________________
અધ્ય.-૨: સલાચાર કથા
[ ૩૯ ]
રહે છે, તેઓ મહાવ્રતી છે, સંયમમાં સ્થિત છે, અહિંસક છે. આવું ઉચ્ચ જીવન જીવનારા, મોક્ષની સાધનામાં તલ્લીન એવા નિગ્રંથોને માટે પાપમય, હિંસા બહુલ અને સંયમ વિઘાતક અનાચારો ત્યાજ્ય હોય છે, આચરવા યોગ્ય હોતા નથી. દેશિકાદિ અનાચાર :
उद्देसियं कीयगडं, णियागमभिहडाणि य ।
राइभत्ते सिणाणे य, गंधमल्ले य वीयणे ॥ છાયાનુવાદ: શિવ તાં, નિત્યપ્રેમબહાનિ I
रात्रिभक्तं स्नानं च, गन्धमाल्ये च वीजनम् ॥ શબ્દાર્થ – ૩સિય = સાધુના ઉદ્દેશ્યથી (સાધુના માટે) બનાવેલો આહાર ય<= ખરીદેલો અથવા સાધુ માટે ગૃહસ્થ ખરીદેલોપિયા} = આમંત્રણ આપેલા ઘેરથી લીધેલો આહાર બદડા = પોતાના ગ્રામાદિથી સાધુ માટે સામે લાવેલો આહાર રાફ = રાત્રિ ભોજન કરવુંસિગ = સ્નાન કરવું = સુગંધને લેવી મત્તે = પુષ્પમાલાદિ ધારણ કરવા અને વાળ = પંખાદિથી વીંઝવું. ભાવાર્થ - (૧) ઔદ્દેશિક આહારાદિ લેવા (૨) સાધુને માટે ખરીદેલા હોય તેવા આહારાદિ લેવા, (૩) આમંત્રણથી આહારાદિ ગ્રહણ કરવા, (૪) ઘેર આદિથી ઉપાશ્રયે સામે લઈ આવેલા ભોજનાદિ લેવા, (૫) રાત્રિ ભોજન કરવું, (૬) સ્નાન કરવું, (૭) સુગંધિત પદાર્થોનું સેવન કરવું, (૮) પુષ્પમાલાદિને ધારણ કરવા, (૯) વીંઝણા, પંખા આદિથી પવન નાંખવો.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં ૯ અનાચારનો ક્રમશઃ ઉલ્લેખ કર્યો છે.
(૧) શિહ :- ઔદેશિક-નિગ્રંથ સાધુ-સાધ્વીના અથવા પરિવ્રાજક-શ્રમણ, નિગ્રંથ, તાપસી આદિ સર્વના લક્ષથી બનાવવામાં આવેલા ભોજન, પાણી, વસ્તુ અથવા મકાન આદિ ઔદેશિક કહેવાય છે. સાધુ-સાધ્વી માટે આ આહારાદિ બનાવ્યા છે, એવી જાણકારી થઈ ગઈ હોય અને તે આહાર ગ્રહણ કરે તો તેને અનાચાર દોષ લાગે છે. આહારાદિ ચીજો બનાવવામાં આરંભ–છકાય જીવની હિંસા થાય છે. તેવા આહારને ગ્રહણ કરવાથી જીવદયા પાલક સાધુ, હિંસા દોષના ભાગીદાર બને છે. તે સાધુ હિંસાની અનુમોદના કરે છે. માટે આવો આહાર ગ્રાહ્ય કે સેવ્ય નથી. (૨) શીતવૃત – ક્રિતિકૃતના બે અર્થ થાય છે. (૧) જે વસ્તુ સાધુ માટે ખરીદીને આપવામાં આવે, (ર) સાધુને માટે વેચાતી લીધેલી વસ્તુમાંથી અન્ય વસ્તુ તૈયાર કરવામાં આવી હોય, તેને ક્રતિકૃત કહેવાય છે. ક્રીત-કત દોષથી દૂષિત આહાર હિંસા જનક દોષનું કારણ હોવાથી વર્જનીય છે.