________________
[ ૪૦]
શ્રી દશવૈકાલિક સત્ર
(૩) fથા :- આ શબ્દ પ્રયોગ આચારાંગ, સૂયગડાંગ, ઉત્તરાધ્યયન આદિ અનેક આગમોમાં જોવા મળે છે. ત્યાં તેનો અર્થ મોક્ષ, સંયમ, મોક્ષમાર્ગ કર્યો છે. પરંતુ અનાચારના પ્રકરણમાં 'નિયોગ'નો અર્થ આહાર ગ્રહણ કરવા સંબંધી એક દોષરૂપે કરવામાં આવ્યો છે.
foથા 1 = ળ – નિશ્ચિત થયેલું, યા = દાન. પૂર્વ નિશ્ચિત દાન(આહારાદિ) ગ્રહણ કરવા. fપાયા નું રૂપાંતર fપયા પણ થાય છે. અર્થાત્ 'હું તમારા ઘેર આવીશ, આ પ્રકારનો આહાર તૈયાર રાખશો.' આ પ્રમાણે નિશ્ચિત કરીને તે ગૃહસ્થના ઘેરથી નિત્ય આહાર લેવો તે નિયાગદોષ છે. વ્યાખ્યાનુસાર– આદરપૂર્વક નિમંત્રિત થઈને કોઈ એક ઘેરથી નિશ્ચિત કરેલો આહાર લેવો, આ પ્રમાણે અર્થ થાય છે. જેમ કે કોઈ ભાવકે સાધુને કહ્યું– "ભગવાન! આપ મારા ઘેર ભિક્ષા માટે હંમેશાં પધારજો, મને લાભ આપવાનો અનુગ્રહ કરજો." આ આમંત્રણ સ્વીકારી સાધુ જો નિત્ય તેને ત્યાં ભિક્ષાર્થે જાય અને રોજ આહાર ગ્રહણ કરે તો તે નિયાગ–નિત્યપિંડ દોષ છે. તે ઉપરાંત નિમંત્રણપૂર્વકનો આહાર ગ્રહણ થતો હોવાથી તેમાં સ્થાપના દોષ અને આધાકર્મ, ક્રિીત આદિ દોષોની સંભાવના રહે છે. નિમંત્રણ આપનાર પ્રતિ રાગભાવ અને નિમંત્રણ ન આપનાર પ્રતિ દ્વેષભાવ આદિ દોષોની સંભાવના છે.
(૪) મહાખિ :- અભિહતનો શાબ્દિક અર્થ– અભિ = સન્મુખ, હૃત = લાવેલો આહાર, કોઈ ગૃહસ્થ સાધુને વહોરાવવા નિમિત્તે ગામ, નગર કે ઘેરથી આહારાદિ સાધુ હોય ત્યાં લાવે અને તેને સાધુ ગ્રહણ કરે તો અભિહત અનાચાર દોષ લાગે છે. તેમાં આરંભ જન્ય દોષ છે. નિશીથ સૂત્ર અનુસાર ત્રણ ઘર દૂરથી સામે લઈ આવેલો આહાર ગ્રહણ કરે તો પ્રાયશ્ચિતનો ભાગીદાર થાય છે. દાતાની દેયપદાર્થ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ વગેરે જોઈ શકાય માટે ત્રણ ઘરની મર્યાદામાંથી લાવેલો આહાર સાધુને માટે ગ્રાહ્ય છે.
(૫) રામ? – રાત્રિભક્ત. રાત્રિ ભોજન કરવામાં ઘણા દોષ લાગે છે. સંસારી જીવો માટે પણ રાત્રે જમવું તે દોષ છે. સાધુઓ માટે તો તે સર્વથા ત્યાજ્ય છે. જૈનત્તર શાસ્ત્રમાં પણ તેનો નિષેધ છે. નિગ્રંથ શ્રમણ માટે તો રાત્રિભોજન ત્યાગ તે મહાવ્રતનું એક અંગ છે. આ સંબંધમાં ચૌભંગી થાય છે. (૧) દિવસે લાવી રાત્રે વાપરે (૨) રાત્રે લાવી દિવસે વાપરે, (૩) દિવસે લાવી બીજા દિવસે વાપરે (૪) રાત્રે લાવી રાત્રે વાપરે. ઉપરોક્ત ચારે ભંગથી કરેલો આહાર અનાચાર છે. (ઈ શિખાને - સ્નાનના બે પ્રકાર છે– દેશ સ્નાન અને સર્વ સ્નાન.
દેશ સ્નાન = હાથ–પગ, મુખ વગેરે અંગો ધોવા. સર્વ સ્નાન = સંપૂર્ણ સ્નાન કરવું. નિગ્રંથ માટે બન્ને પ્રકારના સ્નાન નિષિદ્ધ છે. (૭) બંધ – સુગંધ. અત્તર અથવા અન્ય સુગંધી પદાર્થ સૂંઘવા. તે મોજ-શોખની પ્રવૃત્તિ હોવાથી સાધુ માટે ત્યાજ્ય છે. (૮) મત્તે :- પુષ્પમાળા. ગંધ અને માલ્ય બને શબ્દો ભિન્ન-ભિન્ન હોવા છતાં તેનો પ્રયોગ એક સાથે પણ થાય છે. તેમાં પૃથ્વીકાય, વનસ્પતિકાય આદિ જીવોની હિંસા થાય છે, તે ઉપરાંત વિભૂષા અને