભૂમિ કહેવાય છે. અકર્મભૂમિ મનુષ્યોનાં જીવન નિર્વાહ કલ્પવૃક્ષો પર નિર્ભર હોય છે. ૩૦ અકર્મભૂમિ અને પ૬ અંતરદ્વીપના મનુષ્ય અકર્મભૂમિના અથવા ભોગભૂમિના કહેવાય છે. તેનું વિસ્તૃત વર્ણન જીવાભિગમ સૂત્રમાં છે. આ રીતે લોકમાં મનુષ્યોના ૧૫ + ૩૦ + ૫ = ૧૦૧ ક્ષેત્ર છે, ત્યાં જ મનુષ્યો ઉત્પન્ન થાય છે. પંદર કર્મભૂમિ અને ત્રીસ અકર્મભૂમિ અઢીદ્વીપમાં છે અને ૫૬ અંતરદ્વીપ લવણ સમુદ્રમાં આવેલા છે. | ४ जइ कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, किं संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं असंखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं?
[गोयमा ] संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, णो असंखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं । શબ્દાર્થ - નવાસીડય = સંખ્યાત વર્ષના આયુષ્યવાળા, બાવાસીડય = અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા. ભાવાર્થ - પ્રશ્ન જો કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે તો શું સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે કે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે?
ઉત્તર- હે ગૌતમ!] સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે પણ અસંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થતું નથી.
વિવેચન :
ગર્ભજ મનુષ્યના બે પ્રકાર છે– ૧. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા અને ૨. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા. મન:પર્યવજ્ઞાન સંખ્યાતવર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે પણ