________________
અવધિજ્ઞાન
[ ૫૧ ]
પ્રશ્ન- ક્ષાયોપથમિક અવધિજ્ઞાન કોને હોય છે?
ઉત્તર– ક્ષાયોપથમિક અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયને હોય છે. પ્રશ્ન- ભગવન્! ક્ષાયોપથમિક અવધિજ્ઞાનની ઉત્પત્તિનું કારણ શું છે? ઉત્તર-જે કર્મ (અવધિજ્ઞાનાવરણીય) અવધિજ્ઞાનની ઉત્પત્તિમાં રૂકાવટ કરે છે તેમાંથી ઉદયમાં આવેલા કર્મનો ક્ષય અને અનુદિત કર્મનો ઉપશમ થવાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તેને ક્ષાયોપથમિક અવધિજ્ઞાન કહે છે.
વિવેચન :
મન અને ઈન્દ્રિયની સહાયતા વિના ઉત્પન્ન થનાર નોઈન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાનના ત્રણ ભેદ છેઅવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન.
અવધિજ્ઞાનના બે પ્રકાર છે– ભવપ્રત્યયિક અને ક્ષાયોપથમિક. ભવપ્રત્યયિક અવધિજ્ઞાન ભવના પ્રભાવથી જન્મ લેતી વખતે જ ઉત્પન્ન થાય છે. તેને પ્રાપ્ત કરવા માટે સંયમ, તપ અને અનુષ્ઠાનાદિની આવશ્યકતા રહેતી નથી. ક્ષાયોપથમિક અવધિજ્ઞાનની પ્રાપ્તિ માટે ઉપરના કારણોની સહાયતા રહે છે.
અવધિજ્ઞાનના સ્વામી ચારે ય ગતિના જીવો હોય છે. ભવપ્રત્યયિક અવધિજ્ઞાન દેવો અને નારકોને હોય છે. ક્ષાયોપથમિક અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયને હોય છે. તેને "ગુણપ્રત્યય અવધિજ્ઞાન" પણ કહે છે.
શંકા- અવધિજ્ઞાન ક્ષાયોપથમિક ભાવમાં જ પરિગણિત થાય છે, તો પછી નારકો અને દેવોને ભવપ્રત્યયિક- ભવના કારણથી શા માટે કહ્યું છે?
સમાધાન- વસ્તુતઃ અવધિજ્ઞાન લાયોપથમિક ભાવમાં જ છે. નારકો અને દેવોને પણ ક્ષયોપશમથી જ અવધિજ્ઞાન થાય છે પરંતુ તે ક્ષયોપશમમાં નરકભવ અને દેવભવ પ્રધાન કારણરૂપ છે અર્થાતુ એ ભવોના નિમિત્તથી નારકો અને દેવોને અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થઈ જ જાય છે માટે તેના અવધિજ્ઞાનને ભવપ્રત્યય કહેવાય છે. જેમ કે પક્ષીઓમાં ઉડવાની શક્તિ ક્ષયોપશમ ભાવમાં હોવા છતાં ભવપ્રત્યયિક જ હોય છે પરંતુ મનુષ્યભવમાં આ રીતે વાયુયાન વિના કે જંઘાચરણ અથવા વિદ્યાચરણ લબ્ધિ વિના ગગનમાં ગતિ કરવાની શક્તિ હોતી નથી.
અવધિજ્ઞાનના છ ભેદ :| २ अहवा गुणपडिवण्णस्स अणगारस्स ओहिणाणं समुपज्जइ । तं समासओ छव्विहं पण्णत्तं, तं जहा- (१) आणुगामियं (२) अणाणुगामियं (ર) મા (૪) દયનાળયે (૧) પીવા (૬) અપડેવા . શબ્દાર્થ :- અહેવા મુળડિવાન્સ = અથવા ગુણપ્રતિપન્ન, અગર = અણગારને,