________________
અધ્ય.—૩ : ક્ષુલ્લકાચાર કથા
પરિગ્રહ આદિની દષ્ટિથી તે વર્જિત અને અનાચરણીય છે.
(૯) વીયળે : – વીજન. પંખો, તાડપત્ર, મયૂરપંખ, વગેરે કોઈપણ વસ્તુથી હવા નાંખવી. તેમાં વાયુકાયિક જીવોની તથા સંપાતિમ જીવોની હિંસા થાય છે. તેથી નિગ્રંથ શ્રમણ માટે ત્યાજ્ય છે.
સંન્નિધિ આદિ અનાચાર :
३
संणिही गिहीमत्ते य, रायपिंडे किमिच्छए ।
संबाहणा दंतपहोयणा य, संपुच्छणा देहपलोयणा य ॥
૪૧
છાયાનુવાદ : સન્નિધિવૃત્તીમાત્રજ ચ, રાપિન્ડ: િિમજી । संबाधनं दन्तप्रधावनं च संप्रच्छनं देहप्रलोकनं च ॥
=
શબ્દાર્થ:- સંખિી = વસ્તુઓનો સંચય કરવો અને fહિમત્તે = ગૃહસ્થીના પાત્રમાં ભોજન કરવું રાયપિંડે - રાજપિંડને ગ્રહણ કરવો હ્રિમિ∞ ્ = દાનશાળામાંથી દાન લેવું અથવા તમોને શું જોઈએ છે એમ પૂછીને બનાવેલો આહાર લેવો સંવાદળા = અંગમર્દન કરવું, હાડ, માંસ, ત્વચા, રોમ ઈત્યાદિને સુખ થાય તેવું તૈલાદિકનું માલીશ કરવું, કરાવવું વંતપહોયળા = દંત પ્રધાવન, દાતણ કરવું સંપુ∞ળા T = સંપ્રશ્ન—ગૃહસ્થોના શરીર કે ગૃહ સંબંધી ક્ષેમ કુશળ પૂછવા વેહપતોયબા= દેહ પ્રલોકન–અરીસા કે તેવા સાધનોમાં શરીરને નીરખવું.
-
ભાવાર્થ :- (૧૦) ધૃત–ગોળાદિ આહારનો સંચય કરીને રાખવો, (૧૧) ગૃહસ્થીના પાત્રમાં ભોજન કરવું (૧૨) રાજા માટે બનાવેલો આહાર લેવો અથવા બલવર્ધક ઔષધિ નાખીને બનાવેલો આહાર લેવો, (૧૩) દાનશાળા આદિમાં 'શું જોઈએ છે ?' તેમ પૂછીને અપાતો આહાર લેવો અથવા તમારે શું જોઈએ છે ? તેમ પૂછીને બનાવેલો આહાર લેવો. (૧૪) શરીરના અંગોપાંગનું મર્દન કરવું, કરાવવું (૧૫) દાંત સ્વચ્છ કરવા, (૧૬) ગૃહસ્થને ક્ષેમ કુશળ પૂછવા, (૧૭) પોતાના શરીરનું પ્રતિબિમ્બ અરીસાદિમાં જોવું.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં આઠ અનાચારોનું કથન છે.
(૧૦) સંહિ↑ :– સન્નિધિનો અર્થ છે સંગ્રહ કરવો. ખાદ્ય વસ્તુઓ તથા ઔષધ–ભેષજ આદિનો લેશમાત્ર અથવા લેપ્યમાત્ર પણ સંચય ન કરવો, તેવી શાસ્ત્રજ્ઞા છે. ભયંકરમાં ભયંકર દુઃસાધ્ય રોગાંતક આવે તો પણ ઔષધ આદિનો સંગ્રહ કરવો વર્જિત છે; સંગ્રહ કરવાથી વૃદ્ધિ, લોભવૃત્તિ વગેરે વધે છે. સંચય કરવાનો સર્વથા ત્યાગ કરવો, નિષ્પરિગ્રહ રહેવું તે શ્રમણધર્મનો અનિવાર્ય ગુણ છે.
(૧૧) હિમત્તે :- શિહિ = ગૃહસ્થના, મન્ને - ભાજન, વાસણ. ગૃહસ્થના વાસણમાં ભોજન કરવું,
=