________________
[ ૫૬ ]
શ્રી નંદી સૂત્ર
= સંખ્યાત અથવા, અ ના િવ = અસંખ્યાત, નોય-નાયગાળ = જોજનમાં રહેલા દ્રવ્યોને, નાપા = વિશિષ્ટ જ્ઞાનથી જાણે છે, પાસા = જુએ છે, સન્નતા = સર્વ દિશા અને સર્વ વિદિશામાં રહેલા દ્રવ્યોને. ભાવાર્થ :- પ્રશ્ન- અંતગત અને મધ્યગત અવધિજ્ઞાનમાં શું અંતર છે?
ઉત્તર- પુરતઃ અંતગત અવધિજ્ઞાન આગળ સંખ્યાત અથવા અસંખ્યાત યોજનમાં રહેલા દ્રવ્યોને જાણે છે અને દેખે છે અથવા સામાન્ય રૂપે જુએ છે અને વિશેષરૂપે જાણે છે.
માર્ગતઃ અંતગત અવધિજ્ઞાન દ્વારા પાછળ રહેલા સંખ્યાત અથવા અસંખ્યાત યોજનમાં સ્થિત દ્રવ્યોને વિશેષરૂપે જાણે છે અને સામાન્યરૂપે દેખે છે.
પાર્થતઃ અંતગત અવધિજ્ઞાનથીએક અથવા બંને બાજુમાં રહેલ દ્રવ્યોને સંખ્યાત અથવા અસંખ્યાત જોજન સુધી વિશેષરૂપે જાણે છે અને સામાન્યરૂપે દેખે છે. આ રીતે આનુગામિક અવધિજ્ઞાનનું વર્ણન છે.
મધ્યગત અવધિજ્ઞાની પોતાની ચારેબાજુ સર્વ દિશાઓમાં અને વિદિશાઓમાં સંખ્યાત અથવા અસંખ્યાત જોજન સુધી સ્થિત દ્રવ્યોને વિશેષરૂપે જાણે છે અને સામાન્યરૂપે દેખે છે. વિવેચન :
આ સુત્રમાં અંતગત અને મધ્યગત અવધિજ્ઞાનમાં રહેલ અંતરને બતાવેલ છે. અવધિજ્ઞાનનો વિષય રૂપી પદાર્થ છે. આ અવધિજ્ઞાનના ભેદો મુખ્યતયા ક્ષેત્રને આશ્રિત છે. જેમ કે એક દિશા, અનેક દિશા, આગળ, પાછળ, બંને બાજુ, ચોતરફ, સર્વ દિશાઓ, વિદિશાઓ અને ઉપર નીચે વગેરે, વગેરે.
મધ્યગત અવધિજ્ઞાન દેવો, નારકીઓ અને તીર્થકરોને નિશ્ચિત હોય જ છે. તિર્યંચોને ફક્ત અંતગત અવધિજ્ઞાન હોય છે પરંતુ મનુષ્યને અંતગત તથા મધ્યગત બન્ને પ્રકારનું આનુગામિક અવધિજ્ઞાન થઈ શકે છે. પ્રજ્ઞાપના સૂત્રના તેત્રીસમાં પદમાં બતાવ્યું છે કે નારકી, ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોને સર્વતઃ અવધિજ્ઞાન હોય છે, પંચેન્દ્રિય તિર્યંચોને દેશતઃ હોય છે અને મનુષ્યને દેશતઃ તથા સર્વતઃ બન્ને પ્રકારનું અવધિજ્ઞાન થઈ શકે છે.
સુત્રમાં સંખ્યાત અને અસંખ્યાત જોજનનું પ્રમાણ બતાવેલ છે તેનાથી એ સ્પષ્ટ થાય છે કે અવધિજ્ઞાનના અસંખ્ય ભેદ છે. પ્રથમ રત્નપ્રભા નરકના નારકોને જઘન્ય સાડા ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉ, બીજી શર્કરા પ્રભા નરકના નારકોને જઘન્ય ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ સાડા ત્રણ ગાઉ, ત્રીજી વાલુકાપ્રભાના નારકોને જઘન્ય અઢી ગાઉ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ, ચોથી પંકપ્રભામાં નારકોને જઘન્ય બે ગાઉ અને ઉત્કૃષ્ટ અઢી ગાઉ, પાંચમી ધૂમપ્રભાના નારકોને જઘન્ય દોઢ ગાઉ અને ઉત્કૃષ્ટ બે ગાઉ, છઠ્ઠી તમ:પ્રભાના નારકોને જઘન્ય એક ગાઉ અને ઉત્કૃષ્ટ દોઢ ગાઉ અને સાતમી તમ: તમા પૃથ્વીના નારકોને જઘન્ય અર્થો ગાઉ અને ઉત્કૃષ્ટ એક ગાઉ જેટલું અવધિજ્ઞાન હોય છે.