________________
[૭૦]
શ્રી નદી સૂત્ર
ક્ષેત્ર, કાળ અને ભાવરૂપે ઘણા ભેદ પ્રભેદથી વર્ણન કરાયેલ છે.
નારક, દેવ અને તીર્થકર અવધિજ્ઞાનથી અબાહ્ય હોય છે એટલે અવધિજ્ઞાનના વિષયક્ષેત્રની વચ્ચમાં જ રહે છે અને તેઓ સર્વ દિશા અને વિદિશાઓમાં દેખે છે. શેષ અર્થાતુ મનુષ્ય અને તિર્યંચ દેશથી એટલે કે એક દિશામાં પણ દેખે છે અને અનેક દિશામાં પણ દેખે છે.
આ રીતે પ્રત્યક્ષ અવધિજ્ઞાનનું વર્ણન છે. વિવેચન :
નરયિક, દેવ અને તીર્થકરને નિશ્ચયથી અવધિજ્ઞાન હોય છે. એ ત્રણેયનું અવધિજ્ઞાન સર્વ દિશા અને વિદિશાઓ વિષયક હોય છે. શેષ મનુષ્ય અને તિર્યંચને અવધિજ્ઞાન થાય તો એક દિશા વિષયક અથવા અનેક દિશાનું પણ અવધિજ્ઞાન હોય છે. તાત્પર્ય એ છે કે નૈરયિક આદિ ત્રણેયને મધ્યગત અવધિજ્ઞાન હોય છે અને તે નિયમા(નિશ્ચિત રૂપથી) છ દિશાઓમાં જોઈ શકે છે. તિર્યંચ એક, બે ત્રણ દિશામાં જોઈ શકે છે અને મનુષ્ય અવધિજ્ઞાનથી એક, બે કે ત્રણ વાવત છએ ય દિશાઓમાં જોઈ શકે છે.
અવધિજ્ઞાન
ભવપ્રત્યયિક
ક્ષાયોપથમિક (દેવ–નારકોને હોય) (કર્મભૂમિજ સંજ્ઞી મનુષ્યને–સંજ્ઞી
તિર્યંચને હોય) અવધિજ્ઞાન
અનુગામિક અનાનુગામિક વર્ધમાન
હીયમાન
પ્રતિપાતિ અપ્રતિપાતિ
અંતગત
મધ્યગત
પુરતઃ માર્ગતઃ પાર્શ્વતઃ
છે અવધિજ્ઞાન સંપૂર્ણ