________________
જ્ઞાનના ભેદ પ્રભેદ
[ ૪૫ ]
વિશુદ્ધ:- ચાર ક્ષાયોપથમિક જ્ઞાન શુદ્ધ બની શકે છે પરંતુ વિશુદ્ધ બની શકે નહીં. વિશુદ્ધ એક કેવળજ્ઞાન જ હોય છે કેમ કે તે શુદ્ધ આત્માનું સ્વરૂપ છે. પ્રતિપર્ણ:- ક્ષયોપથમિક જ્ઞાન કોઈ પણ પદાર્થની સર્વ પર્યાયોને જાણી શકે નહીં. જે જ્ઞાન સર્વ દ્રવ્યની સમસ્ત પર્યાયને જાણે પ્રતિપૂર્ણ જ્ઞાન કહેવાય છે. અનંત – જે જ્ઞાન અન્ય દરેક જ્ઞાન કરતા શ્રેષ્ઠતમ, અનંતાનંત પદાર્થને જાણવાની શક્તિ ધરાવે છે અને ઉત્પન્ન થયા પછી ક્યારે ય જે જ્ઞાન નષ્ટ થતું નથી, અનંત કહેવાય છે. નિરાવરણ – આ જ્ઞાન ઘાતિકર્મોના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થાય છે માટે તે નિરાવરણ છે.
ક્ષયોપથમિક જ્ઞાનમાં રાગ, દ્વેષ, ક્રોધ, લોભ તેમજ મોહ આદિના અંશ વિદ્યમાન રહે છે પરંતુ કેવળજ્ઞાન એ સર્વથી સર્વથા રહિત છે અર્થાતુ પૂર્ણ વિશુદ્ધ છે.
ઉપરના પાંચ પ્રકારના જ્ઞાનમાં પહેલા બે પ્રકારના જ્ઞાન પરોક્ષ છે અને અંતિમ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે.
શ્રતજ્ઞાનના બે પ્રકાર છે– (૧) અર્થશ્રત (૨) સૂત્રશ્નત. અરિહંત કેવળજ્ઞાનીઓ દ્વારા અર્થશ્રુતની પ્રરૂપણા થાય છે અને અરિહંતના શિષ્ય ગણધર દેવ મૂળસૂત્રની રચના કરે છે તે સૂત્રરૂપ આગમ કે સૂત્ર કહેવાય છે.
अत्थं भासइ अरहा, सुत्तं गंथंति गणहरा णिउणा । सासणस्स हियट्ठाए, तओ सुत्तं पवत्तेइ ॥
શાસનના હિત માટે તત્ત્વોનું અર્થરૂપે પ્રતિપાદન અરિહંત દેવ કરે છે અને તેમના ગણધરો, નિપુણ શિષ્યો સૂત્રનું ગૂંથન કરે છે, સૂત્રની રચના કરે છે. આ પ્રકારે સૂત્રનું પ્રવર્તન થાય છે. એક વાત
ધ્યાનમાં રાખવી કે-ગણધરદેવ એકવાર મૌલિક રૂપે આગમનું ગૂંથન, સંપાદનનું કાર્ય શાસનના પ્રારંભમાં જ કરે અને ત્યારથી જ શિષ્યોના અધ્યયનનું કાર્ય ચાલુ થઈ જાય છે. ગણધર દેવ સૂત્રોનું ગૂંથન કરે છે તે જ સૂત્ર શિષ્ય પરંપરામાં ચાલે છે અને તેના આધારથી જિનશાસન ચાલુ રહે છે. તીર્થકર ભગવંત જીવન પર્યત અર્થ, પરમાર્થ, વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરોનું કથન અને પ્રરૂપણા સમયે સમયે કરે છે.
પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાન :| २ तं समासओ दुविहं पण्णत्तं, तं जहा- पच्चक्खं च परोक्खं च ॥ શબ્દાર્થ :-< = તે જ્ઞાન, સમાગો = સંક્ષેપથી. ભાવાર્થ :- જ્ઞાન પાંચ પ્રકારના હોવા છતાં સંક્ષિપ્તમાં તેના બે પ્રકાર છે (૧) પ્રત્યક્ષ અને (૨)પરોક્ષ.