________________
| ૫૨ |
શ્રી નંદી સૂત્ર
ફિMTM = અવધિજ્ઞાન, સમુપજ = ઉત્પન્ન થાય છે, મજુરાસિય = આનુગામિક, અગાપુiાનિય = અનાનુગામિક, વાગય = વર્ધમાન, હયગાળવું = હીયમાન, હાસમાન, પડિવારૂ= પ્રતિપાતિક, કાપડિવારૂ = અપ્રતિપાતિક.
ભાવાર્થ :- જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ગુણ સંપન્ન મુનિને જે ક્ષાયોપથમિક અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે, તેના સંક્ષેપમાં છ પ્રકાર છે, જેમ કે- (૧) આનુગામિક–જે જ્ઞાન વ્યક્તિની સાથે જાય છે (૨) અનાનુગામિક– જે જ્ઞાન સાથે ન જાય (૩) વર્ધમાન–જે જ્ઞાન વૃદ્ધિ પામતું જાય (૪) હીયમાન– જે જ્ઞાન ક્ષીણ થતું જાય (૫) પ્રતિપાતિક– જે જ્ઞાન એકાએક લુપ્ત થઈ જાય છે (૬) અપ્રતિપાતિક- જે જ્ઞાન લુપ્ત થતું જ નથી.
વિવેચન :
અહીં મૂળગુણ અને ઉત્તરગુણથી સંપન્ન અણગારને ગુણપ્રતિપન્ન કહ્યા છે અથવા જ્ઞાન, દર્શન ચારિત્રસંપન્ન અણગારને ગુણ પ્રતિપન્ન કહ્યા છે. (૧) આનુગામિક – જેમ ચાલતા પુરુષની સાથે નેત્ર, સૂર્યની સાથે આતપ અને ચંદ્રની સાથે ચાંદની કાયમી રહે છે એ જ રીતે આનુગામિક અવધિજ્ઞાન પણ જ્યાં અવધિજ્ઞાની જાય છે ત્યાં તેની સાથે જ જાય છે. આ જ્ઞાન કોઈ એક ક્ષેત્રને સંબદ્ધ રહેતું નથી પરંતુ અવધિજ્ઞાની વ્યક્તિથી સંબદ્ધ રહે છે.
(ર) અનાનુગામિક:- જે જ્ઞાન જ્ઞાતાના સ્થાનાંતર સાથે ન જાય તેને અનાનુગામિક અવધિજ્ઞાન કહે છે. અર્થાત્ જે જ્ઞાન અમુક ક્ષેત્રથી સંબંધિત હોય તેને અનાનુગામિક કહે છે.
જેમ કે દીપકનો પ્રકાશ મર્યાદિત ક્ષેત્રમાં હોય છે. ક્ષેત્રની મર્યાદામાં રહેલા પદાર્થોને જ તે પ્રકાશ પ્રકાશિત કરે છે. તે ક્ષેત્ર મર્યાદાથી બહાર રહેલા પદાર્થોને તે પ્રકાશ પ્રકાશિત કરી શકતો નથી. જ્યારે તે ક્ષેત્ર મર્યાદામાં વ્યક્તિ પ્રવેશ કરે ત્યારે જ પદાર્થને જાણી શકે છે. તે જ રીતે અનાનુગામિક અવધિજ્ઞાન પણ ક્ષેત્રથી સંબદ્ધ છે. જેમ કે ભારતમાં રહેનાર કોઈ વ્યક્તિને સંપૂર્ણ ભારતને જાણી શકે તેટલું અવધિજ્ઞાન થયું. તે વ્યક્તિ સંપૂર્ણ ભારતમાં ગમે ત્યાં જાય પરંતુ અવધિજ્ઞાનના માધ્યમથી તે સંપૂર્ણ ભારતના પદાર્થો જોઈ શકશે. જો તે ભારતની બહાર વિદેશમાં જાય તો તેનું અવધિજ્ઞાન સાથે જતું નથી. પુનઃ ભારતમાં આવે ત્યારે અવધિજ્ઞાન કાર્યાન્વિત બને છે.
(૩) વર્ધમાનક - જેમ જેમ અગ્નિમાં કાષ્ઠ નાખીએ તેમ તેમ એ અધિકાધિક વૃદ્ધિ પામે છે, તેમજ તેનો પ્રકાશ પણ વધતો જાય છે. એ જ રીતે જેમ જેમ પરિણામમાં વિશુદ્ધિ વધતી જાય છે તેમ તેમ અવધિજ્ઞાન પણ વૃદ્ધિ પામતું જાય છે, તેને વર્ધમાન અવધિજ્ઞાન કહેવાય છે.
(૪) હીયમાનઃ- જેમ અગ્નિમાં નાંખેલા કાષ્ઠ ક્રમશઃ ઓછા કરવાથી અગ્નિ પ્રતિક્ષણ મંદ થતી જાય છે તે જ રીતે વિશદ્ધ પરિણામો ઓછા થવાથી અવધિજ્ઞાન પણ ક્રમશઃ હીન, હીનતર અને હીનતમ થતું જાય છે, તેને હીયમાન અવધિજ્ઞાન કહેવાય છે.