________________
અવધિજ્ઞાન
અસુરકુમારો જઘન્ય રપ જોજન, ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને જાણે છે. નાગકુમારોથી લઈને સ્વનિતકુમારો સુધી તેમજ વાણવ્યંતર દેવો જઘન્ય ૨૫ જોજન, ઉત્કૃષ્ટ સંખ્યાત દ્વીપ સમુદ્રને જાણે છે. જ્યોતિષ્ક દેવો જઘન્ય અને ઉત્કૃષ્ટ સંખ્યા જોજન સુધી જાણે છે. સૌધર્મકલ્પના દેવો જઘન્ય આંગુલનો અસંખ્યાતમા ભાગ ક્ષેત્રને, ઉત્કૃષ્ટ પ્રથમ રત્નપ્રભા નરકના નીચે ચરમાંતને જાણે છે, તિસ્કૃલોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રોને અને ઊંચી દિશામાં પોતાના દેવલોકના વિમાનની ધ્વજા સુધી જાણે છે.
અવધિજ્ઞાનની સાથે અવધિદર્શન હોય જ છે માટે અહીં 'બાપા પાસડું નો અર્થ અવધિજ્ઞાનથી જાણે અને અવધિદર્શનથી જુએ છે, એમ સમજવું જોઈએ. [૨] અનાનુગામિક અવધિજ્ઞાન :| ५ से किं तं अणाणुगामियं ओहिणाणं ? अणाणुगामियं ओहिणाणं से जहाणामए केइ पुरिसे एगं महतं जोइट्ठाणं काउं तस्सेव जोइट्ठाणस्स परिपेरंतेहिं परिपेरंतेहिं परिघोलेमाणे परिघोलेमाणे तमेव जोइट्ठाणं पासइ, अण्णत्थगए ण पासइ, एवामेव अणाणुगामियं ओहिणाणं जत्थेव समुप्पज्जइ तत्थेव संखेज्जाणि वा असंखेज्जाणि वा, संबद्धाणि वा असंबद्धाणि वा जोयणाई जाणइ पासइ, अण्णत्थगए ण जाणइ ण पासइ । सेत्तं अणाणुगामियं ओहिणाणं । શબ્દાર્થ – લે નદીના જે તે = અમુક નામની કોઈ વ્યક્તિ, પ માં એક વિશાળ, ગોઠ્ઠાઇ 18 = અગ્નિનો કુંડ બનાવીને, તણેવ = તે અગ્નિને પ્રજ્વલિત કરીને, ગોદ્દાપસર તે અગ્નિ સ્થાનના, હિં-ર૯ = ચારે બાજુ, પરિયોના પરિણા = સર્વ દિશા અને વિદિશામાં ઘૂમે, તમેવ ગોલ્ફા = તો તે જ્યોતિથી પ્રકાશિત ક્ષેત્રને જુએ છે, અલ્યાણ જ પારફ = અન્યત્ર જાય ત્યારે તે પ્રકાશિત ક્ષેત્રને જુએ નહીં, વામેવ = એ જ રીતે, નત્યેવ = જે ક્ષેત્રમાં, સમુumફ = ઉત્પન્ન થયું. તત્થવ = તે જ ક્ષેત્રમાં રહીને, સંવા િવ = સંલગ્ન, નિરંતર ક્ષેત્રને અથવા, અસાળિ વ = અસંલગ્ન ક્ષેત્ર, જાળી સમાન આંતરાવાળા ક્ષેત્રને કે ક્ષેત્રમાં રહેલ દ્રવ્યોને, અલ્યાણ = અન્યત્ર ગયેલ. ભાવાર્થ - પ્રશ્ન- અનાનુગામિક અવધિજ્ઞાન કોને કહેવાય?
ઉત્તર– જેમ કોઈ પણ નામવાળી વ્યક્તિ એક બહુ મોટો અગ્નિ કુંડ બનાવીને તેમાં અગ્નિને પ્રજ્વલિત કરીને ચારે બાજુ દરેક દિશા અને વિદિશાઓમાં તે પ્રકાશમાં ચાલતાં ચાલતાં તે જ્યોતિથી પ્રકાશિત ક્ષેત્રને દેખે છે, પરંતુ પ્રકાશિત ક્ષેત્રથી અન્યત્ર ચાલ્યો જાય, તો ત્યાંના તે પદાર્થોને દેખે નહીં. એ જ રીતે અનાનુગામિક અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં ઉત્પન્ન થાય તે જ ક્ષેત્રમાં રહીને તે વ્યક્તિ સંખ્યાત તથા અસંખ્યાત જોજન સુધી જાણે, દેખે છે, તે ક્ષેત્રમાં પણ અંતર અંતરથી પણ જાણે અને નિરંતર પણ સંખ્યાત અસંખ્યાત જોજન સુધી જાણે છે, દેખે છે. અન્યત્ર ચાલ્યો જાય તો જાણે, દેખે નહીં; તેને અનાનુગામિક અવધિજ્ઞાન કહે છે.