________________
અવધિજ્ઞાન
આગ્રહ કરવો યોગ્ય નથી. તાત્પર્ય એ છે કે જ્યાં શાસ્ત્રકારને નિશ્ચિત સંખ્યા કહેવાની ન હોય, સંખ્યાનું સ્પષ્ટીકરણ કરવાનું ન હોય ત્યારે પુદુર શબ્દનો પ્રયોગ કરાય છે. સંજ્ઞ, સંવેમ્બyહત્ત - આ પાઠને કોષ્ટકમાં રાખવાનું કારણ એ છે કે આ પાઠ ક્યારેક કલ્પનાથી સૂત્રની સાથે જોડાઈ ગયેલ હોય એવી સંભાવના છે. છતાં અર્વાચીન પ્રતોમાં પ્રચલિત હોવાને કારણે કિંઠસ્થ કરવાની પરંપરામાં વધારે પ્રચલિત થઈ ગયેલ છે. માટે પ્રસ્તુત સંસ્કરણમાં કોષ્ટકમાં દર્શાવેલ છે. આ સંસ્કરણના મૌલિક આધારભૂત બાવરના નંદી સૂત્રમાં, લાડનૂના નંદી સૂત્રમાં અને રાજેન્દ્ર કોશમાં આપેલ મૂળ પાઠમાં આ શબ્દો નથી તથા નંદી સૂત્રની પ્રાચીન ટીકામાં પણ આ શબ્દોનો સંકેત મળતો નથી. [] અપ્રતિપાતિ અવધિજ્ઞાન :| १७ से किं तं अपडिवाइ ओहिणाणं? अपडिवाइ ओहिणाणं जेणं अलोगस्स एगमवि आगासपदेसं जाणइ पासइ तेण परं अपडिवाइ ओहिणाणं । से तं अपडिवाइ ओहिणाण । શબ્દાર્થ – નવાર ગોહિગાનું = અપ્રતિપાતિ અવધિજ્ઞાન, કોનું જે જ્ઞાનથી, મનોકાસ = અલોકના, વાવિ = એકેક-દરેક, આVIણ = આકાશ, પણd = પ્રદેશને, ગાગરૃ = વિશિષ્ટ રૂપે જાણે છે, પાસ અને સામાન્ય રૂપે જુએ છે, તે પ = ત્યારબાદ, તે પછી તેને, અપડવા હિi = અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે, ભાવાર્થ :- પ્રશ્ન- અપ્રતિપાતિ અવધિજ્ઞાનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– અપ્રતિપાતિ અવધિજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે- જે અવધિજ્ઞાન વડે આત્મા અલોકાકાશમાં એક આકાશ પ્રદેશને પણ જાણે અને દેખે છે અર્થાત્ તેવી ક્ષમતા થઈ જાય તો તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન થઈ જાય છે. તેને અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે.
વિવેચન :
અપ્રતિપાતિનું તાત્પર્ય એ છે કે આખા ભવ સુધી રહેનાર જ્ઞાન. દેવતા, નારકોનું અવધિજ્ઞાન પણ અપ્રતિપાતિ છે. મનુષ્યમાં પ્રતિપાતિ–અપ્રતિપાતિ બંને પ્રકારનું અવધિજ્ઞાન હોય છે. જે અવધિજ્ઞાનની ક્ષેત્ર વૃદ્ધિ થતાં લોકને પાર કરી જાય પછી તે આખા ભવમાં નષ્ટ થાય નહિ, વર્ધમાન કે અવસ્થિત રહે. વર્ધમાન રહે તો અલોકમાં અસંખ્ય લોક જેટલી ક્ષેત્ર સીમાની વૃદ્ધિ થાય પછી તે પરમાવધિ જ્ઞાન કહેવાય છે. એવી ધારણા પણ છે કે અપડિવાઈ અવધિજ્ઞાન જે મનુષ્યને થાય તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે પરંતુ તેના માટે શાસ્ત્રનું કોઈ પ્રમાણ નથી. અપડિવાઈના અર્થભ્રમથી એવો અર્થ પ્રચલિત થવાની શક્યતા છે. વાસ્તવમાં અપડિવાઈનો અર્થ એટલો જ છે કે પૂરા ભવ સુધી જે જ્ઞાન ટકી રહે તે અપડિવાઈ જ્ઞાન