________________
શ્રી નંદી સૂત્ર
ક્ષયોપશમથી થનારા જ્ઞાન ચાર છે, તેને ક્ષાયોપથમિક જ્ઞાન કહેવાય છે. આ રીતે જ્ઞાનના કુલ પાંચ ભેદ
પત્ત (પ્રજ્ઞપ્ત) - Youત્ત કહીને શાસ્ત્રકારે એમ બતાવ્યું છે કે આ કથન હું મારી બુદ્ધિથી અથવા કલ્પનાથી કરતો નથી. તીર્થકર ભગવાને જ આ પ્રતિપાદન કર્યું છે. (૧) આભિનિબોવિકજ્ઞાન :- આત્મા દ્વારા પ્રત્યક્ષ અર્થાત સામે આવેલ પદાર્થને જાણનાર જ્ઞાનને આભિનિબોધિક જ્ઞાન કહેવાય છે અથવા જે જ્ઞાન પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા ઉત્પન્ન થાય તેને આભિનિબોધિકજ્ઞાન-મતિજ્ઞાન કહેવાય છે. (૨) શ્રુતજ્ઞાન - કોઈ પણ શબ્દનું શ્રવણ કરવાથી વાચ્ય–વાચકભાવ સંબંધના આધાર વડે અર્થની જે ઉપલબ્ધિ થાય છે, તે શ્રુતજ્ઞાન કહેવાય છે. તેની ઉત્પત્તિમાં ઈન્દ્રિયોની અપેક્ષાએ મનની મુખ્યતા હોય
છે.
(૩) અવધિજ્ઞાન - આ જ્ઞાન ઈન્દ્રિય અને મનની સહાયતા વિના કેવલ આત્મા દ્વારા જ રૂપી મૂર્ત પદાર્થનો સાક્ષાત્કાર કરે છે. આ જ્ઞાન ફકત રૂપી પદાર્થોને પ્રત્યક્ષ કરવાની ક્ષમતા ધરાવે છે, અરૂપીને નહીં. આ તેની અવધિ-મર્યાદા છે. "અવ"નો અર્થ છે નીચે નીચે, "ધિ"નો અર્થ છે જાણવું. જે જ્ઞાન અન્ય દિશાઓની અપેક્ષાએ અધોદિશામાં અધિક જાણે છે તે અવધિજ્ઞાન કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ જ્ઞાન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ મૂર્તિ દ્રવ્યોને અમુક મર્યાદામાં પ્રત્યક્ષ કરવાની શક્તિ ધરાવે છે.
(૪) મન:પર્યવજ્ઞાન :- સમનસ્ક સંજ્ઞી જીવોના મનના પર્યાયોને જે જ્ઞાન દ્વારા જાણી શકાય તેને મન:પર્યવજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન એ થાય છે કે મનની પર્યાય એટલે શું? ઉત્તર- જ્યારે ભાવ મન કોઈ પણ વસ્તુનું ચિંતન કરે ત્યારે તેને ચિંતનીય વસ્તુ અનુસાર ચિંતનકાર્યમાં સંલગ્ન દ્રવ્ય મન પણ ભિન્ન-ભિન્ન પ્રકારની આકૃતિઓ ધારણ કરે છે, તે આકૃતિને મનની પયોય કહેવાય છે.
મન:પર્યવજ્ઞાન મન અને તેની પર્યાયનો જ્ઞાન દ્વારા સાક્ષાત્ કરે છે પરંતુ ચિંતનીય પદાર્થને તે અનુમાન દ્વારા જ જાણે છે, પ્રત્યક્ષ નહીં. (૫) કેવળજ્ઞાન - "કેવલ" શબ્દના વિવિધ અર્થ આ પ્રમાણે છે– એક, અસહાય, વિશુદ્ધ, પ્રતિપૂર્ણ, અનંત અને નિરાવરણ. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે– એક:- જે જ્ઞાન ઉત્પન્ન થતાં પહેલાંના ક્ષયોપશમજન્ય જ્ઞાન તે એકમાં વિલીન થઈ જાય અને કેવલ એક જ શેષ બચે તેને કેવળજ્ઞાન કહેવાય છે. અસહાય :- જે જ્ઞાન મન, ઈન્દ્રિય, દેહ અથવા કોઈ પણ અન્ય વૈજ્ઞાનિક યંત્રની સહાયતા વિના રૂપી–અરૂપી, મૂર્ત—અમૂર્ત સૈકાલિક સર્વ જ્ઞેય પદાર્થને હસ્તામલકવતુ (હાથમાં રાખેલ આંબળાની જેમ) જાણવાની ક્ષમતા ધરાવે છે, તે કેવળજ્ઞાન કહેવાય છે.