________________
શ્રી નંદી સૂત્ર
=
મણિ, જોરૂં વા = પ્યાલા આદિમાં જલતી અગ્નિ, મશાલ, પર્જવ વા = પ્રદીપ આદિની અગ્નિને, पुरओकाउं = આગળ રાખીને, પશુìમાળે પખુલ્લેમાળે - હાથ અથવા લાકડી આદિ વડે તેને સામે સંભાળીને રાખતાં રાખતાં, પરિમાર્ગ પર માળે - બન્ને બાજુ સંભાળીને રાખતાં રાખતાં, વ્ઝના ચાલે, મળો તું - પાછળ રાખીને, અહેમાળે અણુ તેમાળે - હાથ અથવા લાકડી વડે તેને પાછળ સંભાળીને રાખતાં, પાસો હતું - પડખાની બાજુએ, મવદ્ સ- મસ્તક પર રાખી, સમુહમાળે સમુધ્વ માળે- તે કૂંડા વગેરેને મસ્તક પર રાખીને, મસ્તક પર વહન કરતાં કરતાં. ભાવાર્થ :- પ્રશ્ન- અનુગામિક અવધિજ્ઞાનના કેટલા પ્રકાર છે ?
= વાડ
=
૫૪
ઉત્તર- અનુગામિક અવધિજ્ઞાનના બે પ્રકાર છે– (૧) અંતગત (૨) મધ્યગત.
પ્રશ્ન- અંતગત અવધિજ્ઞાનના કેટલા પ્રકાર છે ?
ઉત્તર- અંતગત અવધિજ્ઞાનના ત્રણ પ્રકાર છે– (૧) પુરતઃ અંતગત—આગળથી અંતગત (૨) માર્ગતઃ અંતગત—પાછળથી અંતગત (૩) પાર્શ્વતઃ અંતગત—બન્ને પડખેથી અંતગત.
પ્રશ્ન- અંતગત અવધિજ્ઞાન કોને કહેવાય ? કેટલા પ્રકારનું છે ?
ઉત્તર- પુરતઃ અંતગત અવધિજ્ઞાન આ પ્રમાણે છે– જેમ કોઈ વ્યક્તિ દીવડી, ઘાસનો પૂળો, બળતું લાકડું, મણિ, પ્રદીપ અથવા કોઈ વાસણમાં પ્રજ્વલિત અગ્નિ રાખીને હાથ વડે અથવા દંડ વડે તેને સંભાળીને આગળ રાખતાં ચાલે છે ત્યારે ઉક્ત પદાર્થોના પ્રકાશ વડે માર્ગમાં રહેલ આગળની વસ્તુઓ દેખાતી જાય છે, એ જ રીતે જે અવધિજ્ઞાન પણ આગળના પ્રદેશમાં પ્રકાશ કરતાં કરતાં સાથે ચાલે છે તેને પુરતઃઅંતગત અવધિજ્ઞાન કહે છે.
પ્રશ્ન- માર્ગતઃ અંતગત અવધિજ્ઞાન કોને કહેવાય ?
ઉત્તર- માર્ગતઃ અંતગત અવધિજ્ઞાન આ પ્રમાણે છે. જેમ કોઈ માણસ દીવડી, ઘાસનો પૂળો, બળતું કાષ્ટ, મણિ, પ્રદીપ અથવા કોઈ વાસણમાં સળગતી અગ્નિને રાખીને હાથ વડે અથવા દંડ વડે કે દંડ જડે ઉક્ત પદાર્થોને પાછળના ભાગમાં સંભાળીને ચાલે તો તેના પ્રકાશમાં પાછળ રહેલ પદાર્થોને જોતા જોતાં ચાલ્યો જાય છે, એ જ રીતે જે જ્ઞાન પાછળના પદાર્થોને પ્રકાશિત કરે છે તેને માર્ગતઃ અંતગત અવધિજ્ઞાન કહેવાય છે.
પ્રશ્ન- પાર્શ્વથી—અંતગત અવધિજ્ઞાન કોને કહેવાય છે ?
ઉત્તર- પાર્શ્વતઃ અંતગત અવધિજ્ઞાન આ પ્રમાણે છે– જેમ કોઈ પુરુષ દીપિકા, ઘાસનો પુળો, બળતું કાષ્ટ, મણિ, પ્રદીપ અથવા કોઈ પણ વાસણમાં પ્રજ્વલિત અગ્નિને રાખીને હાથ વડે કે દંડ વડે ઉક્ત પદાર્થોને બાજુમાં રાખતા ચાલે ત્યારે ઉક્ત પદાર્થોના પ્રકાશ વડે બાજુમાં રહેલ વસ્તુઓ દેખાતી જાય છે તેમ જે અવધિજ્ઞાન પાર્શ્વવર્તી પદાર્થોનું જ્ઞાન કરાવતાં કરાવતાં જ્ઞાતાની સાથે ચાલે છે તેને પાર્શ્વતઃ