________________
[ ૪૬]
શ્રી નદી સૂત્ર
વિવેચન :
'અ રિવર્તતે તyત્યાં '= જીવ અથવા આત્માને અક્ષ કહે છે. જે જ્ઞાન આત્માના પ્રતિ સાક્ષાત્ હોય અર્થાત્ સાક્ષાત્ આત્માથી ઉત્પન્ન થાય, જેને કોઈ ઈન્દ્રિય આદિ માધ્યમની અપેક્ષા ન હોય, તેને પ્રત્યક્ષ જ્ઞાન' કહે છે.
અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ બન્ને જ્ઞાન દેશ-અપૂર્ણ પ્રત્યક્ષ કહેવાય છે. કેવળજ્ઞાન સર્વ પ્રત્યક્ષ કહેવાય છે કેમ કે સર્વ રૂપી અને અરૂપી પદાર્થ તેનો વિષય છે. જે જ્ઞાન ઈન્દ્રિય અને મનની સહાયતાથી પ્રાપ્ત થાય તેને "પરોક્ષજ્ઞાન' કહે છે. શાનની કમ વ્યવસ્થા - પાંચ જ્ઞાનમાં સર્વ પ્રથમ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો નિર્દેશ કરેલ છે. તેનું કારણ એ છે કે- (૧) એ બન્ને જ્ઞાન સમ્યક અને મિથ્થારૂપે ચૂનાધિક માત્રામાં સમસ્ત સંસારી જીવોને સદૈવ હોય છે (૨) સર્વથી અધિક અવિકસિત નિગોદના જીવોને પણ આ બંને જ્ઞાન અસમ્યકરૂપે હોય છે (૩) આ બન્ને જ્ઞાનની ઉપસ્થિતિમાં જ શેષ જ્ઞાન ઉત્પન્ન થાય છે માટે આ બન્ને જ્ઞાનનો સર્વ પ્રથમ નિર્દેશ કર્યો છે. કેવળજ્ઞાન પણ આ બે જ્ઞાનની ઉપસ્થિતિમાં જ ઉત્પન્ન થાય છે પરંતુ કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં જ આ બંને જ્ઞાન તેમાં જ સમાઈ જાય છે અને કેવળજ્ઞાન એક જ રહે છે. તે પોતે પરિપૂર્ણ જ્ઞાન છે તેની સાથે બીજા કોઈ જ્ઞાનની આવશ્યકતા હોતી જ નથી.
આ બન્ને જ્ઞાનમાં પહેલા મતિજ્ઞાનનો ઉલ્લેખ કરવાનું કારણ એ છે શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય છે.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાનનો નિર્દેશ કરવાનું કારણ એ છે કે આ બન્ને જ્ઞાનની સાથે અવધિજ્ઞાનની ઘણી સમાનતા છે, જેમ કે– (૧) મિથ્યાત્વના ઉદયથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન જેમ મિથ્થારૂપે પરિણત થાય છે, તેમ અવધિજ્ઞાન પણ મિથ્યારૂપે પરિણત થાય છે. (૨) તે સિવાય જ્યારે કોઈ વિર્ભાગજ્ઞાની સમ્યગ્દષ્ટિ થાય છે ત્યારે ત્રણે ય જ્ઞાન એકી સાથે જ સમ્યકરૂપે પરિણત થઈ જાય છે. (૩) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ છાસઠ સાગરોપમથી કંઈક અધિક હોય છે. અવધિજ્ઞાનની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ તેટલી જ હોય છે. આ સમાનતા હોવાથી મતિ અને શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાનનો નિર્દેશ કરેલ છે.
અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાનનો નિર્દેશ કરવાનું કારણ એ છે કે બન્નેમાં પ્રત્યક્ષત્વની સમાનતા છે, જેમ અવધિજ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષ છે, વિકલ(અપૂર્ણ) અને ક્ષયોપશમજન્ય છે તેમ મન:પર્યવજ્ઞાન પણ પારમાર્થિક પ્રત્યક્ષ, વિકલ અને ક્ષયોપશમજન્ય છે.
કેવળજ્ઞાન સૌથી છેલ્લે પ્રાપ્ત થાય છે માટે તેનો નિર્દેશ અંતે કર્યો છે. પ્રત્યક્ષજ્ઞાનના ભેદ - | ३ से किं तं पच्चक्खं ? पच्चक्खं दुविहं पण्णत्तं, तं जहा- इंदियपच्चक्खं