________________
૩૮ |
શ્રી દશવૈકાલિક સૂત્ર
કરનાર અને ત્રણ ગુપ્તિયુક્ત; તે સત્તર પ્રકારના સંયમમાં જેનો આત્મા સ્થિત છે તે સંયમમાં સુસ્થિત આત્મા કહેવાય છે. વિપ્રમુખ :- વિપ્રમુક્તવિવિધ પ્રકારથી ત્રણ કરણ, ત્રણ યોગના સર્વ ભાંગાઓથી, પ્રકર્ષરૂપે બાહ્ય આવ્યેતર પરિગ્રહથી રહિત (મુક્ત) અથવા સર્વ સંયોગો–બંધનોથી મુક્ત, સર્વ સંગ પરિત્યાગી હોય તેને વિમુકવાનું કહેવાય છે. તાફળ - તેના બે સંસ્કૃત રૂપ થાય છે–ત્રવિણામ્ અને તાનામ્.
(૧) ત્રાથીનો શાબ્દિક અર્થ 'રક્ષક થાય છે, જે શત્રુથી રક્ષા કરે તેને 'ત્રાયી' કહે છે. આધ્યાત્મિક ક્ષેત્રે તેની વ્યાખ્યા આ પ્રમાણે થાય છે. (૧) પોતાના આત્માનું દુર્ગતિથી રક્ષણ કરનારા. (૨) સદુપદેશથી બીજાના આત્માનું દુર્ગતિથી રક્ષણ કરનારા. (૩) સ્વ–પર બંનેનું રક્ષણ કરનારા. (૪) જે સર્વ જીવોને આત્મતુલ્ય જાણીને તેની હિંસાથી વિરત થયા હોય તે. અર્થાત્ જે સર્વ જીવોનું રક્ષણ કરે છે તે. (૫) સુસાધુ- શ્રેષ્ઠ સાધનાથી જે આત્મગુણોનું રક્ષણ કરે તે.
(ર) તાથી શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે થાય છે– (૧) સુદષ્ટ માર્ગની દેશના દ્વારા શિષ્યોનું સંરક્ષણ (સાર-સંભાળ)કરનારા (૨) તવ તો ધાતુથી 'તાયી' શબ્દ બન્યો હોય ત્યારે તેનો અર્થ મોક્ષ પ્રતિ ગમનશીલ થાય છે.
આ રીતે તફળ શબ્દના અનેક અર્થ થાય છે. તેમાં પ્રસ્તુત પ્રસંગમાં તેનો પ્રસંગોચિત અર્થ છે કે જે સર્વ જીવોને આત્મતુલ્ય માનીને તેની હિંસાથી વિરત થયા હોય તે અણગાર. અનાચારો હિંસા બહુલ હોય છે, તેથી જેણે ત્રણ કરણ અને ત્રણ યોગથી સર્વ જીવોની હિંસાનો ત્યાગ કર્યો છે, તેવા છકાયના રક્ષકને માટે આ સર્વ અનાચાર ત્યાજ્ય છે. f થા :- જૈન મુનિનું આમિક તથા પ્રાચીનતમ નામ નિગ્રંથ છે. ગ્રંથનો અર્થ છે– બાહ્ય અને આત્યંતર પરિગ્રહ. જે પરિગ્રહની ગ્રંથી = ગાંઠથી સર્વથા મુક્ત થાય છે, તે નિગ્રંથ કહેવાય છે. આગમમાં નિગ્રંથ શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે છે– જે રાગ-દ્વેષ રહિત હોવાના કારણે એકાકી છે, બુદ્ધ છે, નિરાશ્રય છે, સંયત છે, સમિતિઓથી યુક્ત છે, સુસમાહિત છે, આત્મવાદને જાણનાર છે, વિદ્વાન છે, બાહ્ય અને આત્યંતર બન્ને પ્રકારે જેનો પરિગ્રહરૂપ આશ્રવનો પ્રવાહ રોકાઈ ગયો છે, જે પૂજા–સત્કાર અને લાભના અર્થી(કામી) નથી, કેવળ ધર્માર્થી છે, ધર્મવિ છે, મોક્ષમાર્ગ તરફ ગમનશીલ છે, સમ્ય આચરણ કરે છે, દાત્ત છે, બંધનમુક્ત થવાને યોગ્ય છે અને વ્યસૃષ્ટકાય છે અર્થાત્ શરીર મમત્વથી રહિત છે; તે નિગ્રંથ કહેવાય છે. -[ સૂયગડાંગ સૂત્ર અન–૧૬] મસિ:- આ શબ્દના સંસ્કૃતમાં મહર્ષિ અથવા મહેષી એવા બે રૂપ થાય છે. મહર્ષિ અર્થાત્ મહાન ઋષિ અને મહૈષી અર્થાત્ મહાન–મોક્ષની એષણા કરનાર.
સમયમMIM:-ગાથા ર થી ૯માં કથન કરાશે તે સર્વ પ્રવૃત્તિ પૂર્વોક્ત ઉત્તમગુણોના ધારક સાધકોને માટે અનાચારરૂપ છે. નિગ્રંથ માટે પ્રયુક્ત વિશેષણો પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ મોક્ષની એષણામાં રત