________________
[ ૧૮ ]
શ્રી નદી સૂત્ર
વિવેચન :
આ સૂત્રમાં સ્થિર અગ્નિકુંડની ઉપમાથી અનાનુગામિક અવધિજ્ઞાનનું સ્વરૂપ બતાવેલ છે. જેમ અગ્નિકુંડનું પ્રકાશ ક્ષેત્ર એક સ્થાન પર સ્થિર રહે છે તેમ આ અવધિજ્ઞાનનું જ્ઞાનક્ષેત્ર ત્યાં જ સ્થિર રહે છે. જેમ તે અગ્નિકુંડના પ્રકાશિત ક્ષેત્રમાં રહીને અથવા ત્યાં આવીને વ્યક્તિ ત્યાં રહેલા પ્રકાશિત પદાર્થોને દેખી શકે છે તેમ અનાનુગામિક અવધિજ્ઞાન દ્વારા પ્રકાશિત તે સ્થિર ક્ષેત્રમાં રહીને કે આવીને તે આત્મા
ત્યાં રહેલા પદાર્થોને જાણી શકે છે, જોઈ શકે છે. સંવ ના અસંબદ્ધજિ વા :- જેમ જાળીમાંથી પ્રકાશ બહાર નીકળે, તે પ્રકાશની વચ્ચે વચ્ચે અંધકાર હોય છે અર્થાત જાળીમાંથી નીકળતો પ્રકાશ સંલગ્ન હોતો નથી તેમ અવધિજ્ઞાનથી પ્રકાશિત થનાર ક્ષેત્ર પણ જાણી રૂપે અંતરાળવાળું થઈ શકે છે અને અંતરાળ વિનાનું પણ થઈ શકે છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની વિચિત્રતાથી એમ થઈ શકે છે. સંલગ્ન હોય તેને સંબદ્ધ કહેવાય છે અને અસંલગ્ન હોય તેને અસંબદ્ધ કહેવાય છે. એને વ્યવધાનવાળું અને અવ્યવધાનવાળું અવધિજ્ઞાન પણ કહી શકાય છે.
[૩] વર્ધમાન અવધિજ્ઞાન :| ६ से किं तं वड्डमाणयं ओहिणाणं ? वड्डमाणयं ओहिणाणं पसत्थेसु अज्झव- साणट्ठाणेसु वट्टमाणस्स वट्टमाण चरित्तस्स, विसुज्झमाण अज्झवसाणस्स विसुज्झमाण चरित्तस्स सव्वओ समंता ओही वड्डइ । શબ્દાર્થ – પલ્થનું અવસાને વાસ = પ્રશસ્ત અધ્યવસાય સ્થાનોની ઉપસ્થિતિમાં, વ૬ના વરિતાર્સ= ચારિત્ર પરિણામોની હાજરીમાં, વિનુભાઇ સાવલાસ = અધ્યવસાયોની વિશુદ્ધિ થતાં, વિગુફાના વરિરસ = ચારિત્ર પરિણામોની વિશુદ્ધિ થતાં, સવ્વ = સર્વદિશા અને સર્વ વિદિશામાં, સમતા = ચારે બાજુ, ચોદી વ૬૬ = અવધિજ્ઞાન એટલે અવધિજ્ઞાનનું ક્ષેત્ર વૃદ્ધિ પામે છે. ભાવાર્થ :- પ્રશ્ન- વર્ધમાન અવધિજ્ઞાનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પ્રશસ્ત અધ્યવસાયસ્થાનો અર્થાત્ વિચારોમાં રહેનાર અને સંયમભાવમાં રહેનાર આત્માના અધ્યવસાયોની વિશુદ્ધિ થતાં ચારિત્ર પરિણામોની પણ વિશુદ્ધિ થતાં તેના અવધિજ્ઞાનની સર્વ દિશાઓમાં, ચારે બાજુ વૃદ્ધિ થાય છે. વિવેચન :
જે અવધિજ્ઞાનીના આત્મ પરિણામ વિશુદ્ધથી વિશુદ્ધતર થતા જાય તેનું અવધિજ્ઞાન પણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું જાય છે, તેને વર્ધમાન અવધિજ્ઞાન કહે છે. વર્ધમાન અવધિજ્ઞાન સમ્યગુદષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિને હોય છે, પરંતુ અહીં સૂત્રકારે સર્વવિરતિની જ પ્રમુખતાએ ગ્રહણ કરેલ છે કારણ કે પરિણામોની