________________
મન:પર્યવજ્ઞાન
૭ ૩
|
મન:પર્યવ જ્ઞાનના વર્ણનના આ પ્રથમ સૂત્રના પ્રશ્નમાં મતે અને નયના શબ્દોનો પ્રયોગ છે. આ પ્રકરણના અન્ય સર્વ સુત્રોમાં તે શબ્દનો પ્રયોગ નથી પણ ઉત્તરમાં નવા શબ્દનો પ્રયોગ છે. અન્યત્ર આ પ્રકારનો શબ્દપ્રયોગ ન હોવાથી આ સૂત્રપાઠમાં મતે અને ગોવા બંને શબ્દોને કૌસમાં રાખ્યા છે. | २ जइ मणुस्साणं, किं सम्मुच्छिम मणुस्साणं, गब्भवक्कंतिय मणुस्साणं?
[गोयमा] णो सम्मुच्छिम मणुस्साणं, गब्भवक्कतिय मणुस्साणं उपज्जइ । શબ્દાર્થ - = જો, સન્મુમ-અશુચિસ્થાનોમાં ઉત્પન્ન થનાર સમૂર્છાિમ, ભવતિય = ગર્ભજ, માતાપિતાના સંયોગથી ઉત્પન્ન થનાર. ભાવાર્થ :-પ્રશ્ન-મન:પર્યવજ્ઞાન જો મનુષ્યને ઉત્પન્ન થાય છે તો શું સમૂર્છાિમ મનુષ્યને ઉત્પન્ન થાય કે ગર્ભજ મનુષ્યને?
ઉત્તર– હેિ ગૌતમ!] સમૂર્છાિમ મનુષ્યને ઉત્પન્ન ન થાય પણ ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે. વિવેચન :
જે માતાપિતાના સંયોગથી ઉત્પન્ન થાય છે તેને ગર્ભજ મનુષ્ય કહેવાય છે અને જે ગર્ભજ મનુષ્યનાં મળમૂત્ર આદિ અશુચિ સ્થાનોમાં ઉત્પન્ન થાય તેને સમૃદ્ઘિમ મનુષ્ય કહેવાય છે. તેનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં છે. સમુશ્કેિમ મનુષ્યની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. તેવા મનુષ્ય મન રહિત, મિથ્યાદષ્ટિ, અજ્ઞાની અને અપર્યાપ્ત હોય છે. તેનું આયુષ્ય ફક્ત અંતમુહૂતનું જ હોય છે તેથી તેઓ ચારિત્ર ગ્રહણ કરી શકતા નથી અને જે ચારિત્ર ગ્રહણ ન કરે તેને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થતું નથી. | ३ जइ गब्भवक्कंतियमणुस्साणं, किं कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, अकम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, अंतरदीवग गब्भवक्कंतिय मणुस्साणं? [गोयमा ] कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, णो अकम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं णो अंतरदीवग गब्भवक्कतिय मणुस्साणं । શબ્દાર્થ – સ્મૃભૂમિ = પંદર કર્મભૂમિ ક્ષેત્રના ગર્ભજ મનુષ્યને, અનુપૂમિવ = ત્રીસ અકર્મભૂમિ ક્ષેત્રના, તરવીવ= છપ્પન અંતરદ્વીપ ક્ષેત્રના. ભાવાર્થ :- પ્રશ્ન- જો મન:પર્યવજ્ઞાન ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે તો શું કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય કે અકર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય કે અંતરદ્વીપના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હિ ગૌતમ!]કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને જ ઉત્પન્ન થાય છે પરંતુ અકર્મભૂમિના ગર્ભજ મનુષ્યને તથા અંતરદ્વીપના ગર્ભજ મનુષ્યને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન ન થતું નથી.