________________
અવધિજ્ઞાન
લોક પરિમિત અસંખ્યાત ખંડોને જાણે અને દેખે છે. (૩) કાળથી- અવધિજ્ઞાની જઘન્ય આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળને જાણે છે અને દેખે છે, ઉત્કૃષ્ટ અતીત અને અનાગત અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી પ્રમાણ કાળને જાણે અને દેખે
(૪) ભાવથી– અવધિજ્ઞાની જઘન્યતઃ અનંતભાવોને જાણે છે અને દેખે છે, ઉત્કૃષ્ટ પણ અનંત ભાવોને જાણે છે અને દેખે છે પરંતુ સર્વ ભાવોના અનંતમા ભાગને જ જાણે અને દેખે છે.
વિવેચન :
ભાવથી જઘન્ય અને ઉત્કૃષ્ટ અનંત ભાવોને જાણે અને દેખે છે એમ જે કહ્યું એમાં ઉત્કૃષ્ટ પદમાં જઘન્યની અપેક્ષાએ અનંતગુણી પર્યાયોને જાણે અને દેખે છે એમ સમજવાનું છે. તાત્પર્ય એ છે કે અવધિજ્ઞાની પુગલની અનંત પર્યાયોને જાણે પરંતુ સર્વ પર્યાયોને ન જાણે કારણ કે સર્વ પર્યાયો અનંતકાળ ની અપેક્ષા રાખે છે પરંતુ અવધિજ્ઞાનીનો વિષય અસંખ્ય કાળનો જ છે. એમ છતાં તે અવધિજ્ઞાની ઉત્કૃષ્ટની અપેક્ષાએ સર્વ દ્રવ્યોને જાણી શકે છે છે. દરેક પદાર્થની સર્વ પર્યાયોનો કાળ અનંત હોય છે. જ્યારે અવધિજ્ઞાનનો કાળ સંબંધી વિષય અસંખ્ય ઉત્સર્પિણી અને અસંખ્ય અવસર્પિણીનો જ હોય છે માટે સૂત્રમાં જઘન્ય ઉત્કૃષ્ટ અનંત ભાવો જ કહ્યા છે, સર્વ ભાવો કહ્યા નથી. અવધિજ્ઞાનના વિષયનો ઉપસંહાર :
ओहीभवपच्चइओ, गुणपच्चइओ य वण्णिओ एसो । तस्स य बहू विगप्पा, दव्वे खेत्ते य काले य ॥१॥ णेरइय-देव-तित्थंकरा य, ओहिस्सऽबाहिरा हुति । पासंति सव्वओ खलु, सेसा देसेण पासंति ॥२॥
से तं ओहिणाणं । શબ્દાર્થ :- મવવો = ભવપ્રત્યયિક, ગુપક્વો = ગુણ પ્રત્યયિક, સુવિદો = બે પ્રકારે, વઘા = કહ્યું છે, તસ્ય = તેના પણ, રબ્બે દ્રવ્ય, તે = ક્ષેત્રમાં, વહૂવિલાપ = ભેદ–પ્રભેદ વગેરે વિકલ્પ ઘણા ભેદ છે.
રચનારકી, વ = દેવતા, તિર્થંવાર = તીર્થકર, ઓફિસ-અવધિજ્ઞાનથી, અનાદિરા = અબાહ્ય, હુતિ હોય છે, રહg =નિશ્ચયથી, રેસા = શેષ, લેખ = દેશથી, પતિ = જાણે અને દેખે છે. ભાવાર્થ :- આ અવધિજ્ઞાન ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિક બે પ્રકારે કહેલ છે અને તેનું પણ દ્રવ્ય,