________________
અધ્ય.—૩: શુલલકાચાર કથા
[ ૩૭ ]
ત્રીનું અધ્યયન
ક્ષુલ્લકાચાર કથા
અણગારો માટે અનાચાર :
संजमे सुट्ठिअप्पाणं, विप्पमुक्काण ताइणं ।
तेसिमेयमणाइण्णं णिग्गंथाण महेसिणं ॥ છાયાનુવાદ: સંયને સુસ્થિતાનાં, વિમુક્તાનાં ગાળાના
तेषामेतदनाचीर्ण, निर्ग्रन्थानां महर्षीणाम् ॥ શબ્દાર્થ-સંગને સંયમમાં સુમિખાઈ = સારી રીતે સ્થિત આત્માવિખ્યમુનિ = સંપૂર્ણ સાંસારિક બંધનોથી રહિત તાણ = છકાય જીવોની અને પોતાની રક્ષા કરનારા, સ્વ-પરરક્ષક
થાળું = પરિગ્રહ રહિતનિગ્રંથને હિંગ તેમલિi =મહર્ષિઓને માટે પડ્યું - આ ગળાફા = અનાચીર્ણ, અનાચાર, આચરવા યોગ્ય નથી. ભાવાર્થ :- સંયમમાં સુસ્થિત, બાહ્ય અને આત્યંતર પરિગ્રહથી રહિત, સ્વપરના રક્ષક નિગ્રંન્થ મહર્ષિઓને માટે આ પ્રમાણે અનાચાર્ણ છે.
f
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સાધુ જીવનના અનાચારના પ્રતિપાદનની પૂર્વભૂમિકા છે. તેમાં સાધુના વિશિષ્ટ ગુણોનું કથન કરીને તેની ઉચ્ચ પ્રકારની પાત્રતા પ્રગટ કરી છે.
તે મહર્ષિઓ સંયમમાં સુસ્થિત, પરિગ્રહથી મુક્ત, સ્વ-પર ત્રાતા હોય છે અને નિગ્રંથ હોય છે. સાધુના આ બધા વિશેષણો પરસ્પર સંબંધિત છે. યથા– જે સાધકનો આત્મા સંયમમાં સુસ્થિત હોય છે; તે જ સર્વ સાંસારિક સંયોગો અને બંધનોથી મુક્ત રહી શકે છે. જે સાધક સાંસારિક બંધનોથી મુક્ત હોય, તે જ સ્વપરના રક્ષક થઈ શકે છે. જે સ્વપર રક્ષક હોય છે તે જ મહર્ષિ પદને યોગ્ય હોય છે. જે મહર્ષિ પદને યોગ્ય હોય છે, તેનો આત્મા સંયમમાં સ્થિર હોય છે. આ રીતે નિગ્રંથ માટે પ્રયુક્ત પ્રત્યેક વિશેષણો સાપેક્ષ છે. સંગને સુખિM – પાંચ પ્રકારના આશ્રવથી વિરત, પાંચ ઈન્દ્રિયોનો અને ચાર કષાયનો નિરોધ