________________
[
6 ]
શ્રી નદી સૂત્ર
= ચાર હાથ, ગાડાં = ગાઉ–કોશ, નોઈ = જોજન, સ = સો, સહજુદુi = અનેક હજાર, ગોવાલય સહસં = લાખ જોજન, ગોવાલય સહસ = અનેક લાખ જોજન, ગોવાજોઉં = એક કરોડ જોજન, રોયોલાવોઉં = ક્રોડાક્રોડી જોજન, ૩રોજ = ઉત્કૃષ્ટરૂપે, તોr = સંપૂર્ણ લોકને, પાલિત્તા = જોઈને, પવિફા = જે જ્ઞાન નષ્ટ થઈ જાય છે, તે નં પડિવાફ
ટિળાઈ = આ રીતે પ્રતિપાતિ અવધિજ્ઞાનનું વર્ણન છે. ભાવાર્થ – પ્રશ્ન-પ્રતિપાતિ અવધિજ્ઞાનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પ્રતિપાતિ અવધિજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે- જે અવધિજ્ઞાન જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ અથવા સંખ્યાતમા ભાગ વાલાગ્ર પરિમાણ અથવા અનેક વાલાગ્ર પરિમાણ, લીખ અથવા અનેક લીખ પરિમાણ, જૂ અથવા અનેક જૂ પરિમાણ, જવ અથવા અનેક જવ પરિમાણ, અંગુલ અથવા અનેક અંગુલ પરિમાણ, પગ અથવા અનેક પગ પરિમાણ, વૈત અથવા અનેક વેંત પરિમાણ, હાથ અથવા અનેક હાથ પરિમાણ, કુક્ષિ અથવા અનેક કુક્ષિ પરિમાણ, ધનુષ અથવા અનેક ધનુષ, ગાઉ અથવા અનેક ગાઉ, યોજન અથવા અનેક યોજન, શતયોજન અથવા અનેક શતયોજન, એક હજાર યોજન અથવા અનેક હજાર યોજન, લાખ યોજન અથવા અનેક લાખ યોજન, એક કરોડ યોજન અથવા અનેક કરોડ યોજન, કોટાકોટિ યોજન અથવા અનેક કોટાકોટિ યોજનસંખ્યાત યોજન અથવા અનેક સંખ્યાત યોજન, અસંખ્યાત યોજન અથવા અનેક અસંખ્યાત યોજન, ઉત્કૃષ્ટ સંપૂર્ણ લોકને જોઈને પણ નષ્ટ થઈ જાય છે તેને પ્રતિપાતિ અવધિજ્ઞાન કહે છે.
વિવેચન :
પ્રતિપાતિનો અર્થ છે પડવું. પતન ત્રણ પ્રકારે થાય છે– સમ્યકત્વથી, ચારિત્રથી અને ઉત્પન્ન થયેલ જ્ઞાનથી. પ્રતિપાતિ અવધિજ્ઞાન જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટ લોક નાડીને જોઈને નષ્ટ થાય છે. શેષ મધ્યમ પ્રતિપાતિના અનેક ભેદ છે, જે રીતે– એક દીપક ઝગમગી રહ્યો છે. એ દીપક તેલ અને વાટ બન્ને હોવા છતાં વાયુનો ઝપાટો લાગવાથી એકાએક બુઝાઈ જાય છે. એ જ રીતે પ્રતિપાતિ અવધિજ્ઞાન પણ આચાર અને વિચારના વિકૃત થવા પર નષ્ટ થઈ જાય છે. આ જ્ઞાન જીવનની કોઈ પણ ક્ષણમાં ઉત્પન્ન થાય છે અને કોઈ પણ ક્ષણમાં નષ્ટ થઈ જાય છે.
અહીં અવધિજ્ઞાનથી પતિત થવાનું પ્રકરણ છે. સુત્રમાં વિસ્તારથી કરેલ વર્ણનનો આશય આ પ્રમાણે છે કે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગથી લઈને ઉત્કૃષ્ટ આખા લોક જેટલું મોટું અવધિજ્ઞાન થઈ જાય તો પણ તે પ્રતિપાતિ અવધિજ્ઞાન હોય શકે છે અર્થાત્ તે અવધિજ્ઞાન કોઈપણ નિમિત્તથી નષ્ટ થઈ શકે છે. પુદુર - સામાન્ય રીતે પુહુર” શબ્દ બે થી નવના અર્થમાં પ્રચલિત છે પરંતુ અહીં પુહુર' શબ્દ 'અનેકના અર્થમાં પ્રયુક્ત છે. કારણ કે ૧૯૯૯ ધનુષ પણ થy "દત્ત માં સમાવિષ્ટ છે. આ સૂત્રથી સ્પષ્ટ થાય છે કે પુદત્ત શબ્દ વડે શાસ્ત્રકારનો આશય 'અનેકથી છે. એમાં બે થી નવનો એકાંતિક