________________
અવધિજ્ઞાન
અવધિજ્ઞાન કહે છે. કોઈ કોઈ અવધિજ્ઞાન ક્ષયોપશમની વિચિત્રતાથી એક બાજુના જ પદાર્થોને પ્રકાશિત કરે છે અને કોઈ કોઈ બન્ને બાજુના પદાર્થોને પ્રકાશિત કરે છે.
પ્રશ્ન- મધ્યગત અવધિજ્ઞાન કોને કહેવાય?
ઉત્તર-મધ્યગત અવધિજ્ઞાન આ પ્રમાણે છે- જેમ કોઈ પુરુષ ઉલ્કા, મશાલ, ઘાસનો પૂળો, અગ્રભાગથી બળતું લાકડું, મણિ, પ્રદીપ અથવા ક્રૂડા આદિમાં રાખેલ અગ્નિને મસ્તક પર રાખીને ચાલે છે ત્યારે તેને ઉપર્યુક્ત પ્રકાશ દ્વારા માર્ગમાં સર્વ દિશાઓમાં રહેલા પદાર્થો દેખાઈ જાય છે તેમ સર્વ દિશાઓમાં રહેલા પદાર્થોનું જ્ઞાન કરાવતાં કરાવતાં જે જ્ઞાન જ્ઞાતાની સાથે ચાલે છે તેને મધ્યગત અવધિજ્ઞાન કહે છે.
વિવેચન :
અહીં સુત્રકારે આનુગામિક અવધિજ્ઞાન અને તેના ભેદોનું વર્ણન કરેલ છે. આત્માને જે સ્થાને અને જે ભવમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે પુરુષ સ્થળાંતર કરે અથવા તો બીજા ભવમાં જાય તો પણ જે જ્ઞાન આત્માની સાથે જાય તેને આનુગામિક અવધિજ્ઞાન કહે છે. તેના બે પ્રકાર છે–અંતગત અને મધ્યગત. અહીં "અંત" શબ્દ પર્યત વાચક છે. જે અવધિજ્ઞાનનું ક્ષેત્ર બન્ને બાજુ કિનારાવાળું હોય, ચોતરફ વર્તુળાકાર ન હોય તેને અંતગત અવધિજ્ઞાન કહેવાય છે. જેમ કે ગવાક્ષ–બારી આદિ કોઈ પણ છિદ્ર દ્વારા પ્રદીપ આદિનો પ્રકાશ બહારની વસ્તુને પ્રકાશિત કરે છે. તે પ્રકાશ બન્ને બાજુ કિનારાવાળો હોય તેમ આ અંતગત અવધિજ્ઞાનને સમજવું. જેમ કોઈ જાળીમાંથી બહાર નીકળતો દીપકનો પ્રકાશ અનેક વિભાગોમાં ટુકડાઓમાં વિભક્ત હોય છે તેમ આ અવધિજ્ઞાન દ્વારા જોવાતા ક્ષેત્ર અનેક ખંડમાં વિભક્ત પણ હોઈ શકે છે. સંખ્યાત અસંખ્યાત ખંડમાં પણ વિભક્ત થઈ શકે છે. કર્મના ક્ષયોપશમની વિચિત્રતાથી એવા અનેક વિભાગવાળું અંતગત અવધિજ્ઞાન મનુષ્ય તિર્યંચને થઈ શકે છે. અંતગત અને મધ્યગતમાં વિશેષતા :| ४ अंतगयस्स मज्झगयस्स य को पइविसेसो ? पुरओ अंतगएणं
ओहिणाणेणं पुरओ चेव संखेज्जाणि वा असंखेज्जाणि वा जोयणाणि जाणइ पासइ, मग्गओ अंतगएणं ओहिणाणेणं मग्गओ चेव संखेज्जाणि वा असंखेज्जाणि वा जोयणाणि जाणइ पासइ, पासओ अंतगएणं ओहिणाणेणं पासओ चेव संखेज्जाणि वा असंखेज्जाणि वा जोयणाई जाणइ पासइ, मज्झगएणं ओहिणाणेणं सव्वओ समंता संखेज्जाणि वा असंखेज्जाणि वा जोयणाइं जाणइ पासइ । से तं आणुगामियं ओहिणाणं । શબ્દાર્થ – શું, વિરેલી વિશેષતા છે, પુરો વેવ = આગળથી, સંજ્ઞાન ના